4,481
edits
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 93: | Line 93: | ||
{{right|(પૃ. ૫૪)}}</poem>'''}} | {{right|(પૃ. ૫૪)}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ, હરિકૃષ્ણની કાવ્યસૃષ્ટિનો સમગ્રતયા વિચાર કરતાં | પણ, હરિકૃષ્ણની કાવ્યસૃષ્ટિનો સમગ્રતયા વિચાર કરતાં એમ લાગ્યા કરે છે કે તેમની સર્જકતા આવી કડીઓમાં સુંદર રીતે ખીલી નીકળતી હોવા છતાંય સર્વાંગસુંદર રચનાઓ તેઓ બહુ ઓછી આપી શક્યા છે. જૂનાં લોકગીતોના ઢાળમાં રચાયેલાં કેટલાંક ગીતો અને ગઝલશૈલીની કેટલીક રચનાઓ બાદ કરતાં, ઘણીખરી રચનાઓ એક યા બીજા કારણસર કથળી જતી દેખાય છે. કેટલાક સંદર્ભોમાં કવિ કાવ્યાત્મક ક્ષણને નભાવી શકતા નથી, એટલે વચ્ચે ગધાળુ શિથિલ પંક્તિઓ આવી ભળે છે. કેટલાક સંદર્ભો માંકલ્પનો/રૂપકોની યોજનામાં આયાસપૂર્વક તાણીતૂસીને આણેલા સંબંધો કૃતક લાગે છે. તો, બીજે લયનો બંધ તૂટે છે કે તેની ગતિ ખોડંગાય છે. આ જાતની ત્રુટિઓનાં દૃષ્ટાંતો તો વાચકને જોઈએ એટલા મળી રહેશે. તેથી અહીં ખરો પ્રશ્ન સર્જકતાની ગતિનો છે :લય, પદ્યબંધ અને ભાષાકર્મ ત્રણેની સંગતિનો છે. કવિ અનેકવાર પરિચિત વાસ્તવિકતાની– ભીતરી અને બહારની વાસ્તવિકતાની – ધરાતલ છોડી શક્યા નથી; પરિચિત જગતનાં સંસ્મરણો અને સાહચર્યોને અતિામી શક્યા નથી; તેથી શુદ્ધ સર્જનનું રહસ્ય તાગવામાંતેઓ ઘણે સ્થાને નિષ્ફળ રહ્યા છે. પણ, તેમની કેટલીક ટૂંકી રચનાઓમાં ગઝલશૈલીની અને અન્ય રીતિની જે કાવ્યસમૃદ્ધિ પ્રગટ થઈ છે, તે કવિની કાવ્યપ્રવૃત્તિ માટે સારીઆશા જગાડે છે. કવિ કને કાવ્યરચનાનાં ઉ પકરણો તો પ્રાપ્ત થયાં જ છે : માત્ર એનોવધુ સમર્થ વિનિયોગ અપેક્ષિત છે અને કવિ જો પોતીકા સ્વરને અણિશુદ્ધ રૂપમાં પામવા મથશે તો એમનો પ્રયત્ન વધુ સાર્થક અને સફળ બની રહેશે એ પણ નક્કી છે. | ||
{{right|- ’ગ્રંથ’ નવેમ્બર ૧૯૭૬}}<br> | {{right|- ’ગ્રંથ’ નવેમ્બર ૧૯૭૬}}<br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||