ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/છગનલાલ ઠાકોરદાસ મોદી: Difference between revisions
No edit summary |
(+1) |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 165: | Line 165: | ||
x મરાઠી પરથી ભાષાન્તર. | x મરાઠી પરથી ભાષાન્તર. | ||
+ Sir John Lubbock ના ઈંગ્રેજી “Use of Life” નું ભાષાંતર; નં. ૮ હિન્દી પુસ્તક ‘પુત્રી શિક્ષોપકારી ગ્રંથ’ પરથી; નં. ૯, ૧૦, ૧૧ મરાઠીના આધારે; નં. ૧૨ ‘Paradise of Childhood’ નું ગુજરાત પુસ્તક ફરી સુધારીને; નં. ૧૩, ૧૪, ૧૫ મરાઠી પરથી; નં. ૧૭-૧૮-૧૯ ‘સૂપશાસ્ત્ર’ નામના મરાઠી ગ્રંથો પરથી ભાષાંતર; નં. ૨૧ Dr. Burgess કૃત ‘Antiquities of Dabhoi’નું ભાષાન્તર; નં. ૨૨ શ્રીમંત સંપતરાવ ગાયકવાડના મરાઠી વ્યાખ્યાન પરથી; નં. ૨૪ શ્રીમંત સંપતરાવ ગાયકવાડના ઇંગ્રેજી ભાષણ પરથી. | + Sir John Lubbock ના ઈંગ્રેજી “Use of Life” નું ભાષાંતર; નં. ૮ હિન્દી પુસ્તક ‘પુત્રી શિક્ષોપકારી ગ્રંથ’ પરથી; નં. ૯, ૧૦, ૧૧ મરાઠીના આધારે; નં. ૧૨ ‘Paradise of Childhood’ નું ગુજરાત પુસ્તક ફરી સુધારીને; નં. ૧૩, ૧૪, ૧૫ મરાઠી પરથી; નં. ૧૭-૧૮-૧૯ ‘સૂપશાસ્ત્ર’ નામના મરાઠી ગ્રંથો પરથી ભાષાંતર; નં. ૨૧ Dr. Burgess કૃત ‘Antiquities of Dabhoi’નું ભાષાન્તર; નં. ૨૨ શ્રીમંત સંપતરાવ ગાયકવાડના મરાઠી વ્યાખ્યાન પરથી; નં. ૨૪ શ્રીમંત સંપતરાવ ગાયકવાડના ઇંગ્રેજી ભાષણ પરથી. | ||
* સ્વતંત્ર; નં. ૩૪ મરાઠી – ‘નવયુગ’ માં પ્રકટ થયેલા ડૉ. ફડણીસના લેખ પરથી.</poem> | <nowiki>*</nowiki> સ્વતંત્ર; નં. ૩૪ મરાઠી – ‘નવયુગ’ માં પ્રકટ થયેલા ડૉ. ફડણીસના લેખ પરથી.</poem> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મુનિ વિદ્યાવિજય | ||
|next = | |next = ડૉ. ચાર્લોટે ક્રૌઝે, ઉર્ફે (સુભદ્રાદેવી) | ||
}} | }} | ||
Latest revision as of 02:26, 19 September 2025
