સફરના સાથી/શેખાદમ આબુવાલા: Difference between revisions
(+1) |
No edit summary |
||
| Line 54: | Line 54: | ||
સૈફ કહે છે: | સૈફ કહે છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>કંઈ એવું કર ખુદા કે તને થોડો જશ મળે, | {{Block center|'''<poem>કંઈ એવું કર ખુદા કે તને થોડો જશ મળે, | ||
હું પણ કહું બધાને કે પરવરદિગાર છે. | હું પણ કહું બધાને કે પરવરદિગાર છે. | ||
{{center|<nowiki>* * *</nowiki>}}વર્ષોથી કયામત અલ્લાહે રાખી છે અલ્લાહે એ માટે, | {{center|<nowiki>* * *</nowiki>}}વર્ષોથી કયામત અલ્લાહે રાખી છે અલ્લાહે એ માટે, | ||
બહુ લાડકું સર્જન છે માણસ, ના કહેવાનું કહેવાઈ જશે. | બહુ લાડકું સર્જન છે માણસ, ના કહેવાનું કહેવાઈ જશે. | ||
{{center|<nowiki>* * *</nowiki>}}ઇન્સાન છું, ઈશ્વર માટે પણ આધાર બનીને રહેવું છે, | {{center|<nowiki>* * *</nowiki>}}ઇન્સાન છું, ઈશ્વર માટે પણ આધાર બનીને રહેવું છે, | ||
સૂરજ ન પડે ઝાંખો માટે, અંધકાર બનીને રહેવું છે. | સૂરજ ન પડે ઝાંખો માટે, અંધકાર બનીને રહેવું છે.</poem>'''}} | ||
</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અમીન આઝાદ તો ખૂબ ઉદ્દામ વિચારના હતા તે છતાં એમણે ઘણું બધું અંગત મંડળીમાં કહ્યું તે ગઝલમાં ખુલ્લી જબાને કહેવાનું ટાળ્યું ને મરીઝ વધારે સારી રીતે કહે છે તો એને કહેવા દો. મરીઝના શરૂના ઉસ્તાદનો એવો ભાવ પણ ખરો, છતાં કોઈ કોઈ વાર તો તેઓ પણ વ્યંગ કરી બોલે છે : | અમીન આઝાદ તો ખૂબ ઉદ્દામ વિચારના હતા તે છતાં એમણે ઘણું બધું અંગત મંડળીમાં કહ્યું તે ગઝલમાં ખુલ્લી જબાને કહેવાનું ટાળ્યું ને મરીઝ વધારે સારી રીતે કહે છે તો એને કહેવા દો. મરીઝના શરૂના ઉસ્તાદનો એવો ભાવ પણ ખરો, છતાં કોઈ કોઈ વાર તો તેઓ પણ વ્યંગ કરી બોલે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ન હો ગુનાહ તો રહેમત ખુદાની શું કરશે? | {{Block center|'''<poem>ન હો ગુનાહ તો રહેમત ખુદાની શું કરશે? | ||
કે મૂલ્ય હોય છે વાજિંત્રના તો સૂર સુધી! | કે મૂલ્ય હોય છે વાજિંત્રના તો સૂર સુધી! | ||
{{center|<nowiki>* * *</nowiki>}}અલ્લાહના કસમ કે એ રહમત ગુનાહ છે, | {{center|<nowiki>* * *</nowiki>}}અલ્લાહના કસમ કે એ રહમત ગુનાહ છે, | ||
