પ્રતિપદા/૬. દલપત પઢિયાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 103: Line 103:
મેં કેટલીય વાર નવા સરગવા રોપ્યા છે,
મેં કેટલીય વાર નવા સરગવા રોપ્યા છે,
પણ એકેય ડાળ ફરી ફૂટ્યું નથી...!
પણ એકેય ડાળ ફરી ફૂટ્યું નથી...!
</poem>
===૪. મને હું શોધું છું!===
<poem>
ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું!
કોઈ બતાવો ક્યાં છે મારી ભોંય? મને હું શોધું છું!
::આગળ કે’તાં આગળ જેવું કશું નહીં,
::પાછળ કે’તાં પાછળ જેવું કશું નહીં,
::::ડગલે પગલે
:હું જ મને આડો ઊતરું ને હું જ મને અવરોધું છું...
કહો મને હું ચહેરે મહોરે કોને મળતો આવું છું?
ક્યાં છે મારી મૂળની છાપો? શું શું નિત સરખાવું છું?
:હું અતડો, મારાથી અળગો શું કોને સંબોધું છું?
:::::એમ થાય કે
ઇચ્છાઓનાં જડિયાં ખોદી આઘાં તડકે નાંખું!
બાજોઠ ઢાળી બેઠો બેઠો આનંદ મંગળ ભાખું!
:::::એમ થાય કે
નભમંડળનું આખું તોરણ આંખે બાંધી રાખું,
વળી થાય કે છાયાસોતો વડલો વહેરી નાખું!
:વારાફરતી વૃક્ષબીજમાં હું જ મને વિરોધું છું...
અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ, હાંક્યે રાખ્યું!
અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંક્યે રાખ્યું!
::સહી દસ્તક હું પોતે દલપતરાય,
નહીં ઠામ, નહીં ઠેકાણું અહીં નામ અધૂરું નોંધું છું...
</poem>
</poem>
26,604

edits

Navigation menu