અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુધીર પટેલ/આવે છે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| આવે છે |સુધીર પટેલ}} <poem> દુનિયાના પર્દે રાબેતા મુજબ દૃશ્યો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{Right|(જળ પર લકીર)}} | {{Right|(જળ પર લકીર)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =રળિયામણી | |||
|next =અળગો હતો... | |||
}} |
Latest revision as of 13:09, 29 October 2021
આવે છે
સુધીર પટેલ
દુનિયાના પર્દે રાબેતા મુજબ દૃશ્યો આવે છે
હું પણ એમાં હોઉં છું જ્યાં મારો હિસ્સો આવે છે
તમને મારા પર ગુસ્સો આવે તેની કૈં નવાઈ નહિ
મારી જાત ઉપર ક્યારેક મને પણ ગુસ્સો આવે છે!
સાંજ પડે કૈં કેટલાય શબ્દો ગટગટાવી જાઉં છું
તોયે કેફ ચડે છે ક્યાં? ક્યાં કોઈ જોસ્સો આવે છે?
–ને હું આંખ મીંચી ઝુકાવી દઉં છું એના પ્રવાહમાં
હાથ રહે ના કૈં એવો ભીતરથી ધક્કો આવે છે
પૂછો ના મત્લાથી મક્તાની યાત્રા અંગે ‘સુધીર’
ચુપકે ચુપકે ચોરી ચોરી એક એક મિસરો આવે છે
(જળ પર લકીર)