હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/અથવા નિ:શેષ ઓગળી જાવા જગા કહો: Difference between revisions

(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''અથવા નિઃશેષ ઓગળી જાવા જગા કહો'''</big></big></center>


{{Block center|<poem>
{{Block center|<poem>
Line 20: Line 18:
ઓગાળી મૂંગા સ્પર્શમાં સઘળું વહાવી દો  
ઓગાળી મૂંગા સ્પર્શમાં સઘળું વહાવી દો  
ચુંબનને બોલ બોલ કર્યાની સજા કહો.
ચુંબનને બોલ બોલ કર્યાની સજા કહો.
'''છંદવિધાન'''
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા
</poem>}}
</poem>}}



Latest revision as of 06:06, 7 July 2024



અથવા નિઃશેષ ઓગળી જાવા જગા કહો
અથવા છલકતા ડંખમાં થીજી જવા કહો.

શ્વાસોની ગરમી યાદ રહે હોઠની ભીનાશ
એક વાત મારા કાનમાં ભૂલી જવા કહો.

સો વાર પૂછો તોય નહી લઉં તમારું નામ
પાછળથી આંખ દાબી મને ધારવા કહો.

જાગે છે એક ખાસ ગઝલ મારા હાથમાં
સંભળાવવા કહો ફરી સંભળાવવા કહો.

ઓગાળી મૂંગા સ્પર્શમાં સઘળું વહાવી દો
ચુંબનને બોલ બોલ કર્યાની સજા કહો.

છંદવિધાન
ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા