અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણભાઈ નીલકંઠ /તું ગઈ!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 4: Line 4:


<poem>
<poem>
{{center | ઉપજાતિ}}<br>
{{center | '''ઉપજાતિ'''}}<br>
 
ત્યારે ગઈ શું અહિંથી પ્રિયા તું?
ત્યારે ગઈ શું અહિંથી પ્રિયા તું?
મૂકી ગઈ આ હઇયું રિબાતું!
મૂકી ગઈ આ હઇયું રિબાતું!
Line 48: Line 47:
{{Right|(સન ૧૮૮૮, એપ્રિલ)}}
{{Right|(સન ૧૮૮૮, એપ્રિલ)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = અર્પણ ('રાઈનો પર્વત')
|next = તેજ અને તિમિરથી અતીત
}}

Latest revision as of 10:49, 19 October 2021

તું ગઈ!

રમણભાઈ નીલકંઠ


ઉપજાતિ


ત્યારે ગઈ શું અહિંથી પ્રિયા તું?
મૂકી ગઈ આ હઇયું રિબાતું!
હવે મિઠું તે મુખ તાકી તાકી
નિહાળવાનું નહિં શું કદાપિ? ૧

ચિન્તા અને દુઃખ થકી પીડાતા
આ ચિત્તને ટેકવવાની આશા
તારા પ્રિયા! પ્રેમથી આવતી જે,
હવે પછી શું સહુ મૂકવી તે? ૨

શરીરને ને મનને જરૂરે,
આઘા પ્રદેશે ફરતાં હતું જે
સ્વથાન પાછું બળ ખેંચનારૂં,
શું તે વિના દૂર હવે જવાનું? ૩

ગ્રહો ફરે છે રવિ આસપાસ,
છાયા ફરે જ્યાં વચમાં પદાર્થઃ
પ્રદક્ષિણા એ પ્રિય કેરી સર્વે,
ક્યાં હું ફરૂં રે! તુજ વીણ મધ્યે? ૪

તારાની પેઠે સ્થિર એક ઠામ,
દુઃખો સુખો સૃષ્ટિ વિષે તમામ
જોઈ રહી ક્ષોભ વિના જરીએ
રહું જડાઈ?—ન બને કદીએ. ૫

શરીર મારું સ્થિર રે’ કદાપિ,
આ ચિત્તને તો ન શકુંજ રાખી;
સ્વચ્છંદ તે તો ભમતું ફરે છે,
રે! તું ગઈ ને સ્થિર કેમ રે’ તે? ૬

શું કોઈ શોધું કંહિ ધૂમકેતુ,
જેને અગાડી વધતો જ દેખું,
જેને ન મધ્યે કંઈ ખેંચનારું
પાછો ફરે જે નહિ કોઈ સારૂ? ૭

ને છોડિ સર્વે સુખ શાન્તિ પ્રીતે,
સ્વીકારિને સંગત તેની નિત્યે,
નવા નવા રોજ પ્રદેશ ભાળું,
જાઊં અહીંથી-અહીંથી જ જાઉં! ૮

(સન ૧૮૮૮, એપ્રિલ)