એઓ જ્ઞાતે દશા દિશાવાળ વણિક; મૂળ વતની સુરતના અને જન્મ ભાવનગરમાં તા. ૨૮મી ઓક્ટોબર સન ૧૮૫૭ના રોજ થયો હતો. પિતાનું નામ ઠાકેરદાસ બાલમુકુન્દદાસ મેંદી અને માતાનું નામ શિવકોરબ્હેન હતું, જે ભાવનગરના કિશોરદાસ પરભુદાસ મથુરાદાસના પુત્રી થાય. એમનું લગ્ન સન ૧૮૭૩માં સુરતમાં સૌ. પાર્વતીબ્હેન સાથે થયું હતું. પ્રાથમિક કેળવણી થોડી મુદ્દત સુરતમાં જાણીતી ત્રિપુરાશંકર મણિશંકર દવે મહેતાજીવાળી શાળામાં લીધી હતી. માધ્યમિક શિક્ષણ સુરત હાઈસ્કુલમાં, અને તેમના હેડમાસ્તરમાં દિ. બ, અંબાલાલ સાકરલાલ, ખા. બા. જમશેદજી દલાલ, મી. દોરાબજી ગીમી વગેરે પ્રસિદ્ધ વ્યક્તિઓ હતી. કૉલેજ અભ્યાસ મુંબાઈમાં ઍલ્ફીન્સ્ટન કૉલેજમાં કરેલો. સન ૧૮૭૯માં બી. એ. ની ડીગ્રી મેળવેલી. તેમના પ્રોફેસરોમાં ડૉ. ભાંડારકર, ડૉ. પિટરસન, મી. હેથોર્નથ્વેઇટ અને પ્રિન્સિપાલ વર્ડઝવર્થ વગેરે હતા, જેમનાં નામે અદ્યાપિ એમનો શિષ્યવર્ગ માનપૂર્વક યાદ કરે છે. નોકરી દરમિયાન હિન્દી અને મરાઠીનું સામાન્ય જ્ઞાન સંપાદન કરેલું. પહેલી એલ એલ. બી. માટે ટર્મ ભરેલી અને પસાર કરેલી; અને સાથે સાથે એક શિક્ષક તરીકે કાર્ય કરેલું. એ અરસામાં વડોદરા હાઈસ્કુલમાં શિક્ષકની જગો ખાલી પડતાં, પ્રો, હેથોર્નથ્વેઇટની ભલામણપરથી એમની નિમણુંક ત્યાં થઇ હતી. એટલે તા. ૨૩ મી ડિસેંબર સન ૧૮૮૦ થી સન ૧૯૧૫ ની તા. ૩જી જાનેવારીએ તેઓ નિવૃત્ત થયા ત્યાંસુધીનો બધો સમય વડોદરા રાજ્યની નોકરીમાં તેઓ હતા. વડોદરા હાઇસ્કુલમાં પ્રથમ “ગુજરાતી ટીચર” તરીકે કામ કરેલું, ને પછી ટ્રેનિંગ સ્કુલના હેડમાસ્તર, આસિ. ડિરેક્ટર, એજ્યુકેશનલ ઇન્સપેક્ટર–એવા જુદા જુદા હોદ્દાપર નિમાઈ વડોદરા રાજ્યના વિદ્યાધિકારી પણ થયલા. દરમિયાન સને ૧૮૯૨ માં વડોદરા રાજ્યમાં કેળવણીના સુધારાવધારા માટે ખા. બા. દલાલ સાહેબના પ્રમુખપદવાળું એજ્યુકેશન કમિશન નિમાયલું તેમાં તેના એક સભ્ય તરીકે ઘણી મહેનત લઈ તેમણે ઘણું મહત્વનું કામ કરેલું હતું. એમના સંસર્ગમાં આવનાર શિક્ષકોથી માંડીને છેક ઉપરી અધિકારીઓ અને ખુદ મહારાજા સાહેબે એમના એ કાર્યની પ્રશંસા કરેલી છે, એ એમની કર્ત્તવ્યનિષ્ઠા, કાર્યદક્ષતા અને કાબેલિયતનું ઉંચું પ્રમાણપત્ર છે. એક શિક્ષક સામાન્ય રીતે સાહિત્યમાં રસ લેતો હોય