4,481
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) m (added Category:રમણ સોની using HotCat) |

| (5 intermediate revisions by one other user not shown) | |||
| Line 634: | Line 634: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{Center block|width=23em|title='''૬૬.
વિદ્યામંદિરોની પુન:પ્રતિષ્ઠા જરૂરી'''| | |||
{{Poem2Open}} | |||
લક્ષ્મી અને સત્તાએ સરસ્વતીને બંદી બનાવી મૂકી છે, તેમાંથી તેને મુક્ત કરવી જોઈએ. દેવમંદિરોની જેમ વિદ્યામંદિરોની પુન:પ્રતિષ્ઠા થવી જોઈએ અને તેમાં પેટભરુ, ગણતરીબાજ પૂજારીઓને બદલે સાચા આરાધક ભક્તોને પૂજારીની પ્રતિષ્ઠા આપવી જોઈએ. તો જ આપણા સંસ્કારવારસાને બજારભાવે વેચાતો અને નષ્ટ થતો અટકાવી શકીશું અને આપણી સંસ્કારદરિદ્રતાને કાંઈક ઓછી કરી શકીશું. ભાવનાશીલ, નિ:સ્પૃહ અને નિષ્ઠાવાન મૂઠીભર લોકોનો પુરુષાર્થ પણ આપણી વર્તમાન દુર્દશાને સુધારી શકશે. | |||
{{સ-મ||'''હરિવલ્લભ ભાયાણી'''}} | |||
{{સ-મ||'''[‘વિચારવિહાર’ (2000)-માંથી]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૬૭.
કવિ : શબ્દ અને લયની માવજત'''| | |||
{{Poem2Open}} | |||
શબ્દ એક એવો ઘોડો છે જે જરીકમાં પાડી નાખે. ઘણીવાર પ્રશ્ન થાય કે શબ્દ સાથે ક્યાં પનારું પાડ્યું. આના કરતાં કહો કે, સુથાર થયા હોય તો કેવું! પણ પછી થાય છે કે ખુરશીના પાયા બરોબર ન કર્યા હોય તો ગ્રાહક આવીને આપણા માથામાં મારે તોપણ એને અધિકાર છે. વિવેચકો […] છેવટે તો અહિંસક છે. રચનાકારે પોતે જ શબ્દને – શબ્દલયને વફાદારીપૂર્વક એને યોગ્યતમ સ્વરૂપે સ્થાપવો રહ્યો. જમાનાના આશીર્વાદરૂપે જે અનેકવિધ ઉત્તમ કવિતાનો ભાવક તરીકે આનંદ મેળવ્યો છે તેણે ભીતર સર્જકના કાનમાં એટલું જ કહ્યું છે : જોજે હોં, તને વાંચવા પ્રેરાય તેની તારે હાથે વંચના ના થાય. | |||
{{સ-મ||'''ઉમાશંકર જોશી'''}} | |||
{{સ-મ||'''[‘થોડુંક અંગત’, (સંપા. સ્વાતિ જોશી, 1999)-માંથી]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૬૮.
કવિને છંદજ્ઞાન જરૂરી'''| | |||
{{Poem2Open}} | |||
મારી દૃઢ માન્યતા છે કે કવિને છંદોનું જ્ઞાન હોવું જ જોઈએ. કવિતારચનામાં પ્રવેશ કરનારે પંગિળનું જ્ઞાન મેળવી લેવું જોઈએ. એમાં જેની હથોટી પાકી થઈ હોય, લયની સૂઝસમજ સુપેરે આવી ગઈ હોય તે જ અછાંદસ રચના કરી શકે. એની અછાંદસ કૃતિમાં પણ એક પ્રકારનો લય હોય છે. છંદ પર કાબૂ મેળવ્યા વિના અછાંદસ લખવાની ચેષ્ટા કરવી નિરર્થક છે. | |||
{{સ-મ||'''બચુભાઈ રાવત'''}} | |||
{{સ-મ||'''[‘બુધ-સભા’વક્તવ્ય, 1980; ‘કુમાર’, ફેબ્રુઆરી 1998માંથી]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૬૯.
પાઠ્યપુસ્તકની ભાષા'''| | |||
{{Poem2Open}} | |||
પુસ્તકની ભાષા બાબતમાં અનેક સ્થાનિક બોલીઓ અને શબ્દો કરતાં ખેડાયેલી વ્યાકરણશુદ્ધ ભાષા અને વધારેમાં વધારે પ્રચલિત થયેલા શબ્દો વાપરવા જોઈએ. મૌખિક વ્યાખ્યાનમાં શ્રોતાની સગવડ મુખ્ય હોય, પણ પુસ્તકી લખાણમાં લેખક, વાચક અને પુસ્તકનો વિષય – ત્રણેયની અરસપરસ સગવડ જળવાવી જોઈએ. લેખક પોતાની જ સગવડ અને સંતોષની દૃષ્ટિએ લખે તો જેને ગરજ હશે તેટલા જ વાંચશે. પણ લેખક વાચકના હિતાર્થે અને પુસ્તકના વિષયને સારામાં સારી રીતે રજૂ કરવા માટે લખતો હોવાથી એને ભાષાની યોજનામાં કેટલીક મોકળાશ અને સ્વતંત્રતા પણ જોઈએ જ. પણ તે સાથે જ કેળવણીના ક્ષેત્રમાં આવતાં ને તેને માટે જ લખાયેલાં પુસ્તકોમાં ભાષાની જે પ્રકારની યોજના કેળવણી લેનાર માટે યોગ્યમાં યોગ્ય વાહન થઈ શકે એવી હોય તે જ થવી જોઈએ. | |||
{{સ-મ||'''કિશોરલાલ ઘ. મશરૂવાળા'''}} | |||
{{સ-મ||'''[‘સમૂળી ક્રાંતિ’ (1948, પુન: 2007), પૃ. 124]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૭૦.