રહમત કદી ન લઉં, જો ગુનાહો વગર મળે.</poem>}} | રહમત કદી ન લઉં, જો ગુનાહો વગર મળે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ માત્ર શાયરીની એક પરંપરા છે. એ માત્ર ગઝલો વાંચનાર કહેશે, પણ ત્યા ચારેય કવિઓ સાથે આડશ વગરની અડોઅડ મૈત્રી હતી તે જાણે છે. નાનપણથી તે જુવાની સુધી ધાર્મિક માન્યતાઓનું શિક્ષણ અને આખા સમાજ પણ ધર્મના ઉપલા શાસનની જડબેસલાક વ્યવસ્થા સામે સૌના વિચાર બંડ જગાડતા હતા. | આ માત્ર શાયરીની એક પરંપરા છે. એ માત્ર ગઝલો વાંચનાર કહેશે, પણ ત્યા ચારેય કવિઓ સાથે આડશ વગરની અડોઅડ મૈત્રી હતી તે જાણે છે. નાનપણથી તે જુવાની સુધી ધાર્મિક માન્યતાઓનું શિક્ષણ અને આખા સમાજ પણ ધર્મના ઉપલા શાસનની જડબેસલાક વ્યવસ્થા સામે સૌના વિચાર બંડ જગાડતા હતા. | ||
| Line 87: | Line 86: | ||
{{center|'''આદમથી શેખાદમ સુધી'''}} | {{center|'''આદમથી શેખાદમ સુધી'''}} | ||
{{Block center|<poem>માનવી ને આ જગત આદમથી શેખાદમ સુધી, | {{Block center|'''<poem>માનવી ને આ જગત આદમથી શેખાદમ સુધી, | ||
એ જ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી. | એ જ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી. | ||
| Line 118: | Line 117: | ||
રંગ બદલાતા સમયના જોઈ દિલ બોલી ઊઠ્યું: | રંગ બદલાતા સમયના જોઈ દિલ બોલી ઊઠ્યું: | ||
શું ખરું ને શું ગલત, આદમથી શેખાદમ સુધી.</poem>}} | શું ખરું ને શું ગલત, આદમથી શેખાદમ સુધી.</poem>'''}} | ||
{{center|'''થાઉં તો સારું'''}} | {{center|'''થાઉં તો સારું'''}} | ||
Latest revision as of 04:15, 28 December 2025
ગઝલના ક્ષેત્રમાં અજાણ્યે જ અવશપણે આ લખનારો અનાયાસ જ પ્રવેશી ગયો, એ મેળો હતો અને એને ફુગ્ગા કે ચકરડીની કોઈ લાલચ, મોહ હતો નહીં, બસ વિસ્મયભરી આંખો અને આપોઆપ ઊપડતા, અટકતા, ફરી ઊપડતા પગ. એમાં એક પોતાથીય વધુ નિશ્ચલતાથી ઊભરાતો એક જુવાન અનાયાસ ભેટી ગયો. તૈયબભાઈ રંગવાલા. મૂળ અમદાવાદના શેખાદમ આબુવાલાના પડોશી મિત્ર. શાયરીના અભ્યાસી. ઉત્તમ શેર પસંદ કરે, તારવી આપે. તે સુરતમાં મારા ઘર પાછળ હવેલીમાં રહે. અમીન આઝાદને ત્યાં એમની રોજિંદી બેઠક. ત્યાં તો શાયરોનો મેળો, દિવસે છૂટોછવાયો, પણ સાંજે તો દુકાન સાંકડી પડે. રંગવાલા સાથે દિલી દોસ્તી. એમનો સામાજિક દરજ્જો ક્યાં અને વણકરનો દરજ્જો ક્યાં. છતાં અમીન આઝાદની દુકાનની જેમ એમની હવેલીની બેઠકમાં પણ આપણને એમની પાસે બેસવાનું સ્થાન સંબંધનો તાર ગઝલ. દાઊદી વહોરા. તેમના વડા ધર્મગુરુનું મૂળ સ્થાન સુરતમાં આવેલી મુલ્લાજીની દેવડી. મુંબઈ રહે, પણ સુરતમાં આવે ત્યારે સમસ્ત દાઊદી વહોરાઓ દેશ-પરદેશથી આવે. ખાસ્સો મેળો ભરાય. તકરીરો અને શાદીઓનો કાર્યક્રમ ચાલે. એવા એક