ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/અડખેપડખે: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 02:06, 24 July 2025
અડખેપડખે
અડખેપડખે (જયંતિ દલાલ; ‘અડખેપડખે’, ૧૯૬૪) કોઈ ઑફિસના મેનેજરના ડ્રાઇવર તરીકે નોકરી કરતો રામાવતાર પહેલી વખત પોતાની પત્ની કાલી અને નાની બાળકીને, ખોટી રીતે મેળવેલા પૈસામાંથી ‘હરિશ્ચંદ્ર’ સિનેમા બતાવે છે – એ પ્રસંગનું અહીં નિરૂપણ છે. આખા પ્રસંગ દરમિયાન રામાવતાર ને કાલીની ખુમારી તથા ચોરીના પૈસાથી ‘હરિશ્ચંદ્ર’ ફિલ્મ જોવી કે મેનેજર ચોરીથી પૈસા કમાય તો પોતે પણ એ રીતે કમાય એમાં શું ખોટું એવી સમજ આ બે બાબતોમાં રહેલી વક્રતા કૃતિને કટાક્ષની ધાર આપે છે. જ.