ફિલ્મ : અભિનેતા અને કેમેરા-ટેકનિક'''| | |||
{{Poem2Open}} | |||
હું જટિલ-વિષમ અસરોને તિરસ્કારું છું. મારો પોતાનો કેમેરા અભિનેતાના હલનચલન માટેની સંયોજકકલાને સવલત આપવા ગોઠવાયો હોય છે. જ્યારે કેમેરા ફ્લોર પર મુકાયેલો હોય અથવા તો અભિનેતાનાં નસકોરાંની આસપાસ ઘૂમતો હોય ત્યારે કેમેરા જ અભિનય કરે છે, અભિનેતા નહિ. કેમેરાએ પરાણે ઘૂસવું ન જોઈએ. કેટલાક વિવેચકો કહે છે કે મારી કેમેરા ટેક્નિક જૂની પ્રણાલી પ્રમાણે છે. અને પલટાતા સમય સાથે હું તાલ મેળવી શક્યો નથી. આ સાંભળી હું આશ્ચર્ય પામું છું. સમય એટલે? મારી ટેક્નિક મારા માટેની વિચારણાનું, મારા પોતાના તર્ક અને અભિગમનું પરિણામ છે. | |||
{{સ-મ||'''ચાર્લી ચૅપ્લીન'''}} | |||
{{સ-મ||'''[‘મારી આત્મકથા’,ચૅપ્લિન, અનુ. રવીન્દ્ર ઠાકોર (2004) પૃ. 145]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૭૧.
સિદ્ધાંત અને વ્યવહાર'''| | |||
{{Poem2Open}} | |||
સિદ્ધાંતચર્ચા અને ગ્રંથવિવેચન વચ્ચે ઝાઝો સંબંધ દેખાતો નથી. સિદ્ધાંતચર્ચામાં સ્વીકારેલાં ગૃહિતો ગ્રંથવિવેચનમાં બાજુએ મૂકી દેવાતાં દેખાય છે. રૂપલક્ષી દૃષ્ટિબિંદુનો સ્વીકાર સિદ્ધાંતલેખે કર્યો હોય પણ કૃતિના વિવેચનમાં રૂપરચના, એનાં ઘટકો, એ ઘટકો વચ્ચેનો અન્વય, ભાષાનો વિનિયોગ – આ મુદ્દાઓ ચર્ચાયા ન હોય એવું જોવા મળે છે, સહેલાઈથી ઓળખાવી દઈ શકાય તેવા છંદ, અલંકારની વાત થાય છે; પણ કાવ્યમાં એ છંદની સાભિપ્રાયતા, કાવ્યમાં એનું function – એ વિશેની ચર્ચા ઝાઝી દેખાતી નથી. | |||
{{સ-મ||'''સુરેશ જોશી'''}} | |||
{{સ-મ||'''[‘અરણ્યરુદન’(1976), પૃ. 3]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૭૨.
વિવેચકની સૌંદર્યનિષ્ઠા'''| | |||
{{Poem2Open}} | |||
સત્યનિષ્ઠા વગરની શુષ્ક બુદ્ધિ, દક્ષતા, ચાલાકી, વકીલના જેવી પટાબાજી એ બધી વસ્તુઓ વ્યવહારમાં ગમે તેટલી ઉપયોગી હોય પણ વિવેચનમાં તો તે વિષવત્ વર્જ્ય ગણવાની છે. કેમકે સચ્ચાઈ વગરની કેવળ બુદ્ધિ એ બહુ ઠગારી વસ્તુ છે. કોઈપણ સાહિત્યકૃતિને સાચો ન્યાય આપવામાં એ ભારે વિઘ્નરૂપ નીવડે છે. ગુણયુક્ત વસ્તુને દોષયુક્ત બતાવવી અને દોષયુક્તને ગુણયુક્ત બતાવવી એ એને મન રમતવાત છે. એવી દક્ષતા માણસને શરૂઆતમાં આકર્ષક પણ થઈ પડે છે. પણ દક્ષતા, ચાલાકી, પટાબાજી એ સઘળી વિવેચનના ધ્યેયથી ચળાવનારી વસ્તુઓ છે. એટલે વિવેચકે જે આદર કરવાનો છે તે એવી ધૂર્તોચિત દક્ષતાનો નહિ પણ નિર્વ્યાજ સચ્ચાઈ અને નિખાલસતાનો. કશો પણ ઢાંકપિછોડો કર્યા વગર, કોઈની પણ બીક કે શરમ રાખ્યા વગર જેવું હોય તેવું કહી નાખવું, એવી પ્રામાણિક નિખાલસતા – એ પ્રકારનું સત્યમય સ્પષ્ટવક્તૃત્વ – નહિ હોય તો વિવેચકમાં બીજી ગમે તેટલી ગુણસંપત્તિ હશે તો પણ તે નકામી નીવડવાની. વિવેચકને આવશ્યક એવા ગુણો તો અનેક ગણાવી શકાય એમ છે, પણ એ સઘળામાં અનિવાર્ય અગત્યના એવા બે જ છે : સૌંદર્યનિષ્ઠા અને સત્યનિષ્ઠા. | |||
{{સ-મ||'''વિશ્વનાથ ભટ્ટ'''}} | |||
{{સ-મ||'''[‘સાહિત્યસમીક્ષા’(1937; ત્રીજી આ. 1984), પૃ. 21-22]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૭૩.
યુનિવસિર્ટીમાંથી લેખકો મળે છે?'''| | |||
{{Poem2Open}} | |||
પચાસ વર્ષથી આપણા ઇલાકામાં યુનિવ્હસિર્ટી સ્થપાઈ છે, અને પ્રત્યેક વર્ષે સંખ્યાબંધ ગ્રેજ્યુએટો તૈયાર થાય છે. તેઓ પોતે માંહ્યોમાંહ્ય ગુજરાતી દ્વારા પોતાના વિચાર સરખાવે, તો એમનું પોતાનું જ્ઞાન પણ વધારે ચોક્કસ, સ્પષ્ટ, તેજસ્વી અને અંતરમાં સુપ્રતિષ્ઠિત અને અનુસ્યૂત ન થાય? આપણે ‘યુનિવ્હસિર્ટીમાં વ્હર્નાક્યુલર દાખલ કરો’ એમ ઉચ્ચ અવાજે માગણી કરીએ છીએ, પણ એ વિષયમાં આપણું પોતાનું જ કર્તવ્ય આપણે પોતે કેટલું થોડું કરીએ છીએ! મ્હોટા ગ્રંથો લખવાની સર્વની શક્તિ ન હોય, પણ એક ગુજરાતી માસિક વાંચવાની, એમાં લખવાની, સુધારવાની, અને સર્વ રીતે સારી સ્થિતિમાં મૂકવાની પણ કૃપા ન કરીએ? બંગાળી ભાષાનું સાહિત્ય કેવું વિશાળ છે એ સર્વના જાણવામાં છે, તમિલ ભાષામાં તો જૂના વખતથી જ મોટું સાહિત્ય છે અને મરાઠી માસિકના એક તંત્રી અમને જણાવે છે કે લગભગ સો ગ્રેજ્યુએટોએ એમના પત્રમાં લખવાનું કબૂલ કર્યું છે. ત્યારે શું ગુજરાત જ સ્વકર્તવ્ય કરવામાં પાછળ રહેશે? ‘નહિ રહે’ એમ ઉત્તર દેવો અમારા હાથમાં નથી. એ ઉત્તર ગુજરાતે જ દેવો જોઈએ, અને તે માત્ર મુખ થકી નહિ, પણ કૃતિ દ્વારા દેવો જોઈએ. | |||
{{સ-મ||'''આનંદશંકર ધ્રુવ'''}} | |||
{{સ-મ||'''[‘વસંત’, વર્ષ 1 અંક 1 : 1913]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૭૪.
