અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/ચરણ રૂકે ત્યાં કાશી: Difference between revisions
Jump to navigation
Jump to search

હરીન્દ્ર દવે • ચરણ રૂકે ત્યાં કાશી • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: અમર ભટ્ટ

KhyatiJoshi (talk | contribs) No edit summary |
No edit summary |

Line 23: | Line 23: | ||
{{space}}{{space}}લઉં સુધારસ પ્રાશી! | {{space}}{{space}}લઉં સુધારસ પ્રાશી! | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/0/01/Jyaan_Charan_Rooke-Dakshesh_Dhruv.mp3 | |||

હરીન્દ્ર દવે • ચરણ રૂકે ત્યાં કાશી • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: અમર ભટ્ટ | |||

Latest revision as of 09:22, 11 October 2022
ચરણ રૂકે ત્યાં કાશી
હરીન્દ્ર દવે
જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી,
ઝાકળનાં બિંદુમાં જોયો
ગંગાનો જલરાશિ.
જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર,
જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર;
થીર રહું તો સરકે ધરતી
હું તો નિત્ય પ્રવાસી.
સ્પરશું તો સાકાર, ન સ્પરશું તો જે ગેબી માયા,
હું જ ઉકેલું, હું જ ગૂંચવું, એવા ભેદ છવાયા;
હું જ કદી લપટાઉં જાળમાં
હું જ રહું સંન્યાસી.
હું જ વિલાસે રમું, ધરી લઉં છું જ પરમનું ધ્યાન;
કદી અચાનક રહું, જાચી લઉં કદી દુષ્કર વરદાન;
મોત લઉં હું માગી, જે પળ,
લઉં સુધારસ પ્રાશી!
હરીન્દ્ર દવે • ચરણ રૂકે ત્યાં કાશી • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: અમર ભટ્ટ