કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/તડકો નીકળ્યો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩૪. તડકો નીકળ્યો

તડકો નીકળ્યો; નીકળ્યો; ભાઈ,
તડકો નીકળ્યો રૂડો;
ઝાઝે દહાડે નીરખ્યે, ઝાઝો

લાગતો શો વ્હાલૂડો!


શ્રાવણની આ વાદળી સોંસરો
આવતો ભીનો ભીનો :
આવતો ભીનો ભીનો; અંગે

અંગ પહેરી હીનો.


જોતાવેંત ખાબોચિયાં બધાં,
સામટાં રાજી રાજી :
અનિલ-લહેરે લહેરતાં મોઢે

ઝગતી ચમક ઝાઝી!
૧૨


લીલાં લીલાં તરણાંતણો
ઊજળો ઘૂંટાય રંગ;
જૂઈની વેલી ક્યારની કરે
નવા નવા અંગભંગ.૧૬

તા. ૧૮-૮-૧૯૭૮

(‘નૈવેદ્ય’, પૃ.૩૯)