વિવેચકનું પોતાનું સાહિત્યશાસ્ત્ર?'''| | |||
{{Poem2Open}} | |||
સહેજે પ્રશ્ન થાય કે, વિવેચકે પોતાનો સાહિત્યવિચાર સ્પષ્ટ કરવો જોઈએ કે નહિ? જો કે જુદી જુદી શૈલીની અસંખ્ય કૃતિઓ જોડે તેણે કામ પાડ્યું હશે, તો તેની રુચિઓ પસંદગીઓ કે અગ્રિમતાઓ તરત પ્રત્યક્ષ થઈ જશે. તેણે કૃતિવિવેચનમાં કયાં પાસાંઓ પર ભાર મૂક્યો છે કયાં કયાં મૂલ્યો પુરસ્કાર્યાં છે, તેનો અંદાજ પણ મળી જશે; અને, લાંબા સમયની વિવેચન-પ્રવૃત્તિમાંથી તેના આગવા સુસંગત વિચારો કે વિચારસરણી જેવું પણ શોધી આપી શકાશે. પણ, પોતા પૂરતું તેણે સાહિત્યશાસ્ત્ર ઊભું કરી લેવું આવશ્યક છે ખરું? કેમકે, સાહિત્યશાસ્ત્ર રચવાનો પ્રયત્ન કરવો, એટલે જ સ્વતંત્ર સુસંગત વિચારોનું તંત્ર ઊભું કરવું. અને, આવું તંત્ર અમુક રીતે પરિબદ્ધ બની જતું હોય છે. | |||
{{સ-મ||'''પ્રમોદકુમાર પટેલ '''}} | |||
{{સ-મ||'''[‘વિવેચનની ભૂમિકા’(1990), પૃ. 48]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૭૫.
વિવેચન કેવળ ભાવકલક્ષી?'''| | |||
{{Poem2Open}} | |||
વિવેચના, જોવા જઈએ તો, વિવેચક અને કૃતિ વચ્ચેનો વાર્તાલાપ છે. ભાવક બાજુમાં બેઠોબેઠો એ સાંભળે. વિવેચક કોઈકોઈ વાર ભાવક તરફ મોં ફેરવીને બોલે તો ભલે એમ થાય. વિવેચના માત્ર ભાવકને નજરમાં રાખીને ન થવી જોઈએ. આવી વિવેચનાઓ મોટેભાગે અધ્યાપકો અને પત્રકારોને હાથે લખાતી હોય છે. ભાવકની યોગ્યાયોગ્યતાનો વિચાર કરીને કૃતિની મૂલવણી ત્યાં થતી હોય છે! આવી પરિસ્થિતિમાં ‘વિદ્યાર્થીઓને ઉપયોગી’ સમીક્ષાનાં પુસ્તકો ઢગલાબંધ બહાર પડતાં હોય છે. આવાં પુસ્તકોમાં કૃતિ નહિ, પણ વિવેચનાના બહાના હેઠળ અધ્યાપક જ ડોકાયા કરતો હોય છે. કૃતિની અમુક જ – પરીક્ષામાં ખપ લાગે તેવી? – બાજુને એ સ્પર્શે છે. એટલે વિવેચનાની સમગ્રતા આવાં લખાણોમાં જોખમાતી હોય છે. કૃતિના અટપટા માર્ગોમાં ઘૂમી વળવાની તકો ભાવકની દયા ખાઈને આ ‘વિવેચક’ જતી કરતો હોય છે! વિવેચકની જવાબદારી ભાવક પ્રત્યે છે, પણ તે પ્રકારની નહિ. સૌંદર્ય જોવામાં મજા છે તો સૌંદર્ય બતાવવામાં ઓછી મજા નથી, એવો અનુભવ વિવેચકનો હોય. તાટસ્થ્ય અને તાદાત્મ્ય – બંનેનો સ્વાદ એમાં ભળે છે. | |||
{{સ-મ||'''અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ '''}} | |||
{{સ-મ||'''[‘પૂર્વાપર’,(1976), પૃ. 25]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૭૬.
સમીક્ષકની સજ્જતા'''| | |||
{{Poem2Open}} | |||
સાહિત્યસમીક્ષાનું મુખ્ય ઉત્પાદક બળ તો સાહિત્યનો આનંદ જ છે. જેને એ નથી તેણે આ પ્રવૃત્તિની ચેષ્ટા ન કરવી જોઈએ. પણ આનંદ માત્ર બસ નથી. કવિઓ જન્મે છે, બનતા નથી, એમ મનાય છે. પણ કવિઓને પણ અભ્યાસ આવશ્યક હોય છે, તો સમીક્ષકની તો મૂળ પ્રવૃત્તિ જ અભ્યાસની અને મીમાંસાની છે. વિજ્ઞાન, ઇતિહાસ જેવા વિષયનાં પુસ્તકોની સમીક્ષા માટે તે તે વિષયનું અદ્યતન જ્ઞાન સમીક્ષકને હોવું જોઈએ […] સમીક્ષકને સાહિત્યના સર્વ પ્રકારોની જાણ હોવી જોઈએ. તે વિના તે નવી કૃતિનો અર્થ અને તેનું તાત્પર્ય પૂરેપૂરું સમજી ન શકે. તેમ જ તેણે જુદાજુદા દેશોનાં સાહિત્યોનો અને વિવેચનવ્યાપારનો પરિચય રાખવો જોઈએ. સર્જકને માત્ર એક દેશનું પ્રભુત્વ બસ થાય, વિવેચકને કદી નહિ. વિવેચકનો જ્ઞાનપ્રદેશ ફિલસૂફી જેટલો વિવિધ અને વ્યાપક હોવો જોઈએ. વિવેચના એક રીતે ફિલસૂફીની પ્રવૃત્તિ છે. | |||
{{સ-મ||'''રામનારાયણ પાઠક'''}} | |||
{{સ-મ||'''[‘સાહિત્યાલોક’(1954)-માંથી]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૭૭.
