32,301
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 82: | Line 82: | ||
કળામીમાંસા અને વિવેચના માટે મૂળભૂત પ્રશ્ન તો એ છે કે, એ ક્ષેત્રના પ્રશ્નોની ચર્ચાવિચારણામાં અન્ય જ્ઞાનવિજ્ઞાન કેટલે અંશે ઉપકારક નીવડી શકે. અભિનવે જે રસવિચારણા રજૂ કરી તેની પાછળ શૈવાદ્વૈતની ભૂમિકા રહી છે. શૈવાદ્વૈતના પ્રકાશમાં રસવિષયક જટિલ પ્રશ્નોનું નિરાકરણ કરવાનો તેમણે પ્રયાસ કર્યો છે, પણ એમાં નક્કર અનુભવનું અનુસંધાન છેવટ સુધી રહેતું જણાતું નથી. રસનો બોધ, ‘બ્રહ્માસ્વાદસહોદર’ પરમ આનંદ માત્ર છે, અને કૃતિનાં તત્ત્વો તેમાં તિરોધાન પામે છે; એ ભૂમિકા સ્વીકારીએ તો સામાજિકના રસબોધમાં, વસ્તુપરક કૃતિ એક તબક્કે છૂટી જાય છે. આવી દાર્શનિક ભૂમિકાએથી રસની સાર્વત્રિક મૂળભૂત એકતાનો સ્વીકાર થયો છે, તે વિચારણીય છે. કવિહૃદયની જે લાગણી કાવ્યરૂપ ધારણ કરવા ગતિશીલ બને છે તે સ્વયં સાધારણીભૂત સંવિત્રૂપ ધારણ કરે છે અને રસત્વને પામે છે. કૃતિનાં સર્વ વિભાવાદિ તત્ત્વો પણ એ રીતે ‘સાધારણીકૃત’ બની ચૂક્યાં હોય છે, અને સામાજિક પણ એવાં વિભાવાદિને યોગે પોતાના સ્થાયીને ‘સાધારણીકૃત રૂપે’ જ આસ્વાદે છે. આમ સર્જક, કૃતિ અને સામાજિકને પક્ષે રસની ‘સંવિદ્’ મૂળભૂત એકતા જાળવી રહે છે. એટલું જ નહિ, સર્જકનો અનુભવ તે જ કૃતિના પ્રધાન પાત્રનો અને તે જ સામાજિકનો એવું પણ એમાંથી સહજ ફલિત થાય છે. આ જાતની સર્વ વિચારણા અભિનવની દાર્શનિક ભૂમિકાથી પ્રેરાયેલી છે. દેખીતી રીતે જ, કળાકૃતિવિષયક આપણા વાસ્તવિક અનુભવો સાથે એનો મેળ બેસાડવાનું સરળ નથી. | કળામીમાંસા અને વિવેચના માટે મૂળભૂત પ્રશ્ન તો એ છે કે, એ ક્ષેત્રના પ્રશ્નોની ચર્ચાવિચારણામાં અન્ય જ્ઞાનવિજ્ઞાન કેટલે અંશે ઉપકારક નીવડી શકે. અભિનવે જે રસવિચારણા રજૂ કરી તેની પાછળ શૈવાદ્વૈતની ભૂમિકા રહી છે. શૈવાદ્વૈતના પ્રકાશમાં રસવિષયક જટિલ પ્રશ્નોનું નિરાકરણ કરવાનો તેમણે પ્રયાસ કર્યો છે, પણ એમાં નક્કર અનુભવનું અનુસંધાન છેવટ સુધી રહેતું જણાતું નથી. રસનો બોધ, ‘બ્રહ્માસ્વાદસહોદર’ પરમ આનંદ માત્ર છે, અને કૃતિનાં તત્ત્વો તેમાં તિરોધાન પામે છે; એ ભૂમિકા સ્વીકારીએ તો સામાજિકના રસબોધમાં, વસ્તુપરક કૃતિ એક તબક્કે છૂટી જાય છે. આવી દાર્શનિક ભૂમિકાએથી રસની સાર્વત્રિક મૂળભૂત એકતાનો સ્વીકાર થયો છે, તે વિચારણીય છે. કવિહૃદયની જે લાગણી કાવ્યરૂપ ધારણ કરવા ગતિશીલ બને છે તે સ્વયં સાધારણીભૂત સંવિત્રૂપ ધારણ કરે છે અને રસત્વને પામે છે. કૃતિનાં સર્વ વિભાવાદિ તત્ત્વો પણ એ રીતે ‘સાધારણીકૃત’ બની ચૂક્યાં હોય છે, અને સામાજિક પણ એવાં વિભાવાદિને યોગે પોતાના સ્થાયીને ‘સાધારણીકૃત રૂપે’ જ આસ્વાદે છે. આમ સર્જક, કૃતિ અને સામાજિકને પક્ષે રસની ‘સંવિદ્’ મૂળભૂત એકતા જાળવી રહે છે. એટલું જ નહિ, સર્જકનો અનુભવ તે જ કૃતિના પ્રધાન પાત્રનો અને તે જ સામાજિકનો એવું પણ એમાંથી સહજ ફલિત થાય છે. આ જાતની સર્વ વિચારણા અભિનવની દાર્શનિક ભૂમિકાથી પ્રેરાયેલી છે. દેખીતી રીતે જ, કળાકૃતિવિષયક આપણા વાસ્તવિક અનુભવો સાથે એનો મેળ બેસાડવાનું સરળ નથી. | ||
