દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/જ્યારે હું ઝાડ હોઉં: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
m (Meghdhanu moved page User:Meghdhanu/Sandbox/દિલીપ ઝવેરીની ચૂંટેલી કવિતા/જ્યારે હું ઝાડ હોઉં to દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/જ્યારે હું ઝાડ હોઉં without leaving a redirect: દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો) |
(No difference)
| |
Latest revision as of 02:28, 7 May 2025
૨. જ્યારે હું ઝાડ હોઉં ત્યારે
જ્યારે હું ઝાડ હોઉં ત્યારે
મારા થડના કૂણા લાકડે સંતાયલું હોય
આગનું બાળ
ઝાડવે ઝાડવે ખોળતી મા
જંગલમાં મને ઓળખી લેશે.
અને ખડખડાટ હસતું
તોફાની મોત રમત રમતમાં
પાછું એના ઝાળ ઝાળ પાલવને વળગી પડશે
મને છોડીને ભાગી જશે
મારા શ્વાસની ઊનાશ