અવસરે આબુવાલાનું કુટુંબ પડોશી દાવે રંગવાલાને ત્યાં મહેમાન, તેમાં એક જુવાન શેખાદમ, ત્યારે ‘ગુજરાત સમાચાર’માં મારી કોલમ અને ‘શ્રીરંગ’માંએ ઘણું બધું આવે એટલી એમને મારી પિછાણ. રંગવાલાએ અમને મેળવી આપ્યા, પછી તો એમની હવેલીના ઠેઠ ઉપલા માળમાં ઓરડામાં મધરાત સુધી કૃષ્ણ - સુદામા જેવી ગોષ્ઠિ માંડીને મધરાતે થાક્યા ત્યારે આપોઆપ આંખ મળી ગઈ. શેખાદમ ઉ.જો.ના વિદ્યાર્થી, એની એક છંદોબદ્ધ રચના સંસ્કૃતિમાં આવેલી એટલો પૂર્વપરિચય, પણ એણે ત્યાં સુધી મારું કંઈ કંઈ વાંચેલું, કદાચ પ્રેમાભાઈ હોલના મુશાયરામાં એણે મને સાંભળ્યો હોય, એનું અનાયાસ ફૂટી પડતું હાસ્ય, વારંવાર ફૂટી પડતું હાસ્ય, એની સામે અસ્ખલિત સંબંધવિહોણો છતાં અનન્ય સંબંધી જેવો વાર્તાલાપ નહીં, ગાંડી, મોજભરી ગોઠડી. કુંવારો એટલે મેં રમૂજ કરેલી આ મેળામાં છોકરી પસંદ કરવા આવ્યો છે કે કોઈ છોકરીને પસંદગીની તક આપવા આવ્યો છે? – અને હાસ્યનો ફુવારો ફૂટે! એ પછી તો અમદાવાદમાં પ્રેમાભાઈ હૉલમાં ઘણા મુશાયરા યોજાયા. ઉતારો ગમે ત્યાં હોય અમે કેટલાક મિત્રો ભઠિયાર ગલીમાં પ્રવેશતાં પહેલું મકાન આવે તે આબુવાલા કુટુંબની માલિકીનું. ઉપલા માળે નગરી ક્લબ બધા જ સભ્યો શાયરીના શોખીન. તેમાંનો એક સભ્ય તો મૂળે કટપીસનો દુકાનદાર તે નામાના લાંબા ચોપડા પર ગઝલ લખી હોય તે દુકાને જઈએ તો સંભળાવે. આમ પણ ગમે તે કારણે અમદાવાદ જવાનું થાય ત્યારે નગરી ક્લબમાં જ ધામા. લગભગ બધા શાયરોનું એવું. બદલામાં માત્ર સાંજ પછી ક્લબના માણસો ભેગા થાય તેમની સમક્ષ કશા જ ક્ષોભ કે તકલ્લુફ વિના ગઝલો સંભળાવવાની અને એમને ગમેલા શેર, ગઝલ પર ઊછળતી દાદ સાંભળવાની. દર વખતે, એ જર્મની હતો તે પહેલાં અમદાવાદમાં હોય તોપણ શેખાદમ ક્લબમાં આવે નહીં. એનો સથવારો અમદાવાદના માર્ગો પર અને એનો કોઈ મિત્ર મળી જાય અને દરેક વખતે એકાદ મિત્ર મળી જ જાય, પછી પેલા મિત્રના ખર્ચે ને હિસાબે કોઈ હોટલમાં અમારો અડ્ડો. હાસ્યના ફુવારા ઊડે. શેખાદમે ગઝલ તો અમદાવાદમાં લગભગ મુશાયરા બંધ પડ્યા તે પછી કરેલી. અમદાવાદના મંચ પર અમે ક્યારેય સાથે ગઝલ બોલ્યા નથી. અમદાવાદમાં યોજાયેલા પ્રત્યેક ભવ્ય મુશાયરામાં પ્રમુખ શ્રી ઉમાશંકર જોશી જ હોય, પણ ત્યારે હજી શેખાદમે ગઝલ લખવાની શરૂઆત કરી નહોતી. ટૂંકામાં ટૂંકા છંદમાં ગઝલો લખવાના જોખમી પ્રયોગો અમે બંનેએ સમાન્તરે કર્યા:
પ્રેમ ભૂલ?
ભૂલ કબૂલ!
આ શેખાદમનો શેર અને
યૌવનની પ્રીત પહેલી,
ફાગણની રંગ હેલી !
જેવા શેરની બહેર છંદ તો કૈંક લાંબો છે પણ
ગાલ ઉપર તલ,
વાહ સુશોભન!
