પ્રતિપદા/૬. દલપત પઢિયાર: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 103: | Line 103: | ||
મેં કેટલીય વાર નવા સરગવા રોપ્યા છે, | મેં કેટલીય વાર નવા સરગવા રોપ્યા છે, | ||
પણ એકેય ડાળ ફરી ફૂટ્યું નથી...! | પણ એકેય ડાળ ફરી ફૂટ્યું નથી...! | ||
</poem> | |||
===૪. મને હું શોધું છું!=== | |||
<poem> | |||
ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું! | |||
કોઈ બતાવો ક્યાં છે મારી ભોંય? મને હું શોધું છું! | |||
::આગળ કે’તાં આગળ જેવું કશું નહીં, | |||
::પાછળ કે’તાં પાછળ જેવું કશું નહીં, | |||
::::ડગલે પગલે | |||
:હું જ મને આડો ઊતરું ને હું જ મને અવરોધું છું... | |||
કહો મને હું ચહેરે મહોરે કોને મળતો આવું છું? | |||
ક્યાં છે મારી મૂળની છાપો? શું શું નિત સરખાવું છું? | |||
:હું અતડો, મારાથી અળગો શું કોને સંબોધું છું? | |||
:::::એમ થાય કે | |||
ઇચ્છાઓનાં જડિયાં ખોદી આઘાં તડકે નાંખું! | |||
બાજોઠ ઢાળી બેઠો બેઠો આનંદ મંગળ ભાખું! | |||
:::::એમ થાય કે | |||
નભમંડળનું આખું તોરણ આંખે બાંધી રાખું, | |||
વળી થાય કે છાયાસોતો વડલો વહેરી નાખું! | |||
:વારાફરતી વૃક્ષબીજમાં હું જ મને વિરોધું છું... | |||
અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ, હાંક્યે રાખ્યું! | |||
અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંક્યે રાખ્યું! | |||
::સહી દસ્તક હું પોતે દલપતરાય, | |||
નહીં ઠામ, નહીં ઠેકાણું અહીં નામ અધૂરું નોંધું છું... | |||
</poem> | </poem> |
Revision as of 09:05, 15 July 2021
કાવ્યસંગ્રહોઃ
પરિચય:
કાવ્યો:
૧. કાગળના વિસ્તાર પર
ધણથી છૂટા પડેલા ઢોર જેવો
હું
અહીં કાગળના વિસ્તાર પર
રોજ રઝળપાટ કરું છું.
પાનાંનાં પાનાં ભરાય છે, રોજ.
શબ્દની મૉરીએ કશુંક ખેંચાઈ આવશે
એ આશાએ મથ્યા કરું છું, રોજ.
પણ આજ લગી
એકાદ ગલીનો વળાંક સુદ્ધાં
હું વાંચી શક્યો નથી.
હતું કેઃ
કાગળ-કેડી કોતરી લેશું,
કૂવો-પાણી ખેંચી લેશું,
એક લસરકે ગામપાદરને ઊંચકી લેશું!
આ શબ્દોની ભીડમાં
મારો શેઢો ક્યાંય ઊકલ્યો નહીં.
એક જ કમાડમાં આટલા બધા શબ્દો
વસાઈ જશે એની ખબર નહીં;
બાકી નળિયા આગળ જ નમી પડત.
હજુયે કૌછું કે
મોભારે ચડવાનું માંડી વાળો,
આમ શબ્દો સંચાર્યે
કદી ઘર નહીં છવાય!
બારે મેઘ ખાંગાં ત્યાં
નેવાં ઝીલવાનું તમારું ગજું નહીં, જીવ!
તંગડી ઊંચી ઝાલીને
અંદર આવતા રો’
એકાદ ચૂવો આંતરી લેવાય ને
તોય ઘણું!
૨. મને લાગે છે
મારા શબ્દોનું સરકારીકરણ થવા લાગ્યું છે,
મારા અવાજને ફાઈલ-બોર્ડમાં મૂકીને
ઉપરથી કોઈએ ક્લિપો મારી દીધી છે!
હું કદાચ બંધ થવા આવ્યો છું.
નદીના કાંઠેથી છોડેલો અવાજ
સામેની ભેખડેથી અકબંધ પાછો આવે,
એ રસ્તો મારે કાયમ રાખવાનો હતો;
આટલી બધી આંતરીઓ કેમ પડી ગઈ અવાજમાં?
