ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઈશ્વર પેટલીકર/મધુરાં સપનાં: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 209: Line 209:
સુભદ્રા બોલતાં તો બોલી ગઈ પણ શરમાઈ ગઈ. એને એણે પગના છડા બતાવતાં વાત બદલી : ‘આ મદ્રાસી કેરીઘાટના છડા અહીં બદલી થતાં પહેલાં પંદર દિવસ ઉપર જ લીધા હતા. ત્યાંય પાડોશી તરીકે તમારી જેમ વેપારી હતા. બજારમાં અમસ્તાં ફરવા ગયાં હતાં. ઘાટ ગમી ગયો એટલે નવા છડા હતા તોય આપી દેઈ આ લેઈ લીધા. રેવાબેને કહ્યું : એમને પૂછ્યા વિના લીધા તે બોલશે નહિ? હું હસીને બોલી : હત્ તમારી! એમાં એમને શું પૂછવું’તું? પહેરવાના એમને છે કે મારે? ત્યારે મને કહે : તમે તો જબરાં ભાગ્યશાળી છો! મારાથી તો હજુ છોકરાને ઘેર છોકરાં છે તોય એમને પૂછ્યા વગર પઈની વસ્તુય ન લેવાય!’

સુશીલાએ મનમાં કહ્યુંઃ ‘એ શું કહે છે! હું જ એક દા’ડાનો અનુભવ છે તોય કહું છું કે એમના જેવો પતિ મળવો એ વગર ભાગ્યે બને? પણ તને એમની ક્યાં કિંમત છે? નહિ તો મોંમાંથી એમ બોલાયઃ તમે સગડી સળગાવો પછી હું ઊઠું છું?’
સુશીલાએ મનમાં કહ્યું : ‘એ શું કહે છે! હું જ એક દા’ડાનો અનુભવ છે તોય કહું છું કે એમના જેવો પતિ મળવો એ વગર ભાગ્યે બને? પણ તને એમની ક્યાં કિંમત છે? નહિ તો મોંમાંથી એમ બોલાય : તમે સગડી સળગાવો પછી હું ઊઠું છું?’

તે પછી તો માથાનાં બકલ, વેણીનું ફૂલ, સાડીની પિન, કૂંચીઓનો આંકડો, હાથનો રૂમાલ, ચાંલ્લાનું કંકુ, માથાનું તેલ વગેરે ઝીણી ઝીણી વસ્તુઓની વિગતમાં બંને એવાં તલ્લીન થઈ ગયાં કે વિનોદે ઉંબરામાં પગ મૂક્યો ત્યાં સુધી વખતનું ભાન પણ ન રહ્યું. અને એને જોતાં જેમ શીલવતી, લજ્જાળુ ને વગર લાજે મર્યાદા સાચવતી ગૃહિણી વડીલ પુરુષ ઘરમાં પ્રવેશતાં પોતાનું શરીર સંકોચી, નીચી દૃષ્ટિ રાખી અને પાણીના રેલાની માફક બીજા ખંડમાં વહી જાય તેમ સુશીલા સફાળી ઊભી થઈ બહાર નીકળી ગઈ.
તે પછી તો માથાનાં બકલ, વેણીનું ફૂલ, સાડીની પિન, કૂંચીઓનો આંકડો, હાથનો રૂમાલ, ચાંલ્લાનું કંકુ, માથાનું તેલ વગેરે ઝીણી ઝીણી વસ્તુઓની વિગતમાં બંને એવાં તલ્લીન થઈ ગયાં કે વિનોદે ઉંબરામાં પગ મૂક્યો ત્યાં સુધી વખતનું ભાન પણ ન રહ્યું, અને એને જોતાં જેમ શીલવતી, લજ્જાળુ ને વગર લાજે મર્યાદા સાચવતી ગૃહિણી વડીલ પુરુષ ઘરમાં પ્રવેશતાં પોતાનું શરીર સંકોચી, નીચી દૃષ્ટિ રાખી અને પાણીના રેલાની માફક બીજા ખંડમાં સરી જાય તેમ સુશીલા સફાળી ઊભી થઈ બહાર નીકળી ગઈ.

