કિરીટ દૂધાતની વાર્તાઓ/૯. એમ તો નો જ થાવા દેવાય!: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
આનું કારણ શું? શું કારણ? કારણ પહેલું તો એ કે સાલ્લો રમલો આખો દી’ લઘરવઘર ફર્યા કરે છે. (તે ભગવાનબાપા સરપંચનો ભવાન કે’ દી’ જાટલીમેન થઈને ફરતો ભાળ્યો? એના દરહણ તો રમલાનેય ટપે એવા છે, તોય ‘આવો ભવાનભાઈ, આવો ભવાનભાઈ’ એમ નથી થાતું? બોલો?) બીજા કારણમાં ઈ કે સાલ્લા રમલાને બોલવાનું ભાન નથી (તે ઝીલુભાઈ કાઠીના દીકરા આ બાવકુભાઈ બોલે તંઈ ગાળ્યુંની ત્રમઝાટી બોલાવે છે કે નઈ? તોય ઈ બઝારે નીકળે તો જુવાન વહુવારુઓ, ગવઢા-બૂઢાઓને જોઈને લાજ કાઢી, વાહો વળી, ભીંત બાજુ મોં ફેરવીને ઊભી રહી જાય એમ ગામના સારાસારા માણસો તરીને ઊભા રહી જાય છે કે નહિ? કારણ કે ગામ અડધાનાં ખેતર ઝીલુભાઈને ચોપડે ગીરવે પડ્યાં છે કે નૈ? બોલો? બોલો?) કારણ નંબર ત્રણ, સાલ્લો રમલો કોઈ જાતના ભણતર વગરનો છે. (તો પછી શામજીભાઈ વઘાશિયાનો રમણીક ક્યાં બે ચોપડીય ભણ્યો છે? તોય દુકાનના થડે બેસીને જે પડીકા તોલી આપે છે એ સતનારાયણની કથાનો પ્રસાદ ઝીલતા હોય એમ લઈને ચૂપચાપ ચાલતી પકડે છે કે નૈ? કેમ કે શામજીભાઈ વઘાશિયા જેવા શાહુકારને પૂછે એ ભગવાનને પૂછે. સાચું કે નહિ? બોલો? બોલો? બોલો?) અને હવે કારણ નંબર ચાર.. હવે જાવા દ્યોને મારા ભાઈ, આપણે સાચ્ચેસાચ્ચા કારણ નંબર એકથી જ શરૂ કરીએ તો કારણ એ કે રમલો ફતનદેવાળિયો છે. નસીબનો કાઠો છે, જાતનો લુવાણો છે પણ લુવાણાનાં એકેય લખણ જ નો મળેને! એથીય વધારે મહત્ત્વનું કારણ તો ઈ કે પાછો ગરીબ છે. હવે સમજ્યા તમે?