છે; એટલું જ નહિ પણ કંઇને કંઈ લેખનકાર્ય કરે છે. એમણે પણ એ નોકરીના લાંબા ગાળા દરમિયાન પુષ્કળ લેખનકાર્ય કરેલું છે; અને એમની કેટલીક કૃતિઓ જેમકે, ‘ઈરાવતી’, ‘જીંદગીનો ઉપયોગ’, ‘નળાખ્યાન-સટીક’ લોકપ્રિય નિવડી બહોળો પ્રચાર પામી છે. પ્રાચીન કાવ્ય માટે તેઓ અત્યંત શોખ ધરાવે છે; અને બૃહત્- કાવ્યદોહનનાં પુસ્તકો સ્વ. ઈચ્છારામ દેસાઇએ એડિટ કરેલાં તેમાં એમની મદદ જેવી તેવી નહોતી અને તેની આભારપૂર્વક નોંધ તેમાં લેવાયલી છે. નિવૃત્ત થયા પછી પણ તેઓ કેળવણીનો પ્રચાર અને પ્રસાર સુરતમાં વધે તેમ કરવા ખંત અને કાળજી રાખતા આવ્યા છે. સને ૧૯૧૬ માં રા. રા. વીરસુખરામ જેવચરામ હોરા સાથે ઘણી મહેનત લઇ નાણાંની મદદ મેળવી તેમણે સુરતમાં શ્રી મહિલા વિદ્યાલય નામની સંસ્થા સ્થાપેલી, અને તે હાલ સારા પાયાપર ચાલુ છે. વળી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તરફથી આટ્ર્સ કૉલેજ ઉઘાડવામાં ઘણી લાગણી ધરાવી તેને માટે નાણાં મેળવવા ઉત્સાહપૂર્વક ઘણો પ્રયાસ કરેલો, તેમજ તેમની સલાહ અને પ્રેરણાથી તેમના વકીલ ભાઇશ્રી મગનલાલ ઠાકોરદાસ મોદીએ આ કૉલેજમાં બી. એ. ના વર્ગો કાઢવા સારૂ રૂપિયા બે લાખની ઉમદા બક્ષીસ ઉદારતાથી આપેલી છે, તેના ટ્રસ્ટી તરીકે નિમાયલા હોવાથી તેમાં પણ તેઓ ઉલટથી ભાગ લે છે. વ્યવસાયી છતાં નિયમિત અને નિરોગી, સાદું છતાં સંસ્કારી અને ઉન્નત જીવન એમનું માલુમ પડશે. એમની રહેણીકરણી અને લેખનકાર્ય અનુકરણીય છે, એમ કહેવું પડશે.
: : એમની કૃતિઓ : :
| નં. | નામ | સન |
| ૧ | ઇરાવતી | ૧૮૮૮ |
| ૨ | નળાખ્યાન-સટીક-કડવાં ૧ થી ૨૫ (રા. દામુભાઇ મહેતા સાથે) | ૧૮૮૯ |
| ૩ | કમાન દડાનો ખેલ (ક્રોકે)x | ” |
| ૪ | જાળ દડાનો ખેલ (ટેનીસ)x | ૧૮૮૯ |
| ૫ | દડી મારની રમત (ક્રીકેટ)x | ૧૮૯૦ |
| ૬ | ગેડીદડા (ગૉલ્ફ)x | ” |
| ૭ | બીઝિક નામની પાનાંની રમત | ” |
| ૮ | પુત્રી શિક્ષા | ” |
| ૯ | હિતવચનમાળા | ૧૮૯૧ |
| ૧૦ | ઉન્નતિ એટલે શું? | ૧૮૯૨ |
| ૧૧ | રાજધર્મ | ” |
| ૧૨ | શિશુ શિક્ષણ | ” |
| ૧૩ | સ્ત્રી શિક્ષણ | ” |
| ૧૪ | નીતિ બોધ | ” |