ઉત્તમતાનું ધોરણ'''| | |||
{{Poem2Open}} | |||
‘નવનીત-સમર્પણ’નું સંપાદન મેં 1966-2000 સુધી સંભાળ્યું હશે. દરમિયાન છાપવા માટે આવેલી ઘણી મેટર વાંચી હશે. પરંતુ હું એવું શીખ્યો કે વાંચીને ભૂલી જવું. દરેક એડિટરને કચરો વાંચીને ભૂલી જવાનું આવડતું હોય છે. છતાં સારું વાંચીને યાદ રાખ્યું છે. દરરોજ એટલો બધો કચરો વાંચ્યો હોય! – તમે વાચક હો તો અધૂરેથી છોડી દઈ શકો – પરંતુ એડિટરે તો પૂરું વાંચવું જ પડે. એટલે નરસું ભૂલવા માટે પણ ઉત્તમ વાચનની જરૂર પડતી. વળી, ગુજરાતીના ઉત્તમ લેખકો અને વિશ્વના ઉત્તમ લેખકો વચ્ચેનો ભેદ રાખવો પડે. વિશ્વના ઉત્તમ લેખકોની પડછે ગુજરાતના ઉત્તમ લેખકને ભૂલવા પણ પડે. | |||
{{સ-મ||'''ઘનશ્યામ દેસાઈ'''}} | |||
{{સ-મ||'''[એક ઈન્ટરવ્યૂ, 2006; ‘બંધ બારણાં’(વાર્તાસંગ્રહ, 2014)]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૭૮.
સર્જકનો ક્રીડાવ્યાપાર'''| | |||
{{Poem2Open}} | |||
સર્જનાત્મક લેખનમાં વ્યવહારના અનુભવથી જુદો અનુભવ છે. અહીં અનુભવ પહોંચાડવાનો કે સંક્રમિત કરવાનો નથી. અહીં અનુભવ કરાવવાનો છે. સંવેદન પહોંચાડવાનું નથી, સંવેદન જગાડવાનું છે. લેખન, આ માટે, કશાકને સ્વરૂપમાં લાવવા (en-forming) માટે ક્રિયારત અને ક્રીડારત બને છે. લેખનના આ ક્રિયાવ્યાપારને કે ક્રીડાવ્યાપારને આચાર્ય કુન્તકે ‘પરિસ્પન્દ’થી ઓળખાવ્યો છે, જગન્નાથે રમણીય અર્થકરણથી અને આનંદવર્ધને ધ્વનનથી ઓળખાવ્યો છે. શબ્દ શબ્દ વચ્ચે, શબ્દ અને અર્થ વચ્ચે, વાક્યાંતર્ગત સીમા અને આન્તરવાક્ય સીમાઓ વચ્ચે જે ગતિશીલતા કે ઊર્જા જન્મે છે એને કારણે લેખનમાં શબ્દ અને અર્થ નિશ્ચિત રૂપમાં સ્થિર રહી શકે તેમ હોતા નથી. શબ્દ અને અર્થ બંને બહુગામી, બહુઅર્થી અને બહુપરિમાણી કલેવર લઈને સામે આવે છે. | |||
{{સ-મ||'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}} | |||
{{સ-મ||'''[‘રમણીય સંક્રમણ’(2014), પૃ. 11]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૭૯.
ઊંચી કવિતાનું ટકાઉપણું'''| | |||
{{Poem2Open}} | |||
ઊંચી કવિતા તો ટકાઉ હોય ભાવઘનતાએ, સાધારણીકરણે (by generalisation), ઉચ્ચીકરણે (by sublimation); અર્થાન્તરન્યાસ સૂચન અને ધ્વનિએ ફરી ફરી ચાખતાં જુદા જુદા સ્વાદ ચખાડી શકે, પ્રથમ કરતાં પછીનાં વાચનો દરમિયાન રસિક લાગે, અનેક વાચને કિમપિ પ્રિય વસ્તુ બની જાય; પ્રથમ દર્શને દુર્બોધ, ત્રુટક કે વિસંવાદી રહી ગયા હોય એવા અંશો ભાવોમિર્ કલ્પનાભાવનાના ગોંફમાં પોતપોતાનું સ્થાન મેળવી લે, એની કલાનો ચમત્કાર સમય જતો જાય તેમ તેમ વધારે વિસ્મય ઉપજાવતો બને. સારી કવિતા તો લાંબા સમય લગી એકસરખી તેજસ્વી રહે તે જ, ત્યારે પ્રાસંગિક રચનાઓ તો થોડા સમયમાં ફૂલોની જેમ વાસી થઈ જાય છે. | |||
{{સ-મ||'''બલવંતરાય ઠાકોર'''}} | |||
{{સ-મ||'''[‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’,(1943), પૃ. 103]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૮૦.
અસાહિત્યિક લોકો'''| | |||
{{Poem2Open}} | |||
આમ વિચારવાથી અસાહિત્યિક લોકોનો એક આખોય વર્ગ ઊપસી આવે છે. એ ઘણા છે, સાહિત્યિક લોકો ઓછા છે. એ અસાહિત્યિક લોકોમાં નીચેનાં લક્ષણો હોય છે. એક, એ લોકોને એક જ વાર એક પુસ્તક વાંચવું પૂરતું છે. એનો ઉપયોગ થઈ રહે એ નકામું છે. બીજું, તેમને માટે વાંચવું એ સમય ગાળવાની ન છૂટકાની પ્રવૃત્તિ છે. ત્રીજું, તેમનો કોઈ કૃતિ સાથેનો પહેલો પરિચય એ કોઈ પણ રીતે પરિણામજનક ઘટના નથી. જ્યારે સાચા સાહિત્યિક માણસ માટે એ પ્રેમ કે ધર્મ કે શોક જેવી મૂલગામી અસર થઈ પડે છે. ચોથું, એમને મન વાચન એ સતત સાન્નિધ્યવાળી પ્રવૃત્તિ નથી. […] તે લોકો માત્ર આંખથી જ વાંચે છે, તેમની પાસે લય અને શબ્દ માટે કાન નથી. એથી એ વર્ગ શૈલી વિશે તદ્દન નિરુત્સાહી હોય છે. | |||
{{સ-મ||'''દિગીશ મહેતા'''}} | |||
{{સ-મ||'''[‘પરિધિ’(1976), પૃ. 110]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૮૧.