સુશીલા પોતાના ઘરમાં આવતી રહી છતાં એના મોં ઉપરની લજ્જા શમી ન હતી. પણ એનું મન તો વિચોર કર્યે જ જતું હતુંઃ એ તો આપણા ઉપર ગમે તેટલો પ્રેમ બતાવે, પણ આમ નર્યા પૈસાનું પાણી કરાતું હશે? પૈસા કમાવા તો ઘર-ગામ મૂકી પરદેશ આવ્યાં ને આમ મોજશોખમાં પૈસા વાપરી નંખાતા હશે? પગાર લાવી આપણા હાથમાં મૂકે એટલે મન ફાવે તેમ ઉડાવી મૂકવાના? હું તો મને વાપરવા આપ્યા હોય તેય ભેગા કરી રકમ કરું. પુરુષ ગમે તેટલા પૈસા કમાય પણ ઘરમાં સ્ત્રી ત્રેવડ ન કરે તો કદી દીપે ખરું? બારેય ને બત્રીસેય ઘડી કંઈ કોઈની સુખમાં ને સુખમાં જાય છે? વચ્ચે કોઈ સાજું-માંદું થયું હોય, ભવિષ્યમાં છોકરાંનું ખર્ચ પણ વધે…
સુશીલા પોતાના ઘરમાં આવતી રહી છતાં એના મોં ઉપરની લજ્જા શમી ન હતી. પણ એનું મન તો વિચાર કર્યે જ જતું હતું : એ તો આપણા ઉપર ગમે તેટલો પ્રેમ બતાવે, પણ આમ નર્યા પૈસાનું પાણી કરાતું હશે? પૈસા કમાવા તો ઘર-ગામ મૂકી પરદેશ આવ્યાં ને આમ મોજશોખમાં પૈસા વાપરી નંખાતા હશે? પગાર લાવી આપણા હાથમાં મૂકે એટલે મન ફાવે તેમ ઉડાવી મૂકવાના? હું તો મને વાપરવા આપ્યા હોય તેય ભેગા કરી રકમ કરું. પુરુષ ગમે તેટલા પૈસા કમાય પણ ઘરમાં સ્ત્રી ત્રેવડ ન કરે તો કદી દીપે ખરું? બારેય ને બત્રીસેય ઘડી કંઈ કોઈની સુખમાં ને સુખમાં જાય છે? વચ્ચે કોઈ સાજું-માંદું થયું હોય, ભવિષ્યમાં છોકરાંનું ખર્ચ પણ વધે…

એ વિચારપ્રવાહને વહેતો અટકાવી મા બોલીઃ ‘શાક થઈ ગયું છે ત્યારે ક્યારની બોલતી કેમ નથી?’
એ વિચારપ્રવાહને વહેતો અટકાવી મા બોલી : ‘શાક થઈ ગયું છે ત્યારે ક્યારની બોલતી કેમ નથી?’

અને પોતાના એ વિચારો ઉપર મનમાં હસતાં એણે થાળી પીરસવા માંડીઃ ‘હુંય મૂઈ શેખચલ્લીની જેમ સાસરું દેખ્યા પહેલાં છોકરાં સુધી પહોંચી ગઈ ને!’ અને પોતાની એ મૂર્ખાઈને લેઈ પિતા સામે નહિ બેસી શકાય માની એ ભાણું પીરસી બહાર નીકળી ગઈ.
અને પોતાના એ વિચારો ઉપર મનમાં હસતાં એણે થાળી પીરસવા માંડી : ‘હુંય મૂઈ શેખચલ્લીની જેમ સાસરું દેખ્યા પહેલાં છોકરાં સુધી પહોંચી ગઈને!’ અને પોતાની એ મૂર્ખાઈને લેઈ પિતા સામે નહિ બેસી શકાય માની એ ભાણું પીરસી બહાર નીકળી ગઈ.

