અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઊજમશી પરમાર/ઘટમાં ઝાલર બાજે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઘટમાં ઝાલર બાજે| ઊજમશી પરમાર}} <poem> ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે...")
 
No edit summary
 
Line 15: Line 15:
{{Right|(ગુજરાતી કવિતાચયન — ૧૯૯૬, સંપા. નરોત્તમ પલાણ, પૃ. ૨૭)}}
{{Right|(ગુજરાતી કવિતાચયન — ૧૯૯૬, સંપા. નરોત્તમ પલાણ, પૃ. ૨૭)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શિવજી રૂખડા/સાંઈ | સાંઈ]]  | ફક્ત કફની સાંધવી છે સાંઈ અમને સોય આપો,]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઊજમશી પરમાર/પગને એવા પંથ જડે | પગને એવા પંથ જડે]]  | સંતો, સહજ મળે સથવારા ]]
}}

Latest revision as of 12:15, 27 October 2021


ઘટમાં ઝાલર બાજે

ઊજમશી પરમાર

ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી,
દુનિયા આખી આજ અનોખા લયની મેડી ચડી.

પગલું મેલ્યે ધરતી ધબકે, ઉરના ઢોલ ધડૂકે,
અંધારેયે આંખ માંડતાં શત શત વીજ ઝબૂકે;
ધોમ ધખે ત્યાં અમી તણી આ વરસી ક્યાંથી ઝડી?

વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં,
ચડી હિંડોળે વળતાં વ્હાણાં પંચમ સૂરે ગાતાં,
સાવ અજાણી આંખેથી મધઝરતી ભાષા જડી!
(ગુજરાતી કવિતાચયન — ૧૯૯૬, સંપા. નરોત્તમ પલાણ, પૃ. ૨૭)