કળા અને શાસ્ત્ર'''| | |||
{{Poem2Open}} | |||
વિજ્ઞાન આપણા વિચારોમાં વ્યવસ્થા આણે છે. નીતિ આપણાં કાર્યોમાં પાયાની હેતુલક્ષિતા લાવે છે, જ્યારે કળા આ વિશ્વની દૃષ્ટિગોચર, સ્પર્શગોચર અને શ્રુતિગોચર ઘટનાઓના જ્ઞાનગ્રહણમાં સંવાદ સ્થાપી આપે છે. પણ આ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓની મૂળભૂત ભિન્નતા ઓળખી લેવાની બાબતમાં તેમ જ એવી ભિન્નતાનો પૂરો સ્વીકાર કરવાની બાબતમાં સૌંદર્યમીમાંસા ખરેખર જ બિલકુલ મંદ રહી છે. પણ, સૌંદર્યતત્ત્વ વિષે અધ્યાત્મશાસ્ત્રીય રૂપની તાત્ત્વિક ખોજ ન કરતાં તેના પ્રત્યક્ષ અનુભવનું જ જો આપણે વિશ્લેષણ કરીએ તો એ વાત આપણી ધ્યાન બહાર ન રહી જાય. આપણે કળાની એક પ્રતીકાત્મક ભાષા લેખે વ્યાખ્યા કરી શકીએ. પણ એ રીતની વ્યાખ્યાથી તો સર્વસાધારણ જાતિ (genus)નો જ ખ્યાલ સૂચવાય, કળાના વિશિષ્ટ સ્વરૂપનો ખ્યાલ એમાંથી મળતો નથી. આધુનિક કળામીમાંસામાં આ પ્રકારની સર્વસાધારણ જાતિ વિષે ચર્ચાવિચારણા કરવાને એટલો ઉત્સાહ પ્રવર્તે છે કે એને કારણે કળાનાં વિશિષ્ટ એવાં તત્ત્વો જે એમાં ઢંકાઈ જતાં હોય કે મૂળથી જ તેનો છેદ ઊડી જતો હોય એવો ભય લાગે છે. | |||
{{સ-મ||'''અર્નેસ્ટ કાસિરર'''}} | |||
{{સ-મ||'''[અનુ. પ્રમોદકુમાર પટેલ, ‘તત્ત્વસંદર્ભ’(1999), પૃ. 45]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૮૨.
લોકસાહિત્ય અને પ્રત્યાયનનાં માધ્યમ'''| | |||
{{Poem2Open}} | |||
કંઠસ્થ અને લિપિબદ્ધ બંને સંસ્કૃતિઓનો આંતર્-સંબંધ, લોકવાઙ્મયને સમજવા માટે જરૂરી છે. પૃથ્વી પરની સમગ્ર માનવચેતનાએ જાણે પાસું બદલ્યું હજી થોડીક સદીઓ પહેલાં. પ્રત્યાયનમાં સમૂહમાધ્યમો આવ્યાં, લેખન, મુદ્રણ, આધુનિક ઈલેકટ્રોનિક માધ્યમો. એ માત્ર બહારના જ ફેરફારો નથી. માનવની ભીતર, એની આંતર્ચેતના પર પણ, આની અસરો થઈ છે. આ કાંઈ સમાચારોનું ને વિગતોનું માત્ર સ્થળાન્તર કરતી વસ્તુઓ નથી, પણ એ જે સામગ્રીને ધારણ કરે તેનાં સ્વરૂપો પણ બદલે એવાં વાહનો છે. ચિત્તનો વેગ વધી ગયો છે. શબ્દનાં તકનિકી રૂપાન્તરો થયાં – લિપિ કે લેખનથી માંડીને કોમ્પ્યુટર પ્રિન્ટ આઉટ સુધીનાં – એણે ચિત્તને ઝંઝેડી નાખ્યું છે. | |||
{{સ-મ||'''કનુભાઈ જાની'''}} | |||
{{સ-મ||'''[‘લોકવાઙ્મય’(1992), પૃ. 78-79]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૮૩.
બહુસંસ્કૃતિવાદ'''| | |||
{{Poem2Open}} | |||
‘બહુસંસ્કૃતિવાદ’ સંજ્ઞા સાહિત્યક્ષેત્રમાં નહીં, પણ શિક્ષણક્ષેત્રમાં ઉદ્ભવી છે; અને સાહિત્યક્ષેત્રમાં પહોંચી છે. આમ તો એ અમેરિકાના એક આંદોલનની સોગાદ છે; જેમાં એવી ધારણા કરવામાં આવી છે કે પારંપરિક મુખ્યપ્રવાહની સંસ્કૃતિએ હંમેશાં લઘુમતી જૂથોના અને જાતીયજૂથોના સાહિત્યપ્રદાનની ઉપેક્ષા કરી છે. અનેક પ્રકારની વાનગીઓ, સંગીત, નૃત્ય, વ્યવહારમાં બોલાતા કેટલાક શબ્દો, સમૂહમાધ્યમોની શ્રેણીઓ – આ બધામાં મુખ્યપ્રવાહથી ઈતર અનેક ગૌણ પ્રવાહો દાખલ થયા છે, તો સાહિત્યક્ષેત્રમાં એની કેમ ઉપેક્ષા થઈ રહી છે. આ શૈક્ષણિક આંદોલન માને છે કે લઘુમતી જૂથો અને જાતીય કે વંશીય જૂથો જો એમની પોતાની સંસ્કૃતિઓનો અભ્યાસ કરે તો એમના આત્મગૌરવમાં વધારો થાય. આ કારણે બહુસંસ્કૃતિવાદનું આંદોલન સાહિત્યના મુખ્યપ્રવાહમાં લઘુમતી અને વંશીય સાહિત્યનો સમાવેશ ઇચ્છે છે. ટૂંકમાં સાહિત્યના મુખ્ય પ્રવાહને વિસ્તારવાની એમાં નેમ છે. બહુસંસ્કૃતિવાદ સાંસ્કૃતિક બહુવિધતાનો ઉત્સવ છે. | |||
{{સ-મ||'''ચન્દ્રકાન્ત ટોપીવાળા'''}} | |||
{{સ-મ||'''[‘રમણીય સંક્રમણ’ (2014), પૃ. 43]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૮૪.