જેવા શેરમાં મેં શક્યતા તાગવાનો પ્રયત્ન કર્યો છે, પણ શેખાદમની ટૂંકી બહેરની ગઝલોમાં જે તરલ ગતિ અને નિશ્ચલ સહજતા છે એ વાસ્તવમાં એના વ્યક્તિત્વનો પરિચય બને છે. ઉચ્ચ શિક્ષણ પૂરું કરી એ ‘ગુજરાત સમાચાર’માં ન્યૂઝ ટ્રાન્સલેટરરૂપે જોડાયો ત્યારે એની સાથે મધરાત સુધી શું રોટરી પર અખબાર છપાતું ત્યાં સુધી રહ્યો. માધવસિંહ સોલંકી એમની સાઇકલનું ફાનસ ટેબલને ખૂણે મૂકી તારના અનુવાદ કરે. શેખાદમને એમનો સથવારો. સોલંકી ગુજરાતના મુખ્યપ્રધાન થયા ત્યારે મૈત્રીમાં પરિણમ્યો, પણ એ જ સંબંધના સમયે, કહો કે કસમયે એક શતપાંખડીએ ખીલ્યે જતું કમળ કસમયે હસતાં હસતાં અદૃશ્ય થયું. એને કરમાવાનો સમય ન મળ્યો.. શેખાદમ સદાય હસતો યુવાન. અસ્તિત્વે તેમ જ ગઝલમાં પણ સહજ, સરળ અને પ્રસન્ન અનુભવાય છે, પણ એની સરળતા જ એનો વધુ અભ્યાસ માગે છે અને સહૃદય મિત્ર અને ભાવકમાં એ વિશિષ્ટ વ્યક્તિ અને એની ગઝલોનું સ્મરણ ચાલ્યા કરે છે. એનું વ્યક્તિત્વ પુષ્પ જેવું છે તો એની ગઝલોય સાદા સ્વરૂપે પણ પ્રસન્ન લાગે છે. એમાંથી સુવાસ આવે છે, વહી જતી નથી. એની સરળતા જ આપણી કસોટી કરતી લાગે છે. પત્રકાર હતો ત્યાં મેઘાણીના દીકરા પાસે વિદેશગમનની એક યોજના હતી તે અન્વયે એ જર્મની, બલકે ત્યારના પશ્ચિમ જર્મની પહોંચી ગયો. શેખાદમ એવો કે મળે ત્યારે ભવોભવની પિછાણ, પણ છૂટા પડ્યા કે સંબંધનો, સ્મૃતિ સિવાય કોઈ તંતુ નહીં. વોઈસ જર્મની પર કોઈ કોઈ વાર એનો અવાજ સાંભળતો. બસ, એ સિવાય એના કશા ખબરઅંતર નહીં. ત્યાંના એના પ્રેમસંબંધની એણે કદી વાત કરી નહીં. પૂછીએ તો હસે પછી એના સ્વભાવ વિરુદ્ધ એ બોલતો બંધ થઈ જાય, પણ ‘સોનેરી લટ’ એનો ગઝલસંગ્રહ એ જર્મનીમાં એની ગુજરાતી ભાષાની સ્મૃતિ સાથે જળવાઈ રહેલી, ભળેલા કોઈક સથવારા, સંબંધની ફૂલ જેવી નીપજ છે. જર્મની છોડી એ ભારત આવ્યો તેની જાણ મને એ સુરત આવ્યો અને ગનીની દુકાને જઈ તેમને દુઆ—સલામ કરી ‘અનિલ’ ક્યાં છે એ પૂછ્યું અને એમની સાથે મને મળવા આવ્યો ત્યારે થઈ. આવ્યો છે ત્યારે એક મુશાયરો થઈ જાય એવી મિત્રોની ઊભરાતી ઇચ્છા ને એ કહે, ‘અનિલ’ના પ્રમુખપદે મુશાયરો! આ બહુ મોટા હોલમાં નહીં પણ હૉલ આખો સમાય એવી શ્રોતાઓની ભરપૂર હાજરીમાં અમે તો બોલ્યા પણ એને જ મોકળા મને ગઝલો બોલાવડાવી. જર્મનીમાં રચાયેલી એની ગઝલો અમે પ્રસન્ન આતુર ભાવે સાંભળી. એ જ પ્રસંગે મેં રચેલી, બોલેલો પણ ખરો, એ ગઝલનો એક શેર સાંભરે છે :
કાંટાભરેલી વૃક્ષની અડબંગ ડાળ પર,
મન જેવું એક પક્ષી કરે છે કદી કૂજન.
