અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઝવેરચંદ મેઘાણી/આષાઢી સાંજ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|આષાઢી સાંજ| ઝવેરચંદ મેઘાણી}} <br> <br> (‘અંધારી રાતના ડુંગર ડોલે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 21: | Line 21: | ||
{{Right|(1929)}} | {{Right|(1929)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = હાલો ગલૂડાં રમાડવા જી રે | |||
|next = નીંદરભરી | |||
}} |
Latest revision as of 08:42, 20 October 2021
આષાઢી સાંજ
ઝવેરચંદ મેઘાણી
(‘અંધારી રાતના ડુંગર ડોલે’ – એ કવિ ન્હાનાલાલના રાસ પરથી સૂચિત ઢાળ)
આષાઢી સાંજનાં અંબર ગાજે
અંબર ગાજે, મેઘાડંબર ગાજે! – આષાઢી.
માતેલા મોરલાના ટૌકા બોલે
ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે. – આષાઢી.
ગરવા ગોવાળિયાના પાવા વાગે
પાવા વાગે, સૂતી ગોપી જાગે. – આષાઢી.
વીરાની વાડીઓમાં અમૃત રેલે,
અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે. – આષાઢી.
ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,
ચૂંદડ ભીંજે, ખોળે બેટો રીઝે. – આષાઢી.
આષાઢી સાંજના અંબર ગાજે
અંબર ગાજે મેઘાડંબર ગાજે.
(1929)