કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૫. આવ્યા જુઓ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૫. આવ્યા જુઓ|}} <poem> (મિશ્ર) આંધી ચડી ઠંડકની… ઘડીમાં જોજો હવે...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
(મિશ્ર) | (મિશ્ર) | ||
આંધી ચડી ઠંડકની… | આંધી ચડી ઠંડકની… | ||
ઘડીમાં જોજો હવે તો, હળવાંક ફોરાં | ઘડીમાં જોજો હવે તો, હળવાંક ફોરાં | ||
Line 23: | Line 24: | ||
શેરી, ફળીમાં, ઘર-ઉંબરામાં – | શેરી, ફળીમાં, ઘર-ઉંબરામાં – | ||
આવ્યા જુઓ, સાંકળ ખટ્ખટાવે! | આવ્યા જુઓ, સાંકળ ખટ્ખટાવે! | ||
જુલાઈ ’૭૩ | જુલાઈ ’૭૩ | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૬૪)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૬૪)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૪. મુ. શ્રી બચુભાઈઃ પંચોતેરમે | |||
|next = ૧૬. જીવમાં જીવ આવ્યો | |||
}} |
Latest revision as of 07:53, 15 December 2021
૧૫. આવ્યા જુઓ
(મિશ્ર)
આંધી ચડી ઠંડકની…
ઘડીમાં જોજો હવે તો, હળવાંક ફોરાં
ધાકોર કોરીકટ આ ધરા પે
ફોરી જશે ગંધ મટોડીની ભલી.
ધૂળેભર્યાં ઝાડ-મકાન-ટાબરાં
ચોખ્ખાંચણાક હળવાં હળવાં ઘડીકમાં
જોજો હવે, લીંપણ-ગારમાંથી
સોને મઢ્યા કુંવળના ઝગારા.
ને પાન પાને જુગતે ઝિલાયાં
ધીરે રહીને ટપ્કી જશે કંઈ ટબૂકલાં
બોખલી કુપ્પીમાંથી ઝરેલ
મીઠી-મધ વારતાનાં.
ઝોકારતી તેજલ-રેખ એવી
ગ્હેકી જશે ઉજ્જડ આંખમાંયે;
કે કારમે દેશવટે રહેલા
આશાભર્યા એ જણ પંથ ખૂંદતા
ઘડીકમાં તો અહીં ગામ-પાદરે
શેરી, ફળીમાં, ઘર-ઉંબરામાં –
આવ્યા જુઓ, સાંકળ ખટ્ખટાવે!
જુલાઈ ’૭૩
(જળમાં લખવાં નામ, પૃ. ૬૪)