અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કવિતા સદાય અધૂરી હોય છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કવિતા સદાય અધૂરી હોય છે|દિલીપ ઝવેરી}} <poem> કવિતા સદાય અધૂરી હ...")
 
No edit summary
 
Line 41: Line 41:
{{Right|‘શબ્દસૃષ્ટિ’, માર્ચ ૨૦૦૪}}
{{Right|‘શબ્દસૃષ્ટિ’, માર્ચ ૨૦૦૪}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = કવિતા વિશે કવિતા (એક અંશ) (ક્યારેક એવું બને)
|next = કવિનો શબ્દ
}}

Latest revision as of 12:56, 26 October 2021


કવિતા સદાય અધૂરી હોય છે

દિલીપ ઝવેરી

કવિતા સદાય અધૂરી હોય છે
લખાયા પહેલાં અજાણી
અને લખાતી હોય ત્યારે તો ઓઝલ
લખાઈ ગયા પછી પણ ક્યાં પૂરી થઈ હોય છે?
કાગળમાં પૂરેલી છતાં
કવિતા મનમાં તો વનેચર સમી રાડાત્રાડ વીંખાપીંખ ક્રાંઉંખાઉં કરતી
શબ્દોના પીછે પડી હોય છે
વાંચનાર તો સામે
પારદર્શક કાચ અને અરીસાના વારાફરતી પાંસળિયા ખોખામાં
એને આંટાફેરા દેતી દેખે
કવિ એટલે કાચ પાછળ લપેડાતો લુછાતો પારો
નજરે પડે દેખનારનો અલપઝલપ ચહેરો
અને ખોવાઈ જતી જાત
ઘેરી વળતું અને અદૃશ્ય થઈ જતું જગ
આળખ્યું ઓળખ્યું એટલામાં અલોપ
પળને વળગી પળથી અળગી પળ
કવિતા પળપળના સર્જનહાર સમય જેવી હિંસક હોય છે
ઘડીકમાં ઘુરકિયાં ઘડીકમાં કિન્નરીગાન
ઘડિયાળના બે હાથને મગરના વકાસેલા જડબાની જેમ
કલમના જોરે અળગા ઝાલી રાખવા જનાર
કવિને જાણ પણ ન થાય તેમ કવિતા
સેકંડના પાતળા કાંટાની જેમ ઝડપભેર
એના માથે ચકરાવો લઈ ઊડી જાય છે
એને પકડવા સમયના હાથ છોડી ગબડી પડનાર
પાછું વળીને જુએ
તો શાહીનો થાંભલો થઈને ખોવાઈ જાય કાગળ પર
પછી એને કલમથી
કણકણ અક્ષરઅક્ષર ખોતરતી રહે

ખોતરતી જ રહે
રચાતા રૂપઅરૂપને વાંચનાર નીરખતો રહે

કવિતા ખોતરતી રહે
પૂરી થાય જ નહીં

કવિતા સદાય અધૂરી હોય છે.
‘શબ્દસૃષ્ટિ’, માર્ચ ૨૦૦૪