જ્ઞાનનો સમન્વય'''| | |||
{{Poem2Open}} | |||
આપણું વિવેચનસાહિત્ય પોતાના વિષયને સ્ફુટ કરવાને વધારે વિશાલ અને ઊંડી દૃષ્ટિથી જોવાનો પ્રયત્ન કરતું જાય છે. અંગ્રેજી દ્વારા ઉપલબ્ધ થતું બીજી મહાપ્રજાઓનું સાહિત્ય જોઈને તેની દૃષ્ટિ વિશાલ બને છે અને તત્ત્વજ્ઞાન જોઈને ઊંડી બને છે. આમ થવામાં કંઈક સંસ્કૃત સાહિત્યની ઉપેક્ષા થતી જણાય છે. પશ્ચિમનું વિવેચનસાહિત્ય જેમ લાંબા ઇતિહાસ ઉપર પ્રતિષ્ઠિત થયું છે, તેમ આપણું પણ આપણા પ્રાચીન ઇતિહાસ ઉપર પ્રતિષ્ઠિત થવું જોઈએ. પશ્ચિમના વિચારોનો તેણે સંપૂર્ણ લાભ લેવો જોઈએ પણ તેની સાથે પોતાના ઇતિહાસનો પણ અભ્યાસ કરવો જોઈએ. આમ નથી થતું તેનું કારણ એ છે કે આપણા શિક્ષિતો આપણા વિવેચન કરતાં પશ્ચિમના વિવેચનનો ઇતિહાસ વધુ જાણે છે. આપણા કાવ્યશાસ્ત્રના ગ્રંથોના કેટલાક વિચારો ઘણા જ તાજા અને સ્વતંત્ર વિચારપદ્ધતિને ગતિ આપે તેવા છે, આપણે તેનો અભ્યાસ નહીં કરીએ ત્યાં સુધી આપણું વિવેચન માત્ર પશ્ચિમના બદલાતા વિચારોના પડઘા રહેશે અને આપણો અભ્યાસ આપણા ભૂતકાળમાં મૂળ ઘાલી કદી સ્વતંત્ર રીતે વધશે નહીં. | |||
{{સ-મ||'''રામનારાયણ પાઠક'''}} | |||
{{સ-મ||'''[‘રા. વિ. પાઠક ગ્રંથાવલિ : 4’ (1991)માંથી]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૮૫.
સાહિત્યમૂલ્ય'''| | |||
{{Poem2Open}} | |||
જીવનમાં સ્વીકારેલાં મૂલ્યોની માવજત કરાવવા સાહિત્ય પાસે જઈએ તો મને લાગે છે કે, અવળો પંથ ગ્રહણ કરવા જેવું છે. સાહિત્ય અને જીવનના સંબંધ પરથી જ આ વસ્તુ સ્ફુટ કરવા પ્રયત્ન કરું. રામનારાયણ પાઠકે જીવન અને સાહિત્યના સંબંધની વાત કરતાં જીવનને વૃક્ષ અને સાહિત્યને વૃક્ષ પર આવેલા ફૂલ સાથે સરખાવ્યાનું મને યાદ છે. એમાંથી એક વસ્તુ એ ફલિત થાય છે કે જીવનમાં જેવા રસકસ એવું એનું સાહિત્ય. પણ આ સાદશ્ય જરા આગળ લંબાવીને કહું કે એ પણ એટલું જ સાચું કે વૃક્ષમાં પૂરેલા ખાતરની ગંધ અને પુષ્પની ગંધ એકસરખી નહિ પણ તદ્દન ભિન્ન હોય છે. અનેક ક્રિયા-પ્રતિક્રિયાઓમાં એનું પરિવર્તન (transformation) થતું હોય છે. જીવન પર સાહિત્ય આધારિત છે એ વાત સાચી છે પણ એ જીવન જ્યારે સાહિત્યમાં આવે છે ત્યારે એનું સીધેસીધું પ્રતિબંબિ સાહિત્યમાં પડતું નથી, પણ આવું પરિવર્તન પામીને એ સાહિત્યમાં આવે છે. સાહિત્યનાં મૂલ્યો, પરિણામે જીવનનાં સ્વીકૃત મૂલ્યોથી ભિન્ન હોય છે. | |||
{{સ-મ||'''અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ'''}} | |||
{{સ-મ||'''[‘અન્વીક્ષા’(1970), પૃ. 25]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૮૬.
સાચો સર્ગવિધિ'''| | |||
{{Poem2Open}} | |||
ભાવક, કાવ્યકૃતિ, વાસ્તવ, ભાષા, કવિ – એ સર્વ ઘટકો વચ્ચેની પારસ્પરિકતાનું સૂચન કાલિદાસ વાગર્થને પાર્વતીપરમેશ્વરનું ઉપમાન બનાવતી પેલી વિખ્યાત અલંકાર-સંરચના વડે કરે છે. કવિ દર્શાવે છે તેમ વાણી અને અર્થ અસમ્પૃક્ત તો છે જ, પણ એમની એ સહિતતા પાર્વતી અને પરમેશ્વરની સહિતતા જેમ, પરસ્પર એવી પ્રભાવક છે કે એમાંથી અર્ધનારીશ્વરનું, વાગર્થનું, કાવ્યનું અપૂર્વ રૂપ પ્રગટ થાય છે. ભાવક, કૃતિ, વાસ્તવ, ભાષા અને કવિ, એ પ્રત્યેકનું એક કાવ્યબાહ્ય આદિ રૂપ હોય છે. એ પ્રત્યેકનું ભવ-સ્વરૂપ છે. આ ‘ભવ’, આ હોવાપણું એક સ્થગિત બિન્દુ બની રહે, તો કશું સર્જન સમ્ભવે નહીં. સર્જનની શક્યતા ‘ભવ’માં નહીં, ‘ભવાન્તર’માં છે. વાસ્તવથી ભાવક સુધીના પ્રત્યેક ઘટકનું ‘ભવ’-ત્વ જ્યારે પોતાનું અને પરસ્પર ‘ભવાન્તર’ કરી શકે ત્યારે જ સાહિત્યનો સાચો સર્ગવિધિ શક્ય બને. | |||
{{સ-મ||'''સિતાંશુ યશશ્ચંદ્ર'''}} | |||
{{સ-મ||'''[‘અસ્યા: સર્ગવિધૌ’(2002), પૃ. 138]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૮૭.
