હયાતી/૬૮. રેઇસકોર્સ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|રેઇસકોર્સ }}
{{Heading|૬૮. રેઇસકોર્સ}}


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 06:42, 13 April 2025


૬૮. રેઇસકોર્સ

પ્રવેગે દોડે એ તુરગ સ્થિર આંખો મહીં થયો,
ક્ષણાર્ધે દેખાયા યુગ યુગ : ઘડી ચાર ચરણો
ધરા પે, તો પાછાં ઉપર પળમાં, ને મુખ લળ્યું
અગાડી : સૌ શ્વાસો લયવિલય એના જ શ્વસને.

અને એ શ્વાસો ઐ અગણિત જનોના, પલકમાં
નિસાસાઓ થૈને કણ કણ વિખેરાય ગગને :
ફરી પાછો કોલાહલ, કર મહીં કોલબુક, ને
રહ્યા દોડી અશ્વો મન મહીં અને કાગળ પરે.

હવે અશ્વો ઊભા, જન સકલ દોડે અહીંતહીં;
ફરે અંકો, સાથે ગતિ કરી રહે ચક્કર ઘણાં :
ધસે સૌ મુઠ્ઠીમાં જકડી નિજનું ભાવિ પળમાં
તરે કે ડૂબે કૈં મનખ અહીં ફોટોફિનિશમાં.

ફરી આંખો ઝીણી થઈ ગતિ કરે દીર્ઘ પટમાં
રહે હાંફી અશ્વો : હણહણી રહે માણસ બધા.

૨૨–૧૧–૧૯૭૦