ગેલેરીમાં ઊભેલી સુભદ્રાને પૂછ્યુંઃ ‘કેમ જમી લીધું?’
ગેલેરીમાં ઊભેલી સુભદ્રાને પૂછ્યું : ‘કેમ જમી લીધું?’

વિનોદ અંદર કાગળિયાં ફેંદે છે તેની ખાતરી કર્યા પછી સુશીલા સ્થિર ઊભી રહેતાં બોલીઃ ‘ના રે ના, હજુ તો પિતાજીને પીરસી બહાર આવું છું.’
વિનોદ અંદર કાગળિયાં ફેંદે છે તેની ખાતરી કર્યા પછી સુશીલા સ્થિર ઊભી રહેતાં બોલી : ‘ના રે ના, હજુ તો પિતાજીને પીરસી બહાર આવું છું.’

સુભદ્રાને ઘડી પહેલાંની, વિનોદ આવ્યો તે વખતની સુશીલાની વર્તણૂક યાદ આવી. એણે કહ્યુંઃ ‘સુશીલા! એક વાત કહું?’
સુભદ્રાને ઘડી પહેલાંની, વિનોદ આવ્યો તે વખતની સુશીલાની વર્તણૂક યાદ આવી. એણે કહ્યું : ‘સુશીલા! એક વાત કહું?’

‘કહો ને?’
‘કહો ને?’

‘શરમાઈશ નહિ ને?’
‘શરમાઈશ નહિને?’

‘હું શું કરવા શરમાઉં?’
‘હું શું કરવા શરમાઉં?’
Line 233: Line 233:
‘ત્યારે એમને જોઈ તું અમસ્તી સંકોચાય છે શું કરવા? એવી તો કેટલાયની મોંકળા મળતી આવે; તેમાં આપણે શું?’
‘ત્યારે એમને જોઈ તું અમસ્તી સંકોચાય છે શું કરવા? એવી તો કેટલાયની મોંકળા મળતી આવે; તેમાં આપણે શું?’

શરમનો પ્રતિકાર શરમથી કરતાં એણે કહ્યુંઃ ‘જાવ જાવ; એમાં શરમાવાનું શું વળી?’
શરમનો પ્રતિકાર શરમથી કરતાં એણે કહ્યું : ‘જાવ જાવ; એમાં શરમાવાનું શું વળી?’

‘ત્યારે એ તને કંઈ ગળી તો નહોતા જવાના કે એકદમ નાઠી?’
‘ત્યારે એ તને કંઈ ગળી તો નહોતા જવાના કે એકદમ નાઠી?’
Line 241: Line 241:
‘અમને શાની અડચણ?’
‘અમને શાની અડચણ?’

‘એ તો હું શું જાણું?’ કહી સુશીલાનો હાથ ગાલ ઉપર આપોઆપ કંઈ ચોટ્યું હોય તેમ લૂછવા લાગ્યો. સુભદ્રા એનો કહેવાના ભાવાર્થ તરત સમજી ગઈ. કેટલાક દિવસનો ગાઢ પરિચય હોય તેમ સ્વાભાવિક રીતે એના ગાલ ઉપર ટપલી મારતાં એનાથી બોલાઈ ગયુંઃ ‘લુચ્ચી!’
‘એ તો હું શું જાણું?’ કહી સુશીલાનો હાથ ગાલ ઉપર આપોઆપ કંઈ ચોટ્યું હોય તેમ લૂછવા લાગ્યો. સુભદ્રા એનો કહેવાનો ભાવાર્થ તરત સમજી ગઈ. કેટલાક દિવસનો ગાઢ પરિચય હોય તેમ સ્વાભાવિક રીતે એના ગાલ ઉપર ટપલી મારતાં એનાથી બોલાઈ ગયું : ‘લુચ્ચી!’