ડૉ. ગુપ્તાએ રસવિચારણાની આદર્શવાદી ભૂમિકાની આ મર્યાદાઓ બરાબર ઓળખી લીધી છે, અને તેથી તેનાં મૂળ ગૃહીતો પર જ તેમણે આક્રમણ કર્યું છે. પ્રથમ તો, રસ એ આનંદરૂપ ચેતના છે એ મૂળભૂત ખ્યાલને જ તેમણે પડકાર્યો. એ પછી કળાકૃતિનું વિશ્વ લૌકિક વિશ્વથી ભિન્ન છે, અને કળાનો અનુભવ અલૌકિક બોધથી વિલક્ષણ છે, એવાં બીજાં પાયાનાં ગૃહીતોનું ખંડન કરવાનો તેમણે પ્રયત્ન કર્યો. પણ એ રીતે તેઓ લગભગ સામે છેડે જઈને ઊભા રહ્યા. અલબત્ત, સરેરાશ સામાજિકના વાસ્તવિક રસબોધને લક્ષવાનો પ્રયત્ન તેમણે કર્યો, પણ તેમાં બીજા પ્રકારની મુશ્કેલીઓ જન્મે છે. તેમણે રસબોધને લૌકિક અનુભવની કોટિએ મૂક્યો, ને કળાકૃતિને લૌકિક ઘટના લેખવી, તે સાથે જ રસચર્ચાના સાચા પ્રશ્નોની માંડણી થવી રહી ગઈ. બીજા શબ્દોમાં, તેમણે સામાજિકના રાગદ્વેષયુક્ત બધા જ પ્રતિભાવોને એકસરખા પ્રમાણભૂત ગણ્યા, તે સાથે નવી ગૂંચો ઊભી થઈ. ઉદાહરણ તરીકે, અભિનવે એમ કહ્યું કે, રસબોધની ક્ષણે કૃતિનાં વિભાવાદિ સિવાય અન્ય કશા ‘વિષય’નું જ્ઞાન રહેતું નથી, સામાજિક પોતાનાં સંસ્મરણો તાજાં કરી સુખદુઃખમાં તણાય તો રસમાં વિઘ્ન આવે. અભિનવની આ ભૂમિકાનો ડૉ. ગુપ્તા મૂળથી વિરોધ કરે છે. તેઓ કહે છે કે, સામાજિક સહજ રીતે જ કૃતિનાં વિભાવાદિ નિમિત્તે પોતાનાં જૂનાં સંસ્મરણો તાજાં કરે છે, એટલું જ નહિ, એ કારણે તેને વધુ ઉત્કટ રસનો અનુભવ થાય છે. દેખીતી રીતે જ, ડૉ. ગુપ્તાની ભૂમિકા નિર્બળ છે. સામાજિક સાહિત્યકૃતિમાં મૂર્ત થયેલા ભાવને યથાર્થ રૂપમાં પામવાને બદલે તેને માત્ર સાધન લેખવી સ્વૈરવિહાર કરવા પ્રેરાય તો એ સાચા અર્થમાં કળાનુભવ નથી. પણ, ડૉ. ગુપ્તા એવી મનોગતિને અવકાશ આપે છે. કૃતિનાં જુદાં જુદાં પાત્રો પરત્વેના ભાવકના રાગદ્વેષયુક્ત પ્રતિભાવોને પણ તેઓ રસબોધનાં અંગભૂત તત્ત્વો લેખવે છે. પણ એ મત પ્રમાણભૂત લાગતો નથી. આમ. ડૉ. ગુપ્તાની ભૂમિકામાં ઘણી બધી ચર્ચા ફેરતપાસ માગે છે. આમ છતાં નોંધવું જોઈએ કે રસના પ્રાચીન સિદ્ધાંત સામે તેમણે જે પ્રતિવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે, તેમાં અનેક પ્રસંગે વાસ્તવિક અનુભવનું બળ રહ્યું છે, અને એટલે અંશે રૂઢ ચર્ચાની પુનર્વિચારણા આવશ્યક બને છે. મહત્ત્વની વાત એ છે કે રસસિદ્ધાંતનાં અનેક પાસાંઓને તેમણે કસી જોયાં, તેથી આ વિષયના કૂટ પ્રશ્નોની જટિલતાનો