કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/ભીની ભીની લહેર: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 24: | Line 24: | ||
{{gap|5em}}અંગ શું ચોળી પીઠી! ૨૦ | {{gap|5em}}અંગ શું ચોળી પીઠી! ૨૦ | ||
{{rh|તા. ૩૧-૭-૧૯૭૮||(‘નૈવેદ્ય’, પૃ.૩૬)}} | {{rh|તા. ૩૧-૭-૧૯૭૮||(‘નૈવેદ્ય’, પૃ.૩૬)}} | ||
(અમદાવાદમાં) | (અમદાવાદમાં) | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
Revision as of 03:17, 17 July 2025
૩૩. ભીની ભીની લહેર
ભીની ભીની લહેર આવી આ,
વાયરાકેરી ભીની :
વ્હાલો મારો વરસ્યો કહીંક; –
શીળી લહેર તહીંની. ૪
આછી આછી ગન્ધ આવી આ,
ગન્ધવતીની મીઠી;
વ્હાલા મારાએ મોકલી જાણે;
એની આગોતરી ચીઠી. ૮
ઝીણી ઝીણી ફરફર અડી આ,
વ્હાલથી અંગે અંગ :
અડક્યા ભેળો ઊછળી રહે
ઉરમાંથી ઉમંગ. ૧૨
ઈશાની દિશાએ ઉતાવળા
હાથે લખાતી કો લિપિ :
ઊજળી ઊજળી સોનેરી શાહીમાં
વળી વળી, રહી દીપી! ૧૬
કોઈ હવા જાગી જાય અચાનક;
ઘૂમી રહે અણદીઠી.
રાજી રાજી ધરતી; – અંગે
અંગ શું ચોળી પીઠી! ૨૦
તા. ૩૧-૭-૧૯૭૮
(‘નૈવેદ્ય’, પૃ.૩૬)
(અમદાવાદમાં)