| ૧૫ | બાલવિવાહ સંબંધી લાભાલાભનો વિચાર | ૧૮૯૩ |
| ૧૬ | વડોદરા દેશી કેળવણીખાતામાં સુધારા વધારાની સૂચના કરવાને નિમાયેલી કમિટીના રિપોર્ટ, ભા. ૧, ૨, ૩ | ” |
| ૧૭-૧૮-૧૯ | પાકશાસ્ત્ર, ભા. ૧, ૨, ૩ | ” |
| ૨૦ | સચિત્ર દેશી રમતો (રા. જીભાઇ ગોકલદાસ પારેખ સાથે) | ” |
| ૨૧ | કિલ્લે ડભોઇનાં પુરાતન કામો (સચિત્ર) | ૧૮૯૪ |
| ૨૨ | પ્રવાસ | ૧૮૯૫ |
| ૨૩ | જીંંદગીનો ઉપયોગ+ | ૧૮૯૯ |
| ૨૪ | જાપાનનું દિગ્દર્શન | ૧૯૦૦ |
| ૨૫ | પાટીદાર જ્ઞાતિના સાંસારિક રીતરિવાજોનું એકીકરણ | ૧૯૧૨ |
| ૨૬ | વાણિયા જ્ઞાતિના સાંસારિક રીતરિવાજોનું એકીકરણ | ૧૯૧૨ |
| ૨૭ | વડોદરા રાજ્યની સાહિત્યસેવા* | ૧૯૧૨ |
| ૨૮ | સહકાર્ય અને કેળવણી* | ૧૯૧૪ |
| ૨૯ | જ્ઞાન ગમ્મતનાં પત્તાં | ૧૯૧૫ |
| ૩૦ | સામાન્યજ્ઞાન પ્રશ્નમાળા (૧૦૮ મણકાવાળી) (રા. જીભાઇ ગોકળદાસ પારેખ સાથે) | ” |
| ૩૧ | ” ના ખુલાસા (૧૦૮ મણકાવાળી) (રા. જીભાઇ ગોકળદાસ પારેખ સાથે) | ૧૯૧૬ |
| ૩૨ | ગુજરાતના ઈતિહાસની વાતો (રા. જગજીવન દયાળજી મોદી સાથે | ૧૯૧૯ |
| ૩૩ | ””” (સંક્ષિપ્ત આવૃત્તિ) | ૧૯૨૧ |
| ૩૪ | હિમજ્વર અથવા ટાઢીઓ તાવ, એના પ્રકાર તથા તેનો અટકાવ | ૧૯૨૨ |
| ૩૫ | બોધક મણકો, ભા. ૧ | ૧૯૨૫ |
| ૩૬ | ”, ભા. ૨ | ૧૯૨૬ |
| ૩૭ | નળાખ્યાન-સટીક-કડવાં ૨૬ થી ૫૦ | ૧૯૨૬ |
નં. ૧ Akbar-an Eastern Romance ના ઇંગ્રેજી પુસ્તક પરથી.
x મરાઠી પરથી ભાષાન્તર.
+ Sir John Lubbock ના ઈંગ્રેજી “Use of Life” નું ભાષાંતર; નં. ૮ હિન્દી પુસ્તક ‘પુત્રી શિક્ષોપકારી ગ્રંથ’ પરથી; નં. ૯, ૧૦, ૧૧ મરાઠીના આધારે; નં. ૧૨ ‘Paradise of Childhood’ નું ગુજરાત પુસ્તક ફરી સુધારીને; નં. ૧૩, ૧૪, ૧૫ મરાઠી પરથી; નં. ૧૭-૧૮-૧૯ ‘સૂપશાસ્ત્ર’ નામના મરાઠી ગ્રંથો પરથી ભાષાંતર; નં. ૨૧ Dr. Burgess કૃત ‘Antiquities of Dabhoi’નું ભાષાન્તર; નં. ૨૨ શ્રીમંત સંપતરાવ ગાયકવાડના મરાઠી વ્યાખ્યાન પરથી; નં. ૨૪ શ્રીમંત સંપતરાવ ગાયકવાડના ઇંગ્રેજી ભાષણ પરથી.
* સ્વતંત્ર; નં. ૩૪ મરાઠી – ‘નવયુગ’ માં પ્રકટ થયેલા ડૉ. ફડણીસના લેખ પરથી.