ધ્વનિ/પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(No difference)

Latest revision as of 15:10, 6 May 2025


૮. પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં

પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં

કોણને એ મ્હોતી,
ને નેણભરી જોતી?
શું જાણ એને ન્હોતી?
–કે ચાંદલો બંધાણો પાણીના પાશમાં.
પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં.

તમરાંએ ગાન મહીં
વાયરાને કાન કહી,
વંન વંન વાત વહી,
‘ઢૂંઢતી એ કોને રે આટલા ઉજાશમાં?’
પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં.

અંકમાં મયંક છે,
ન તો ય જરી જંપ છે,
અંગમાં અનંગ છે,
શી બ્હાવરી બનેલ અભિલાષના હુતાશમાં!
પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં.
૪-૪-૪૯