32,579
edits
(+1) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ઊર્ધ્વાભિમુખ કવિની કવિતા }} | {{Heading|ઊર્ધ્વાભિમુખ કવિની કવિતા<ref>શ્રી પૂજાલાલના કાવ્યસંગ્રહ ‘કાવ્યકેતુ’ની પ્રસ્તાવના</ref>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિશ્રી પૂજાલાલનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પારિજાત’ ૧૯૩૮માં પ્રગટ થયો ત્યારે વિવેચકો અને સાક્ષરોએ એકી અવાજે એનો ઉમળકાભેર સત્કાર કરેલો. દુરારાધ્ય વિવેચક બળવંતરાય ઠાકોરે એનો વિસ્તૃત પ્રવેશક લખી “નંદનવનનાં સુમનોની કલગી”નું વૈવિધ્યસભર સૌન્દર્ય સ્ફુટ કરી આપ્યું હતું. ‘પારિજાત’ની ભક્તિકવિતા, એના છંદઃપ્રયોગો અને પ્રભુત્વ, સુગ્રથિત સૉનેટ પ્રકારમાં મળેલી સિદ્ધિ વ.ની યોગ્ય પ્રશંસા કરેલી. પૂજાલાલના જાણીતા કાવ્ય ‘પ્રિયા કવિતાને’ની સાથે શૅલીના કાવ્યની તુલના કરી શૅલીની ‘Spirit of Beauty’ – સૌન્દર્યશ્રી તે જ પૂજાલાલની ‘પ્રિયા કવિતા’ છે એવો પ્રશ્ન પૂછેલો અને પૂજાલાલનું આ દીર્ઘકાવ્ય એની આગવી રીતે કેવું સૌન્દર્યમંડિત છે તે વિગતે દર્શાવેલું. | કવિશ્રી પૂજાલાલનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પારિજાત’ ૧૯૩૮માં પ્રગટ થયો ત્યારે વિવેચકો અને સાક્ષરોએ એકી અવાજે એનો ઉમળકાભેર સત્કાર કરેલો. દુરારાધ્ય વિવેચક બળવંતરાય ઠાકોરે એનો વિસ્તૃત પ્રવેશક લખી “નંદનવનનાં સુમનોની કલગી”નું વૈવિધ્યસભર સૌન્દર્ય સ્ફુટ કરી આપ્યું હતું. ‘પારિજાત’ની ભક્તિકવિતા, એના છંદઃપ્રયોગો અને પ્રભુત્વ, સુગ્રથિત સૉનેટ પ્રકારમાં મળેલી સિદ્ધિ વ.ની યોગ્ય પ્રશંસા કરેલી. પૂજાલાલના જાણીતા કાવ્ય ‘પ્રિયા કવિતાને’ની સાથે શૅલીના કાવ્યની તુલના કરી શૅલીની ‘Spirit of Beauty’ – સૌન્દર્યશ્રી તે જ પૂજાલાલની ‘પ્રિયા કવિતા’ છે એવો પ્રશ્ન પૂછેલો અને પૂજાલાલનું આ દીર્ઘકાવ્ય એની આગવી રીતે કેવું સૌન્દર્યમંડિત છે તે વિગતે દર્શાવેલું. | ||
| Line 158: | Line 158: | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને આ પંક્તિઓ એક યોગાભિમુખ વિરક્ત કવિએ રચેલી છે. કામતત્ત્વનું ખરું હાર્દ પણ એમની આગળ જ પ્રગટ થતું હોય છે. પૂજાલાલને ભક્તિસાધનામાં જેટલો રસ છે એટલો જ કાવ્યસર્જનમાં છે, અને કવિતા પણ તેમની પાસે સાધનાના એક ભાગ રૂપે આવેલી છે. આ કવિતાદેવીનાં નૂપુરનો ઝંકાર જ્યારે નથી સંભળાતો ત્યારે કવિ બેચેન બની ઊઠે છે. “રિસાયેલી કવિતાને” તેમણે કરેલો અનુનય હૃદયસ્પર્શી છે. ‘પારિજાત’માંના પ્રથિતયશ ‘પ્રિયા કવિતાને’ કાવ્ય