મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રેમસખી પદ ૬: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૬|પ્રેમસખી}} <poem> શી કહું શોભા અંગની, જ ોઈ લોચનિયાં લોભાય: ચ...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|પદ ૬|પ્રેમસખી}} | {{Heading|પદ ૬|પ્રેમસખી}} | ||
<poem> | <poem> | ||
શી કહું શોભા અંગની, | શી કહું શોભા અંગની, જોઈ લોચનિયાં લોભાય: ચિતડું ચોરે છે. | ||
નિરખી નાશા કિરની, મારા ભવના પાતિક જાય.{{space}} ચિ૦ | નિરખી નાશા કિરની, મારા ભવના પાતિક જાય.{{space}} ચિ૦ | ||
Latest revision as of 07:22, 27 January 2023
પદ ૬
પ્રેમસખી
શી કહું શોભા અંગની, જોઈ લોચનિયાં લોભાય: ચિતડું ચોરે છે.
નિરખી નાશા કિરની, મારા ભવના પાતિક જાય. ચિ૦
અધર પ્રવાળાંની ઓપમાં, જાણી કુંદ કળી સમ દાંત; ચિ૦
ચિબુક તણી શોભા ઘણી, કંબુ કંઠ જોયાની ખાંત. ચિ૦
વક્ષસ્થળ વાલું ઘણું, મુને મળતાં વાધે પ્રીત; ચિ૦
અજાનબાહુ ઊર ધરી, આવો મળીએ મોહન મીત. ચિ૦
ઉદરમાં ત્રીવળી પડે, ઊંડી નાભી નૌતમ જોય; ચિ૦
શ્યામ કટિ સોહામણી, ઊરમાહી રિયું મન મોય. ચિ૦
જાનુ જાુગલ છબિ જોઈને, મારો સુફળ થયો અવતાર; ચિ૦
પેંડી પેની નીરખતાં, મારો દૂર થયો સંસાર. ચિ૦
સોલે ચિન્હે જાુક્ત છે, એવી જાુગલ ચરણની જોડ; ચિ૦
અખંડ રહો આવી ઉરમાં, પ્રેમાનંદના કોડ; ચિ૦