જીંડવામાંથી તડકાસોતી ફૂટીને
ભોંય ઉપર પડતી દિવેલીઓ જેવા મારા શબ્દોનાં
કોઈકે નાકાં તોડી નાખ્યાં છે!
હું તારાઓની ભરતી, ફૂલોનો ઉઘાડ,
થાપાવાળી ભીંતો, રેતની ઓકળીઓ,
પંખીઓના માળા, માટીની મહેક, વાંસના ગરજા,
શેઢાની ઊંઘ, ઊંઘને ઓઢતા ચાસ
બધ્ધું – બધ્ધું જ ભૂલી રહ્યો છું
અહીં ટેબલ ઉપર
ઘુવડની પાંખોમાં કપાઈ ગયેલું ગાઢું અંધારું
સીવી રહ્યો છું!
એક ખતરનાક ફાંટો આગળ વધી રહ્યો છે
મારા રક્તમાં,
સાવ જ વસૂકી ગયેલા મુસદ્દાઓમાં
મારા શબ્દો મરી રહ્યા છે;
કાલે સવારે મારું શું થશે?
૩. સરગવો
આજે
અમે જ્યાં સંખેડાનો સોફો ગોઠવેલો છે ત્યાં
મોટ્ટો, લીલોકચ સરગવો હતો.
આંખમાં માય નહીં ને નજરમાંથી જાય નહીં એવી મોટી
અને જેના ઉપર ઇચ્છાઓ મૂકી રાખીએ એવી સળંગ
લાંબી સીંગો ઊતરતી –
દર ત્રીજે દિવસે ભારા બાંધીએ એટલી ઊતરતી!
આખી સોસાયટીમાં કલ્લો કલ્લો વહેંચાતી!
એટલું ખરું કે અમે ક્યારેય વેચેલી નહીં
ઝાડ, માત્ર પાણીથી જ લીલું રહે છે એવું નથી.
કોઈ ગોઝારી પળે
અમને શું ટુંકૂં પડ્યું તે
અમે પાક્કો રૂમ બાંધવાનું વિચાર્યું!
મેં મારે સગે હાથે એનું થડ કાપ્યું હતુંઃ
ભરેલી હાથણી ફસડાઈ પડે તેમ
આખું ઝાડ ભોંય ઉપર ઢગલો થઈ ગયું હતું!
લીલાં લીલાં પાન વિલાઈ ગયાં હતાં
અને પાંખડે પાંખડે
ઊભરાઈ આવેલાં ઊઘડવાની વાટ જોતાં,
નાની નાની ચૂનીઓનાં ઝૂમખાં જેવાં સફેદ ફૂલ
પછી કાયમ માટે બંધ થઈ ગયાં હતાં.
મારા હાથમાં, મારી આંખોમાં, મારી લોહીમાં, મારી ઇન્દ્રિયોમાં
એક અપરાધ કુહાડી થઈ ગયો છે...
મને કોઈ ઊંઘમાં પણ ટચકા મારે છે...
તમે નહીં માનો
મેં કેટલીય વાર નવા સરગવા રોપ્યા છે,
પણ એકેય ડાળ ફરી ફૂટ્યું નથી...!
૪. મને હું શોધું છું!
ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું!
કોઈ બતાવો ક્યાં છે મારી ભોંય? મને હું શોધું છું!
આગળ કે’તાં આગળ જેવું કશું નહીં,
પાછળ કે’તાં પાછળ જેવું કશું નહીં,
ડગલે પગલે
હું જ મને આડો ઊતરું ને હું જ મને અવરોધું છું...
કહો મને હું ચહેરે મહોરે કોને મળતો આવું છું?
ક્યાં છે મારી મૂળની છાપો? શું શું નિત સરખાવું છું?
હું અતડો, મારાથી અળગો શું કોને સંબોધું છું?
એમ થાય કે
ઇચ્છાઓનાં જડિયાં ખોદી આઘાં તડકે નાંખું!
બાજોઠ ઢાળી બેઠો બેઠો આનંદ મંગળ ભાખું!
એમ થાય કે
નભમંડળનું આખું તોરણ આંખે બાંધી રાખું,
વળી થાય કે છાયાસોતો વડલો વહેરી નાખું!
વારાફરતી વૃક્ષબીજમાં હું જ મને વિરોધું છું...
અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ, હાંક્યે રાખ્યું!
અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંક્યે રાખ્યું!
સહી દસ્તક હું પોતે દલપતરાય,
નહીં ઠામ, નહીં ઠેકાણું અહીં નામ અધૂરું નોંધું છું...