ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિયોગદશા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિયોગદશા'''</span> : સંસ્કૃત કાવ્યશાસ્ત્રે વિપ્રલંભ શ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વિભાવના | |||
|next = વિરચનવાદ | |||
}} |
Latest revision as of 10:16, 3 December 2021
વિયોગદશા : સંસ્કૃત કાવ્યશાસ્ત્રે વિપ્રલંભ શૃંગારને અનુલક્ષીને વિયોગમાંથી જન્મતી દશ કામદશાનું વર્ણન આપ્યું છે, જે વિયોગદશાઓ છે. વિશ્વનાથે દશ દશાઓ વર્ણવી છે : પ્રિયમિલનની અભિલાષા; પ્રિયમિલનના સાધનની શોધની ચિંતા; વિરહાવસ્થામાં પ્રિય પાત્રનું સ્મરણ; પ્રિયપાત્રનું ગુણકથન; ક્યાંય ચિત્ત ચોંટે નહિ તેવો ઉદ્વેગ; વ્યાકુળ થતાં નિરર્થક પ્રલાપ; જડચેતન વિવેક ચૂકી જતાં ઊભો થતો ઉન્માદ; શરીરચેષ્ટા રહિત જડતા; શરીર કૃશ કરતો વ્યાધિ અને મૃત્યુતુલ્ય પીડા મરણ.
ચં.ટો.