એક પ્રસંગ સાંભરે છે. ક્રોનિક હેડેક અને અનિદ્રાએ મને મારી યંત્રોના ઘોંઘાટવાળી નોકરી માટે બેકાર કરી નાખ્યો છે એની એને જાણ હતી. જુનાગઢના જંગલમાં ‘પ્યારાબાપુ’ કાર્યાલયમાં રાજકોટથી બારોબાર ગયો હતો. ગાંધીજીના ભત્રીજા ગાંધીભાઈઓને ‘પ્યારાબાપુ’ના સંપાદન માટે હું યોગ્ય લાગ્યો તે મને કહ્યું : સુરતથી કુટુંબને અહીં લઈ આવો. હું કુટુંબને જૂનાગઢ લઈ જતો હતો. મેં શેખાદમને સ્ટેશને મળવાની જાણ કરેલી કે કોઈ મિત્રે જાણ કરેલી. એ અમદાવાદ સ્ટેશને મળવા આવ્યો ને કહ્યું : ‘ચાલ, ડબ્બામાંથી ઊતરી જા! ‘જનસત્તા’માં તારી નોકરી મેં પાકી કરી લીધી છે.’ મેં કહ્યું કે, ‘હું તો કુટુંબ સાથે વસવા માટે ગિરનાર જાઉં છું. ત્યાંના એકાંતમાં મારા અસાધ્ય બનેલાં દર્દો ધીરે ધીરે કશા જ ઇલાજ વિના શાંત થતાં જાય છે.’ એના સ્વભાવમાં નહીં એટલો એ ગંભીર થઈ ગયો. એની યોજના અને આશય, પોતાની ફિકર ન કરનારા માણસે કોઈ બીજાની કરેલી ફિકરનો કોઈ અર્થ ન રહ્યાનું ગાંભીર્ય ચહેરે મેં જોયું, પણ ટ્રેન ઊપડી ત્યારે એણે ભારઝલ્લા ઉમળકે મને વિદાય આપી. એના અલગારી સ્વભાવનો એક પ્રસંગ. હું અમદાવાદ ગયેલો અને અમે બંને અહેતુક રખડપટ્ટીએ નીકળી પડેલા. બપોરે ઘરે લઈ ગયો. અમ્માએ હતું એ પીરસ્યું. મને તો જમવા જેવું લાગ્યું. અમે ફરી રખડપટ્ટીએ નીકળી પડ્યા. ત્રણ દરવાજા નજીક ઘડિયાળી નામનો એનો મિત્ર મળી ગયો. લઈ ગયો હોટલે અને શેખાદમ બરાબર જમ્યો. મેં માત્ર ચા પીધી. બહાર રસ્તે આવ્યા. એનો મિત્ર કહે, ‘પેલી અંગ્રેજી ફિલ્મ જોવા જેવી છે અને બપોરના શોનો હજી સમય છે, ચાલ!’ અને મને કહે, ‘તમે છુટ્ટા’ અને એ મિત્ર સાથે ફિલ્મ જોવા ઊપડી ગયો. શેખાદમનું ગજવું હંમેશાં ખાલી હોય તે છતાં એણે ક્યારેય કદી ખોટ, ઊણપ અનુભવી હોય એવું બન્યું નહોતું. પછી તો એ એટલો જાણીતો બને છે. મનના એ મનમોજીએ કદી કારકિર્દી કે કેરિયર વિશે વિચાર્યું જ નહોતું. તે ખુરસી કાવ્યો લખે છે. મશહૂર ગાયકો એના મિત્ર બને છે. એની રચનાઓ ગાય છે, ફિલ્મનાં ગીત પણ લખવા માંડે છે, ઘાયલ અને શેખાદમ ગુજરાતના પંતપ્રધાનના ચહેતા મિત્ર બને છે અને એમની જીવનગતિ એને અકાળે બીજા લોકમાં લઈ જાય છે. આ શબ્દો લખ્યા પછી હું સ્તબ્ધ નીરવતામાં ખોવાઈ જાઉં છું. નાનકડી દાઊદી વહોરા કોમે અમીન આઝાદ, મરીઝ, સૈફ અને શેખાદમ આબુવાલા જેવા પોતીકી મુદ્રા અંકિત કરી ગયેલા ચાર શાયર આપ્યા! મરીઝ, અમીન આઝાદ, સૈફ, શેખાદમ—બધા દાઊદી વહોરા. નાનપણથી ધાર્મિક શિક્ષણ, શાળાના શિક્ષણ સાથે મળે તે સાથે અલ્લાહના પ્રતિનિધિ જેવા વડા મુલ્લાસાહેબનું કોમ પર વ્યવસ્થા અને વિચાર પર એકચક્રી શાસન. એ સંસ્કારે ચારેયની ગઝલમાં ક્યાંક ને ક્યાંક “ખુદા’ આવે છે. તે વ્યંગ્યરૂપે પણ હોય, ઉપાલંભરૂપે પણ હોય અને
‘આદમ’ ગજબની વાત છે આસ્તિક હતા અમે,
નાસ્તિક બની ગયા અમે કારણ ખુદા મળ્યો!