નાટકની સમસ્યા : સમસ્યાપ્રધાન નાટક'''| | |||
{{Poem2Open}} | |||
પ્રશ્નનિર્ભર નાટકો (વિચારબંધ પણ આધારિત નાટકો) તો અમુક અંદાજી સમીકરણો છે. નાટક એ વિચારો રજૂ કરવાનું તૈયાર ઘટક નથી, જ્યારે વિચારસરણીઓનું વાહન બનવાનો એ પ્રયત્ન કરે છે ત્યારે બીજું કંઈ નહિ પણ એને તે વિકૃત તો કરી મૂકે જ છે – તેનું વરવું સરલીકરણ તે કરી નાખે છે. એ વિચારધારાને તે સાવ પ્રાથમિક રૂપની કરી નાખીને તેને વણસાડી મૂકે છે. એ વિચારસરણી સરળ નિર્દોષ રૂપમાં સંભવે છે, પણ તે એના ખરાબ અર્થમાં, વિચારસરણીઓ પર નિર્ભર બધાં જ નાટકો ‘પ્રાદેશિક’ બની જાય એવું જોખમ ધરાવે છે. નાટ્યગૃહને જો તત્ત્વજ્ઞાન, રાજ્યશાસ્ત્ર કે વિતંડાવાદના પુનર્કથન પૂરતું જ સીમિત કરી દેવામાં આવે તો, આવા ઉપયોગ સિવાય નાટ્યગૃહનું સાચું કાર્ય શું હોઈ શકે? મનોવૈજ્ઞાનિક નાટક, પૂરતું મનોવૈજ્ઞાનિક હોતું નથી. મનોવૈજ્ઞાનિક સત્ય જ્ઞાન માટે તો મનોવિજ્ઞાનનું પ્રકરણ જ વાંચી લઈ શકાય. આ કે તે રાજકીય વિચારસરણીને નાટક રૂપે રજૂ થતી જોવા કરતાં હું મારું હંમેશનું વર્તમાનપત્ર વાંચવાનું પસંદ કરું કે મારી પસંદગીના રાજકીય ઉમેદવારના ભાષણને હું સાંભળી લઉં. | |||
{{સ-મ||'''યુજિન આયોનેસ્કો'''}} | |||
{{સ-મ||'''[અનુ. પ્રમોદકુમાર પટેલ, ‘તત્ત્વસંદર્ભ’ (1999), પૃ. 199]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૮૯.
નારીવાદી કૃતિ એટલે?'''| | |||
{{Poem2Open}} | |||
સાહિત્યમાં નારીવાદ એટલે શું અથવા તો નારીવાદી કૃતિની વિભાવના શી એ અંગે સંદિગ્ધતાને કોઈ અવકાશ ન રહેવો જોઈએ. સ્ત્રીને કેન્દ્રમાં રાખી લખાયેલી કૃતિ કે સ્ત્રીને મુખે રજૂ થયેલી કથા નારીવાદી ગણાઈ જાય એવી સંભાવના રહે જ છે. સ્ત્રીની વ્યથાકથા હોય, અથવા આત્મકથારૂપે રજૂ થયેલી કથા હોય તેથી કૃતિ આપોઆપ નારીવાદી બની જતી નથી. લૈંગિક ભેદને કારણે સ્ત્રીને કોઈ અન્યાય કે અત્યાચારના ભોગ બનવું પડે કે એનો દરજ્જો નીચો ગણાય તો એ નારીવાદી વિષયવસ્તુ બની શકે. આમ ઘણીવાર કેટલીક કૃતિઓ ઉપરછલ્લી રીતે નારીવાદી લાગતી હોવા છતાં, જો સ્ત્રીપાત્રને ખસેડીને એને સ્થાને પુરુષપાત્ર ગોઠવી દેવામાં આવે, અને તોયે સ્થિતિ યથાવત્ રહેતી જણાય તો એ વાસ્તવમાં નારીવાદી કૃતિ નથી. વળી ક્યારેક કૃતિમાં નારીવાદી ઝોક હોય છે કે અંશત: નારીવાદી વળાંક હોય છે, પણ કૃતિ સાદ્યંત નારીવાદી નથી હોતી. | |||
{{સ-મ||'''હિમાંશી શેલત'''}} | |||
{{સ-મ||'''[‘આધુનિકોત્તર સાહિત્ય’ (2006) સંપા. સુધા પંડ્યા -માંથી]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૯૦.
શબ્દમહિમા'''| | |||
{{Poem2Open}} | |||
હું માનું છું કે કોઈપણ ભાષાના ધોવાણની શરૂઆત એના શબ્દભંડોળથી થતી હોય છે. સૌ પહેલાં ભાષકો પોતાની પાસે હોય એવા શબ્દોને પણ પડતા મૂકીને એની જગ્યાએ પરભાષાના શબ્દો વાપરવા માંડતા હોય છે. કેમ કે એ ભાષાના શબ્દો સાથે એક ચોક્કસ પ્રકારની કહી શકાય એવી સામાજિક પ્રતિષ્ઠા જોડાયેલી હોય છે. હકીકત એ છે કે એ પ્રતિષ્ઠા ભાષાની સંરચનાનો એક ભાગ નથી હોતી. એ પ્રતિષ્ઠા તો ભાષકોએ પોતે જ જે તે ભાષાને આપેલી હોય છે. કોઈ પણ ભાષા સંરચનાના સ્તરે બીજી ભાષાથી ચડિયાતી કે ઊતરતી નથી હોતી. પણ ભાષક જો bilingual [દ્વિભાષી] હોય તો ઓછી પ્રતિષ્ઠાવાળી ભાષાને બદલે વધુ પ્રતિષ્ઠાવાળી ભાષા વાપરવાનો પ્રયાસ કરતો હોય છે. ગુજરાતીમાં પણ કંઈક એવું બન્યું છે. […] એટલે આપણે એટલું તો ચોક્કસ કહી શકીએ કે એ પ્રક્રિયાનો પ્રભાવ આપણી ભાષાના અસ્તિત્વ પર પણ પડવાનો. | |||
{{સ-મ||'''બાબુ સુથાર'''}} | |||
{{સ-મ||'''[‘સંધિ’-35, જુલાઈ-સપ્ટેમ્બર, 2015]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૯૧.
