અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/તારા સુધી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| તારા સુધી|સુધીર પટેલ}} <poem> મળ્યો છે શબ્દનો સંગાથ બસ તારા સુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{Right|(જળ પર લકીર)}} | {{Right|(જળ પર લકીર)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =ડૂમો બસ આપણે | |||
|next =રળિયામણી | |||
}} |
Latest revision as of 13:08, 29 October 2021
તારા સુધી
સુધીર પટેલ
મળ્યો છે શબ્દનો સંગાથ બસ તારા સુધી
ગઝલનો માર્ગ ખૂલે છે સરસ તારા સુધી
નદી, દરિયા, સરોવર કે ઝરણને શું કરું?
પ્રથમથી છે અહીં મારી તરસ તારા સુધી!
મને પૂરી હું બેઠો ચાર દીવાલો મહીં
છતાં પ્હોંચી જવાનું મન અવશ તારા સુધી
ખરે છે પર્ણ પીળું ત્યાં ફરી કૂંપળ ફૂટે
મને પણ લઈ જશે એવી ધગશ તારા સુધી
જીવન શું? લક્ષ શું? મંજિલ શું? મારે મન ‘સુધીર’
શરૂથી અંતની છે કશ્મકશ તારા સુધી!
(જળ પર લકીર)