બાળકના સહજ નિર્દોષ ઉચ્ચારમાં ખુદા માટે માનાર્થે બહુવચન ખુદા માટે નથી તે અનાયાસ વ્યંગ્ય પણ બને મરીઝનું તો ભાવવિશ્વ જ એણે વિસ્તાર્યું નથી. એટલા પરિઘમાં પણ ખુદા કેટલીક વાર આવે છે :
કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
પોતે ન દે, બીજાની કને માગવા ન દે.’
જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી ‘મરીઝ’,
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.
અહીં નિરાકાર એ અપ્રાપ્તિનું સૂચક છે, હોય કે ન હોય એનો કશો અર્થ નથી — તો અર્થની શી પંચાત આમ અહીં બેવડો વ્યંગ્ય બને છે :
દુનિયામાં એને શોધ, ઇતિહાસમાં ન જો,
ફરતા રહે છે કંઈક પયગંબર કહ્યા વિના.
ખુદા, પયગંબર આદિની સ્થાપના અંગે ચારે દાઊદી ગઝલકારોમાં મરીઝે આરપાર જતો ઘા કર્યો હોય છતાં તેનો ઘસરકોય ન દેખાય એવું કળાકાર્ય ‘મરીઝે’ કર્યું છે અને એવા તો એના ઘણા શેર છે. સૈફ કહે છે:
કંઈ એવું કર ખુદા કે તને થોડો જશ મળે,
હું પણ કહું બધાને કે પરવરદિગાર છે.
* * *
બહુ લાડકું સર્જન છે માણસ, ના કહેવાનું કહેવાઈ જશે.
* * *
સૂરજ ન પડે ઝાંખો માટે, અંધકાર બનીને રહેવું છે.
અમીન આઝાદ તો ખૂબ ઉદ્દામ વિચારના હતા તે છતાં એમણે ઘણું બધું અંગત મંડળીમાં કહ્યું તે ગઝલમાં ખુલ્લી જબાને કહેવાનું ટાળ્યું ને મરીઝ વધારે સારી રીતે કહે છે તો એને કહેવા દો. મરીઝના શરૂના ઉસ્તાદનો એવો ભાવ પણ ખરો, છતાં કોઈ કોઈ વાર તો તેઓ પણ વ્યંગ કરી બોલે છે :
ન હો ગુનાહ તો રહેમત ખુદાની શું કરશે?
કે મૂલ્ય હોય છે વાજિંત્રના તો સૂર સુધી!
* * *
રહમત કદી ન લઉં, જો ગુનાહો વગર મળે.
આ માત્ર શાયરીની એક પરંપરા છે. એ માત્ર ગઝલો વાંચનાર કહેશે, પણ ત્યા ચારેય કવિઓ સાથે આડશ વગરની અડોઅડ મૈત્રી હતી તે જાણે છે. નાનપણથી તે જુવાની સુધી ધાર્મિક માન્યતાઓનું શિક્ષણ અને આખા સમાજ પણ ધર્મના ઉપલા શાસનની જડબેસલાક વ્યવસ્થા સામે સૌના વિચાર બંડ જગાડતા હતા. આ જરા આડમાર્ગે ગયા જેવું લાગે છતાં જે આ ચારેયને અંતરંગથી કશી આડશ વિના અંગતતાએ જાણે છે અને કવિતાને જાણવા કવિની ભૂમિ સુધી જવું પડે એ સ્વીકારે છે તેને માટે તો આ માત્ર ‘વાતની વાત’ છે. “ખુદા મળ્યો’ ગઝલમાં શેખાદમ પણ સાદી લાગતી વાતમાં પણ હસતાં હસતાં કહી નાખે છે.
નો’તી જરી જરૂર છતાં પણ ખુદા મળ્યો
એ રીતે અકારણ ખુદા મળ્યો.
પેગંબરી નથી મળી તોપણ થઈ કમાલ,
ઊંચું હશે અમારુંય ધોરણ, ખુદા મળ્યો.