વિવેચન – સિદ્ધાંત અને પ્રત્યક્ષ'''| | |||
{{Poem2Open}} | |||
સિદ્ધાંતનો જ્યારે પ્રત્યક્ષમાં વિનિયોગ કરવાનો આવે ત્યારે વિવેચકની સમજનું પ્રવર્તન સૌથી વધુ સક્રિય રીતે થતું હોય છે. સાહિત્યકૃતિ કે સાહિત્યસ્વરૂપના વિશેષો અને કાર્યશીલતાની એક વ્યાપક અભિધારણા રૂપે જે સિદ્ધાંત રચાયો હોય છે એ હવે, સમય અને સ્થળના જુદા સંદર્ભોમાં, કૃતિનાં સૌંદર્યઘટકોને ગ્રહવા-ઓળખવાની દિશા તરફ – એટલે કે સર્વસામાન્યથી વિશેષ તરફ – ગતિ કરે છે. એ રીતે, જેને તર્કની ભૂમિકાએ વિવેચક સમજ્યો ને પામ્યો હતો એ સિદ્ધાંતને હવે તેણે કૃતિમાં રસકીય ભૂમિકાએ સમજવાનો, પ્રતીત કરવાનો થાય છે. બંને તબક્કે એક વિશેષ સમજનું પ્રવર્તન હોય છે. સિદ્ધાંતની વિનિયોગક્ષમતા જ્યાં સુધી વિવેચકચિત્તમાં ઝિલાય નહીં ત્યાં સુધી તેને એ કૃતિવિવેચનમાં ઔચિત્યપૂર્વક યોજી શકતો નથી. એટલે, વિવેચક ક્યારેક સિદ્ધાંતના ચોકઠામાં કૃતિનાં ઘટકોને ગાણિતિક રીતે ગોઠવી દેવાની અજમાયશો કરતો હોય છે ત્યારે કૃતિનું ભાવન થતું નથી – એનો એક કોષ્ટકબદ્ધ આલેખ મળે છે. | |||
{{સ-મ||'''રમણ સોની'''}} | |||
{{સ-મ||'''[‘ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે’(2013)]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૯૨.
ગદ્ય અને કવિતા વચ્ચે ભેદ'''| | |||
{{Poem2Open}} | |||
ગદ્ય અંગે વિચારવાનું પ્રાપ્ત થાય ત્યારે, પ્રથમ, એનું કવિતાથી ભિન્ન રૂપ સ્પષ્ટ કરવાનું અનિવાર્ય બને છે. ગદ્ય અને કવિતા વચ્ચે પહેલી નજરે ચડી આવતી પ્રથમ ભિન્નતા એ બંનેના બહિશિર્લ્પને લગતી છે. કવિતા એ અભિવ્યક્તિની એક એવી રીતિ છે, જે તંતોતંત નિયમિત પરિમાણ (measure)થી નિબદ્ધ હોય છે, છંદના નિયમિત નિબદ્ધ લયને વશ હોય છે; જ્યારે ગદ્ય એ અભિવ્યક્તિની એવી રીતિ છે, જે પરિમાણના નિયમિત, નિબદ્ધ લયનો છેદ ઉરાડી શક્ય એટલી વિવિધ લયછટા પ્રગટ કરવા મથે છે.પરંતુ, નિયમિત નિબદ્ધ લયને વશ થતી અભિવ્યક્તિ એ પદ્ય છે, અને પદ્ય એ હંમેશાં કવિતા હોય જ એવું નથી. | |||
{{સ-મ||'''નટવરસિંહ પરમાર'''}} | |||
{{સ-મ||'''[‘પ્રબોધકાળનું ગદ્ય’(1991) માંથી]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૯૩.
પ્રતિબદ્ધ સાહિત્ય'''| | |||
{{Poem2Open}} | |||
પ્રતિબદ્ધતા સામાન્ય રીતે સમાજ પ્રત્યેના દાયિત્વનો ભાવ, એક જવાબદારીનો ભાવ પ્રકટ કરે છે. સમાજ એટલે અહીં કચડાયેલો, પીડાયેલો, સર્વહારા વર્ગ. પ્રતિબદ્ધ સાહિત્યનું પ્રયોજન આ વર્ગની વેદનાને, એના જીવનની સમસ્યાઓને, એ સમાજની વિષમતાઓને રેખાંકિત કરવાનું કહેવાય. પ્રતિબદ્ધ સાહિત્યકાર માટે સાહિત્ય એક સાધન, એક માધ્યમ છે; એક રીતે પ્રચારનું માધ્યમ બને છે. સાધ્ય તો સામાન્ય જનનું હિત છે અથવા એને લગતું કોઈ ધ્યેય છે. શુદ્ધ કલાવાદીઓના સામેના છેડાની વાત કહી શકાય. કલાવાદી સાહિત્યકારનું દાયિત્વ, એટલે કે એની પ્રતિબદ્ધતા, સાહિત્ય પ્રત્યે છે. કોઈ રચના કલાકૃતિ થઈ કે નહીં, કોઈ કાવ્ય કાવ્ય બન્યું કે નહીં, એ જ એને માટે મહત્ત્વની વાત છે. જ્યારે પ્રતિબદ્ધ સાહિત્યકારને માટે રચના કોઈ સામાજિક વાસ્તવને વ્યક્ત કરવાનું એક સ્વરૂપ છે. એટલે કે માર્ક્સવાદી દૃષ્ટિકોણ એકાંતિક કલાવાદી દૃષ્ટિકોણને નકારે છે. એનો અર્થ એવો નથી કે એ કલાનાં ધોરણોને નકારે છે. કવિતા કવિતા તો થવી જરૂરી છે, પણ એમાં એક સામાજિક અભિજ્ઞતા હોવી જોઈએ. | |||
{{સ-મ||'''અનિલ દલાલ'''}} | |||
{{સ-મ||'''[‘અન્વેષણ’(2008) માંથી]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૯૪.
સાહિત્યશાસ્ત્રનો સમૃદ્ધ ઇતિહાસ'''| | |||
{{Poem2Open}} | |||
અન્ય શાસ્ત્રો સામે સાહિત્યશાસ્ત્રનું ગુમાન એટલા માટે પણ છે કે સાહિત્ય-શાસ્ત્રનો પ્રલંબ અને સમૃદ્ધ ઇતિહાસ છે. આ અતીત-ગૌરવ પણ માંડ બે-દોઢ સદીના, હમણાં હમણાંથી ઊભાં થયેલાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર કે ઇતિહાસને ગાંઠે ખરું? શાસ્ત્રો હતાં નહીં, ત્યારે સમાજજીવનની આથિર્ક, સામાજિક, સાંસ્કૃતિક ઊથલપાથલોને સાહિત્યે, ખાસ કરીને મહાન સાહિત્યે અકબંધ રાખી છે. જગતનાં મહાકાવ્યો આનાં ઉદાહરણો છે. સાહિત્ય આકાશમાંથી ટપકી પડેલું નથી. એ ચોક્કસ સ્થળ, કાળ, પરિવેશની નીપજ હોય છે. સામાજિક ચંતિન સર્જક દ્વારા Personified થયેલું હોય છે. તેથી જૂનું હોય તોપણ સાહિત્ય આજે આપણને ગમે છે. | |||
{{સ-મ||'''ભરત મહેતા'''}} | |||
{{સ-મ||'''[‘રેખાંકિત’(2009) માંથી]'''}} | |||
{{Poem2Close}} | |||

[[Category:રમણ સોની]] | |||