આજે સુભદ્રા એના ભાઈ સાથે પિયર જવાની હતી. ગઈ કાલે એનો ભાઈ આવ્યો ત્યારથી સુભદ્રાને પતિની મુશ્કેલીનો ખ્યાલ અને લાગણી નહિ થઈ હોય તેના કરતાં વિશેષ સુશીલાના હૃદયમાં એણે જગા રોકી હતી.
આજે સુભદ્રા એના ભાઈ સાથે પિયર જવાની હતી. ગઈ કાલે એનો ભાઈ આવ્યો ત્યારથી સુભદ્રાને પતિની મુશ્કેલીનો ખ્યાલ અને લાગણી નહિ થઈ હોય તેના કરતાં વિશેષ સુશીલાના હૃદયમાં એણે જગા રોકી હતી.

મોટું શહેર હોય તો સારી વીશીઓય મળે, પણ અહીં તો હળીમળીને એક ખીચડિયા વીશી! બિચારાં ગામડાંના કોર્ટમાં આવેલા લોકો નછૂટકે એક ટંક જમી લે. પણ કાયમ જમવાનું શી રીતે પોસાય? ના, ના; એમાં તો રોજ કેટલીય ઇયળો બફાતી હશે! તે ખાવું એના કરતાં જેવું આવડે તેવું કાચુંકોરું ઘેર બાફી ખાવું વધારે સારું. આ હું બેય ઘરની રસોઈ કરવી હોય તો હાથે કરું તેવી છું. પણ માણસેય ઓછું અપંગ છે? એના દિલમાં દાઝતું હોય, એના હાથમાં મદદ કરવાની શક્તિ હોય, સગવડ હોય તોય એનાથી સળી સરખી ન હલાવી શકાય! છતાંય લોકો કહે છે કે જાનવર બિચારાં અપંગ છે! પિતાજી એમને જમવાનું કહે તો? પણ કયા સંબંધે બેત્રણ મહિના જમવાનું આમંત્રણ પિતાજી આપે?
મોટું શહેર હોય તો સારી વીશીઓય મળે, પણ અહીં તો હળીમળીને એક ખીચડિયા વીશી! બિચારાં ગામડાના કૉર્ટમાં આવેલા લોકો નછૂટકે એક ટંક જમી લે. પણ કાયમ જમવાનું શી રીતે પોસાય? ના, ના; એમાં તો રોજ કેટલીય ઇયળો બફાતી હશે! તે ખાવું એના કરતાં જેવું આવડે તેવું કાચુંકોરું ઘેર બાફી ખાવું વધારે સારું. આ હું બેય ઘરની રસોઈ કરવી હોય તો હાથે કરું તેવી છું. પણ માણસેય ઓછું અપંગ છે? એના દિલમાં દાઝતું હોય, એના હાથમાં મદદ કરવાની શક્તિ હોય, સગવડ હોય તોય એનાથી સળી સરખી ન હલાવી શકાય! છતાંય લોકો કહે છે કે જાનવર બિચારાં અપંગ છે! પિતાજી એમને જમવાનું કહે તો? પણ કયા સંબંધે બેત્રણ મહિના જમવાનું આમંત્રણ પિતાજી આપે?

નરી રસોઈની જ બળી ક્યાં ભાંજગડ કરું છું? પાણિયારીઓય કોઈ શરત રાખનાર ન હોય તો કંઈ કામ કરે એવી નથી. પુરુષ તો બિચારો એ પાણી ભરી જાય એટલે પીધા કરે; અને એ કમજાતો ન વાસણ વીછળે કે ગળણું ન જડે તો ભલી હોય તો એમ ને એમ પાણી ભરી દે! આપણે ટોક ટોક કરીએ તોય કપડાં એવાં ને એવાં પાણીમાં બોળી લાવે છે તો પછી કોઈ કહેનાર ન હોય તો સાબુ ઘેર લેઈ જાય ને કપડાંનો મનખો જ ખરાબ કરે! વાસણ રોજ આપણે ગણી ન જોઈએ તો અઠવાડિયે એકાદ તો ખોઈને જ આવે.