કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૯. ત્યારે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૯. ત્યારે|નલિન રાવળ}} <poem> ત્યારે આમ જ હું આમ ઊભો હોઈશ તૂફાની...")
 
No edit summary
 
Line 30: Line 30:
{{Right|(અવકાશપંખી, પૃ. ૨૪૬)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૨૪૬)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૩૮. સખ્ય|૩૮. સખ્ય]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૦. નાના મોહનને|૪૦. નાના મોહનને]]
}}

Latest revision as of 10:18, 18 September 2021


૩૯. ત્યારે

નલિન રાવળ

ત્યારે
આમ જ હું આમ ઊભો હોઈશ
તૂફાની ઘૂઘવ્યા પવનોભરી રાત્રિ તળે
ડોલી રહેલા વૃક્ષના અણડોલ ઊભા
મૂળની માફક

ત્યારે
આમ જ હું આમ ઊભો હોઈશ
લાવારસે ઊકળ્યાં ભીતરનાં પડ કઠણ તોડી
સહજ આ સૂર્યને ટોચ પર તોળી ઊભેલા
તૃણની માફક

ત્યારે
આમ જ હું આમ ઊભો હોઈશ
તાતી અગ્નિ ઝરતી આંખની સામે
નરી પ્રીતિ લઈ ઊભેલ નાજુક
આંસુની માફક

ત્યારે
આમ જ હું આમ ઊભો હોઈશ
તમારા સ્નેહભીના અંતરે
દલ દલ ખીલેલા કાવ્યના અવકાશવ્યાપી
છંદની માફક.

(અવકાશપંખી, પૃ. ૨૪૬)