કાવ્ય-આચમન શ્રેણી – પ્રજારામ રાવળ/તડકો નીકળ્યો: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 15:34, 17 July 2025
૩૪. તડકો નીકળ્યો
તડકો નીકળ્યો; નીકળ્યો; ભાઈ,
તડકો નીકળ્યો રૂડો;
ઝાઝે દહાડે નીરખ્યે, ઝાઝો
લાગતો શો વ્હાલૂડો! ૪
શ્રાવણની આ વાદળી સોંસરો
આવતો ભીનો ભીનો :
આવતો ભીનો ભીનો; અંગે
અંગ પહેરી હીનો. ૮
જોતાવેંત ખાબોચિયાં બધાં,
સામટાં રાજી રાજી :
અનિલ-લહેરે લહેરતાં મોઢે
ઝગતી ચમક ઝાઝી! ૧૨
લીલાં લીલાં તરણાંતણો
ઊજળો ઘૂંટાય રંગ;
જૂઈની વેલી ક્યારની કરે
નવા નવા અંગભંગ. ૧૬
તા. ૧૮-૮-૧૯૭૮
(‘નૈવેદ્ય’, પૃ.૩૯)