સાહિત્ય પલ્લવ – ભાગ ૨/વાટ જુએ છે મીરાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨. વાટ જુએ છે મીરાં| | {{Heading|૨. વાટ જુએ છે મીરાં|મીરાંબાઈ}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
વાટ જુએ છે મીરાં રાંકડી રે, | વાટ જુએ છે મીરાં રાંકડી રે, | ||
ઊભી ઊભી અરજ કરે છે દીનાનાથ રે. {{right|ટેક}} | ઊભી ઊભી અરજ કરે છે દીનાનાથ રે. {{gap}}{{right|ટેક}} | ||
મુનિવર સ્વામી મારે મંદિરે પધારો રે, | મુનિવર સ્વામી મારે મંદિરે પધારો રે, | ||
વહાલા સેવા કરું દિન રાતડી રે. {{right|ઊભી૦}} | વહાલા સેવા કરું દિન રાતડી રે. {{right|ઊભી૦}} | ||
Latest revision as of 17:25, 30 March 2026
૨. વાટ જુએ છે મીરાં
મીરાંબાઈ
વાટ જુએ છે મીરાં રાંકડી રે,
ઊભી ઊભી અરજ કરે છે દીનાનાથ રે. ટેક
મુનિવર સ્વામી મારે મંદિરે પધારો રે,
વહાલા સેવા કરું દિન રાતડી રે. ઊભી૦
ફૂલના તે હાર ને ફૂલના તે ગજરા રે.
ફૂલના તોરા ને ફૂલપાંખડી રે, ઊભી૦
પાંચે પકવાન્ન મીઠાઈઓ ને મેવા રે,
ઘેબર જલેબી તલસાંકળી રે. ઊભી૦
લવિંગ સોપારી ને પાનનાં બીડલાં રે,
એલચીદોડા ને તજપાંખડી રે. ઊભી૦
સાવ રે સોનાનાં વહાલા સોગઠાં ઢળાવું રે,
રમવા આવો તો જાય રાતડી રે. ઊભી૦
મીરાંબાઈ કે પ્રભુ ગિરધર નાગર,
જોતાં ઠરે મારી આંખડી રે. ઊભી૦