કરતાં આ તદ્દન જુદી જાતનું કાવ્ય છે. કવિની કવિતાપ્રીતિ લાગણીભીના શબ્દોમાં કેવી વ્યક્ત થાય છે : | અને આ પંક્તિઓ એક યોગાભિમુખ વિરક્ત કવિએ રચેલી છે. કામતત્ત્વનું ખરું હાર્દ પણ એમની આગળ જ પ્રગટ થતું હોય છે. પૂજાલાલને ભક્તિસાધનામાં જેટલો રસ છે એટલો જ કાવ્યસર્જનમાં છે, અને કવિતા પણ તેમની પાસે સાધનાના એક ભાગ રૂપે આવેલી છે. આ કવિતાદેવીનાં નૂપુરનો ઝંકાર જ્યારે નથી સંભળાતો ત્યારે કવિ બેચેન બની ઊઠે છે. “રિસાયેલી કવિતાને” તેમણે કરેલો અનુનય હૃદયસ્પર્શી છે. ‘પારિજાત’માંના પ્રથિતયશ ‘પ્રિયા કવિતાને’ કાવ્ય કરતાં આ તદ્દન જુદી જાતનું કાવ્ય છે. કવિની કવિતાપ્રીતિ લાગણીભીના શબ્દોમાં કેવી વ્યક્ત થાય છે : | ||
{{Poem2Close}} | |||
વ્હાલી! ઘટે આમ જવું ન છોડી; | {{Block center|'''<poem>વ્હાલી! ઘટે આમ જવું ન છોડી; | ||
શોષાય મારા વિરહે રસો, જો! | શોષાય મારા વિરહે રસો, જો! | ||
શા વાંકથી નેહલ ગાંઠ તોડી? | શા વાંકથી નેહલ ગાંઠ તોડી? | ||
મારું થયું જીવન દુઃખબોજો! | મારું થયું જીવન દુઃખબોજો!</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
કવિતા એ કવિને મન કોઈ કરામત, પ્રયુક્તિ કે આવડત નથી, પણ સ્વયં સરસ્વતી છે — જાડ્યાપહા સરસ્વતી છે — એ ઉચ્ચગ્રાહ સમગ્ર કાવ્યમાંથી નીતરી રહ્યો છે. | કવિતા એ કવિને મન કોઈ કરામત, પ્રયુક્તિ કે આવડત નથી, પણ સ્વયં સરસ્વતી છે — જાડ્યાપહા સરસ્વતી છે — એ ઉચ્ચગ્રાહ સમગ્ર કાવ્યમાંથી નીતરી રહ્યો છે. | ||
| Line 173: | Line 172: | ||
પૂજાલાલ દિવ્યજીવનના યાત્રિક કવિ છે. શ્રી માતાજીએ એક વાર પૂજાલાલને “He is my poet” — “તે મારા કવિ છે” એ રીતે ઓળખાવેલા. અત્યારના ભૌતિકતાવાદી યુગમાં પૂજાલાલની ઊર્વાભિમુખ કવિતા એક મોટું આશ્વાસન અને પ્રેરક બળ છે. એમના કવિ–વ્યક્તિત્વના સુચિહ્ન રૂપ આ ‘કાવ્યકેતુ’ સહૃદયોને અવશ્ય આહ્લાદક નીવડશે. | પૂજાલાલ દિવ્યજીવનના યાત્રિક કવિ છે. શ્રી માતાજીએ એક વાર પૂજાલાલને “He is my poet” — “તે મારા કવિ છે” એ રીતે ઓળખાવેલા. અત્યારના ભૌતિકતાવાદી યુગમાં પૂજાલાલની ઊર્વાભિમુખ કવિતા એક મોટું આશ્વાસન અને પ્રેરક બળ છે. એમના કવિ–વ્યક્તિત્વના સુચિહ્ન રૂપ આ ‘કાવ્યકેતુ’ સહૃદયોને અવશ્ય આહ્લાદક નીવડશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | <hr> | ||
| Line 180: | Line 177: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ન્હાનાલાલ : વિવેચક | ||
|next = | |next = વેદનાની વેલનાં રૂપાળાં ફૂલો | ||
}} | }} | ||