હયાતી/૯૫. નથી મળવું: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Latest revision as of 13:24, 13 April 2025
૯૫. નથી મળવું
ન મળવું ઘોર સજા છે, છતાં નથી મળવું
ઘણીયે શેષ કથા છે, છતાં નથી મળવું.
હવામાં તારી હવા છે છતાં નથી મળવું
દરદની તું જ દવા છે છતાં નથી મળવું.
મને આ આગમાં જલવા દે, જોઈ લેવા દે,
મિલનની આશ જવાં છે, છતાં નથી મળવું.
છે નવ દિશાઓ હજી, ક્યાંય પણ વળી જઈશું
નજરની સામે ખુદા છે, છતાં નથી મળવું.
૧૯૭૫