ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચંદા: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
(No difference)
|
Revision as of 06:06, 27 July 2025
ચંદા
રમણલાલ વ. દેસાઈ
ચંદા (રમણલાલ વ. દેસાઈ; ‘પંકજ’, ૧૯૩૫) સરકારી અમલદાર વાર્તાનાયકને ચાંદની રાતે ફરવા જતાં ચંદા સામી મળે છે. એ કૂવે પડવા કરે છે પણ નાયક બચાવી લે છે. સાસુ આવકારે તો જ ઘરમાં આવે એવી જીદ કરતી ચંદા હકીકતે ચંદા નહીં પણ તેનું ભૂત હતું. ચંદાના એ ભૂતને ભેટવા તેનો પતિ કાનો કૂવામાં પડી આલિંગન પામે છે – એવું રંગદર્શી નિરૂપણ કરતી વાર્તા પ્રસ્તારી બની છે. ર.
ચં.