આપણને ખ્યાલ આવે છે. ડૉ. ગુપ્તાએ, એ રીતે, રસચર્ચાને ગતિશીલ બનાવવામાં મોટો ફાળો આપ્યો છે. એ માટે તેઓ આદરપાત્ર ઠરે છે. | ડૉ. ગુપ્તાએ રસવિચારણાની આદર્શવાદી ભૂમિકાની આ મર્યાદાઓ બરાબર ઓળખી લીધી છે, અને તેથી તેનાં મૂળ ગૃહીતો પર જ તેમણે આક્રમણ કર્યું છે. પ્રથમ તો, રસ એ આનંદરૂપ ચેતના છે એ મૂળભૂત ખ્યાલને જ તેમણે પડકાર્યો. એ પછી કળાકૃતિનું વિશ્વ લૌકિક વિશ્વથી ભિન્ન છે, અને કળાનો અનુભવ અલૌકિક બોધથી વિલક્ષણ છે, એવાં બીજાં પાયાનાં ગૃહીતોનું ખંડન કરવાનો તેમણે પ્રયત્ન કર્યો. પણ એ રીતે તેઓ લગભગ સામે છેડે જઈને ઊભા રહ્યા. અલબત્ત, સરેરાશ સામાજિકના વાસ્તવિક રસબોધને લક્ષવાનો પ્રયત્ન તેમણે કર્યો, પણ તેમાં બીજા પ્રકારની મુશ્કેલીઓ જન્મે છે. તેમણે રસબોધને લૌકિક અનુભવની કોટિએ મૂક્યો, ને કળાકૃતિને લૌકિક ઘટના લેખવી, તે સાથે જ રસચર્ચાના સાચા પ્રશ્નોની માંડણી થવી રહી ગઈ. બીજા શબ્દોમાં, તેમણે સામાજિકના રાગદ્વેષયુક્ત બધા જ પ્રતિભાવોને એકસરખા પ્રમાણભૂત ગણ્યા, તે સાથે નવી ગૂંચો ઊભી થઈ. ઉદાહરણ તરીકે, અભિનવે એમ કહ્યું કે, રસબોધની ક્ષણે કૃતિનાં વિભાવાદિ સિવાય અન્ય કશા ‘વિષય’નું જ્ઞાન રહેતું નથી, સામાજિક પોતાનાં સંસ્મરણો તાજાં કરી સુખદુઃખમાં તણાય તો રસમાં વિઘ્ન આવે. અભિનવની આ ભૂમિકાનો ડૉ. ગુપ્તા મૂળથી વિરોધ કરે છે. તેઓ કહે છે કે, સામાજિક સહજ રીતે જ કૃતિનાં વિભાવાદિ નિમિત્તે પોતાનાં જૂનાં સંસ્મરણો તાજાં કરે છે, એટલું જ નહિ, એ કારણે તેને વધુ ઉત્કટ રસનો અનુભવ થાય છે. દેખીતી રીતે જ, ડૉ. ગુપ્તાની ભૂમિકા નિર્બળ છે. સામાજિક સાહિત્યકૃતિમાં મૂર્ત થયેલા ભાવને યથાર્થ રૂપમાં પામવાને બદલે તેને માત્ર સાધન લેખવી સ્વૈરવિહાર કરવા પ્રેરાય તો એ સાચા અર્થમાં કળાનુભવ નથી. પણ, ડૉ. ગુપ્તા એવી મનોગતિને અવકાશ આપે છે. કૃતિનાં જુદાં જુદાં પાત્રો પરત્વેના ભાવકના રાગદ્વેષયુક્ત પ્રતિભાવોને પણ તેઓ રસબોધનાં અંગભૂત તત્ત્વો લેખવે છે. પણ એ મત પ્રમાણભૂત લાગતો નથી. આમ. ડૉ. ગુપ્તાની ભૂમિકામાં ઘણી બધી ચર્ચા ફેરતપાસ માગે છે. આમ છતાં નોંધવું જોઈએ કે રસના પ્રાચીન સિદ્ધાંત સામે તેમણે જે પ્રતિવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે, તેમાં અનેક પ્રસંગે વાસ્તવિક અનુભવનું બળ રહ્યું છે, અને એટલે અંશે રૂઢ ચર્ચાની પુનર્વિચારણા આવશ્યક બને છે. મહત્ત્વની વાત એ છે કે રસસિદ્ધાંતનાં અનેક પાસાંઓને તેમણે કસી જોયાં, તેથી આ વિષયના કૂટ પ્રશ્નોની જટિલતાનો આપણને ખ્યાલ આવે છે. ડૉ. ગુપ્તાએ, એ રીતે, રસચર્ચાને ગતિશીલ બનાવવામાં મોટો ફાળો આપ્યો છે. એ માટે તેઓ આદરપાત્ર ઠરે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''પાદનોંધ''' | '''પાદનોંધ''' | ||