શેખાદમ અને મરીઝનાં વ્યક્તિત્વ જેટલાં જ બંનેના વ્યંગ જુદા છે, પણ માન્યતાની સ્થાપના સામેનો એમનો સૂર અને દૃષ્ટિમેળ છે. આ મુદ્દો ધ્યાનમાં આવતાં શેખાદમની ગઝલો વિષે સમગ્રતાએ કહેવાનું રહી જાય છે એ હું સ્વીકારું છું
.
આદમથી શેખાદમ સુધી
માનવી ને આ જગત આદમથી શેખાદમ સુધી,
એ જ દોરંગી લડત આદમથી શેખાદમ સુધી.
એ જ ધરતી, એ જ સાગર, એ જ આકાશી કલા,
એ જ રંગીલી રમત આદમથી શેખાદમ સુધી.
રૂપનું રંગીન ગૌરવ પ્રેમનો લાચાર હાલ,
એ જ છે (લાગી શરત) આદમથી શેખાદમ સુધી.
મોતને શરણે થવામાં સાચવે છે રમ્યતા,
જિંદગીની આવડત, આદમથી શેખાદમ સુધી.
ફૂલમાં ડંખો કદી ક્યારેક કાંટામાં સુવાસ,
લાગણીની આ રમત, આદમથી શેખાદમ સુધી.
બુદ્ધિના દીપકની સામે ઘોર અંધારાં બધે,
એક સત, બાકી અસત, આદમથી શેખાદમ સુધી.
બુદ્ધિ થાકી જાય તો લેવો સહારો પ્રેમનો,
સારી છે આ બૂરી લત, આદમથી શેખાદમ સુધી.
મોતનું બંધન છતાં કરતો રહ્યો છે માનવી,
જિંદગીની માવજત, આદમથી શેખાદમ સુધી
.
જિંદગી પર રૂપ યૌવન પ્રેમ મસ્તીને કળા,
સૌ રહ્યા છે એકમત આદમથી શેખાદમ સુધી.
કોઈના ખોળે ઢળી કે પોઢી ઠંડક પામવા,
માનવી છે યત્નરત, આદમથી શેખાદમ સુધી.
રંગ બદલાતા સમયના જોઈ દિલ બોલી ઊઠ્યું:
શું ખરું ને શું ગલત, આદમથી શેખાદમ સુધી.
થાઉં તો સારું
હવે બસ બહુ થયું બુદ્ધિ, હું પાગલ થાઉં તો સારું,
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું.
જીવનનો ગર્જતો સાગર ઘણો ગંભીર લાગે છે,
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું.
જુઓ કિરણો વિખેરાયાં ને ગુંજનગીત રેલાયાં,
હૃદય ઇચ્છી રહ્યું છે આજ શતદલ થાઉં તો સારું.
મને આ તારી અધબીડેલી આંખોમાં સમાવી લે,
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું.
યુગો અગણિત ભલે વીતે મને એની નથી પરવા,
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું.
મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ,
કે ખુદ દુનિયાને થઈ આવ્યું કે ઘાયલ થાઉં તો સારું.
જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા,
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું.
તને તો આવડે છે ઠંડી ઠંડી આગ થઈ જાતા,
મને છે મૂંઝવણ કે આંખનું જલ થાઉં તો સારું.
કોની તમન્ના પર હજી
જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી?
આપું જવાબ એવું તો ક્યાં છે જિગર હજી!
ભૂલી ગયો છું એમ તો દુનિયાનાં ઘર તમામ,
આવી રહ્યું છે યાદ મને એનું ઘર હજી!
કેવી રીતે હું લાશ બની નીકળ્યો હતો,
શોધી રહ્યો છું એની ગલીમાં કબર હજી!
હું જોઉં છું તો જોઉં છું એની જ દૃષ્ટિએ,
મારી નજરમાં કેમ છે એની નજર હજી!
તરડે છે કેમ આયનો મારા વિચારનો,
વર્તાય છે આ કોના વદનની અસર હજી!
ક્ષણ ક્ષણ કરીને કેટલા યુગ વીતતા રહ્યા,
એ બેખબરને ક્યાં છે સમયની ખબર હજી.
ગણતા રહો સિતારા તમે ઈન્તેજારના,
આદમ તમારે જાગવું છે રાતભર હજી!
▭