| Line 89: | Line 87: | ||
{{hi|1.25em|૧. ‘Comparative Aesthetics’ઃ Vol. I (Indian Aesthetics) by Dr. K. C. Pandey; 2nd Editon; Chowkhamba Sanskrit Series, Varanasi, ૧૯૫૯.}} | {{hi|1.25em|૧. ‘Comparative Aesthetics’ઃ Vol. I (Indian Aesthetics) by Dr. K. C. Pandey; 2nd Editon; Chowkhamba Sanskrit Series, Varanasi, ૧૯૫૯.}} | ||
{{hi|1.25em|૨. ‘Psychological Studies in Rasa’ઃ by Dr. Rakesh Gupta, Benaras Hindu University, ૧૯૫૦.}} | {{hi|1.25em|૨. ‘Psychological Studies in Rasa’ઃ by Dr. Rakesh Gupta, Benaras Hindu University, ૧૯૫૦.}} | ||
{{hi|1.25em|૩ | {{hi|1.25em|૩. શંકુકે ‘ચિત્રતુરગન્યાય’ના દૃષ્ટાંતથી આ મુદ્દો સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. પણ રસબોધને તેણે એક બાજુ અનુમાનવ્યાપાર ગણાવ્યો અને બીજી બાજુ તેને વિલક્ષણ ‘અલૌકિક બોધરૂપ’ વ્યાપાર ગણાવ્યો. તેથી તેની આ વિશેની મૂળની ભૂમિકા પૂરતી તર્કયુક્ત નથી એમ વિદ્વાનો માને છે.}} | ||
{{hi|1.25em|૪. અંગ્રેજી કળામીમાંસામાં aesthetic experience એ વ્યાપક સંજ્ઞા છે. પ્રકૃતિના સૌંદર્યને તેમજ લલિતકળાઓની રમણીયતાના બોધને – બંનેયને તે અનુલક્ષે છે. એટલે ગુજરાતમાં એનો પર્યાય મેળવવો મુશ્કેલ છે. આપણી ‘રસ’ની સંજ્ઞા સામાજિકના આસ્વાદની પ્રક્રિયા છે, પ્રકૃતિના સૌંદર્યનો બોધ તેમાં અભિપ્રેત નથી. કૃતિપક્ષે જ્યારે વિવિધ રસોની વાત કરીએ ત્યારે માત્ર લક્ષણાથી જ તેનો વિચાર કરતા હોઈએ છીએ.}} | {{hi|1.25em|૪. અંગ્રેજી કળામીમાંસામાં aesthetic experience એ વ્યાપક સંજ્ઞા છે. પ્રકૃતિના સૌંદર્યને તેમજ લલિતકળાઓની રમણીયતાના બોધને – બંનેયને તે અનુલક્ષે છે. એટલે ગુજરાતમાં એનો પર્યાય મેળવવો મુશ્કેલ છે. આપણી ‘રસ’ની સંજ્ઞા સામાજિકના આસ્વાદની પ્રક્રિયા છે, પ્રકૃતિના સૌંદર્યનો બોધ તેમાં અભિપ્રેત નથી. કૃતિપક્ષે જ્યારે વિવિધ રસોની વાત કરીએ ત્યારે માત્ર લક્ષણાથી જ તેનો વિચાર કરતા હોઈએ છીએ.}} | ||
{{hi|1.25em|૫. નાટ્યના અનુસંધાનની ક્ષણે સામાજિકનો સ્થાયી (સાધારણીકૃતરૂપે) ઉદ્બુદ્ધ થાય છે તેનું વર્ણન અભિનવે આ રીતે કર્યું છે : ‘સર્વેષામનાદિયા- સનાચિત્રીકૃતચેતસાં વાસનાસંવાદાત્ ||’ અહીં અનાદિ વાસના ‘ચિત્રીકૃત’ થાય છે, એવો અભિનવનો શબ્દપ્રયોગ ખાસ ધ્યાનપાત્ર છે.}} | {{hi|1.25em|૫. નાટ્યના અનુસંધાનની ક્ષણે સામાજિકનો સ્થાયી (સાધારણીકૃતરૂપે) ઉદ્બુદ્ધ થાય છે તેનું વર્ણન અભિનવે આ રીતે કર્યું છે : ‘સર્વેષામનાદિયા- સનાચિત્રીકૃતચેતસાં વાસનાસંવાદાત્ ||’ અહીં અનાદિ વાસના ‘ચિત્રીકૃત’ થાય છે, એવો અભિનવનો શબ્દપ્રયોગ ખાસ ધ્યાનપાત્ર છે.}} | ||