એમ તો રમલાની વાત શરૂ કરવી હોય તો એના બાપા મગનઅદાથી શરૂ કરવી પડે. જુવાનીમાં એ આફ્રિકે કમાવા ગયેલા. ગયા ત્યારે આખું ગામ રંગેચંગે વળાવવા ગયેલું, અરે મારા, ખુદ આ કાળુના બાપા, ગાડું જોડીને રેલવે ટેશને વળાવવા ગયેલાને! પછી ત્યાં ફાવટ આવતાં રમલાને, એની નાની બહેન ચંચળને અને રમલાની બા શાંતામાને પણ આફ્રિકે તેડાવી લીધેલાં. ગામમાં વાતો થાતી કે મગનઅદાને દોમદોમ સાહ્યબી હતી. મગનઅદાને ત્યાં હસબીઓ હારે વેપાર પૂરો ફાવી ગયેલો, મૂળ શું કે ત્યાંના હસબીઓ અબુધ, અરધા નાગા, મગનઅદાની કરિયાણાની દુકાને આવે. મગનઅદા જાણતા નથી એમ માનીને કાચની બરણીમાંથી મૂઠો ભરીને પીપરમિન્ટ કે ઇજમેટના ટીકડા લઈ લે. આ જોયું ન જોયું કરે. એટલા માટે કે એ બધા દુકાને આવતા થાય. એ બધા પાસે ક્યારેક કાચા હીરા પણ હોય. એની કિંમત એવાવને થોડી ખબર હોય! ક્યારેક પીપરમિન્ટની ટીકડી કે કરિયાણાની નાની આઈટમ સામે આવા રફ હીરા આપીને ચાલતા થાય. એમાં મગનઅદાને બખ્ખા થઈ પડ્યા. પણ એ દિવસોય ફર્યા. ત્યાં આફ્રિકે મગનઅદાને કોક ઝેરી તાવ આવ્યો, એમાં પંદરદી’ની બીમારીમાં ઊકલી ગયા. એવા પારકા પરદેશમાં શાંતામા, એવા વેપાર-ધંધા તો નો જ સંભાળી શકે. અને રમેશમામા તો ઘણા નાના. ત્યાંના ખોજા અને લવાણાઓએ ઘણી હિંમત બંધાવી કે – બહેન, રમલાને સીધો દુકાનનો થડો સોંપી દ્યો, અમે બધા રેતારેતા અને ધંધો શીખવાડી દેશું. ટાઇમ જાતાં શું વાર? કાલ્ય પાંચ હાથ પૂરો ભાયડો થઈ જાહે.

પણ શાંતામાને ફડક ધરી ગયેલી, આ પારકા પરદેશમાં ધણી તો ખોયો છે, ક્યાંક દીકરોય જાશે. એટલે જેટલા આવ્યા એટલા પૈસા લઈ દુકાન વેચી, નવ-દસ વરસના રમલાને અને એનાથી નાની ચંચળને આંગળીએ વળગાડી, પડતાં આખડતાં પોતાના ગામડેગામ પાછા આવી ગયેલાં. પછી એક વાર વીરપુર જઈને જલારામબાપાની માનતા પણ ઉતારી આવેલાં. માથે સાડલાનો છેડો પૂરો ઓઢી, ખોળામાં રમલાને બેસાડી, માથું ભોંયે ઘસીને અરજ કરેલી,

– જલાપીર, તમે તો હાજરાહજૂર છો, એના બાપાને ન્યા આફ્રિકા જેવા અંધારિયા મુલકમાં જેમ ધંધો શીખવાડ્યો એમ આયાં મારા રમલાના બળ, બુદ્ધિ અને ધન વધે એવું કરજો.

જોકે જલારામબાપા આવી બાબતમાં રાજી નો હોય એવું તો નો બને, પણ તૈયા૨ નો થયા તે ખુદના ગામના જ લોકો. એમાંય ખાસ કરીને કુટુંબીઓ. ગામમાં પહેલાંથી જ એક લુવાણા અને એક પટેલની કરિયાણાની દુકાનો ધમધોકાર ચાલતી હતી, એમાંથી કોઈ એક દુકાને રમલાને ધંધો શીખવા મૂકીશું તો ગાડી પાટે ચડી જશે એમ શાંતામાને લાગતું હતું. લુવાણા કુટુંબી ભાઈઓ હતા અને શામજીભાઈ વઘાશિયા તો મગનઅદાના બાળપણના ભાઈબંધ. ધંધો ચપટી વગાડતાંક ને આવડી ગ્યો સમજો. અને પછી તો કુળની જ કોઈ છોકરી કેમ નો મળે? આવા વિચારોમાં એ વહુવારુની પગચંપીથી શાંતામાંના કળતા પગ સપનામાં પણ ફોરાં થવા મંડ્યા. ગામમાં વે’લામોડા રમલો ત્રીજી દુકાન કરશે તો પોતાના જામી ગયેલા ધંધાનું શું એમ માનીને હોય કે ગમે એ કારણ હોય, રમલામાં કોઈએ ઝાઝો રસ નો લીધો. પહેલાં એને જાતભાઈની દુકાને મૂક્યો તો ત્યાં એને આખો દિવસ નાનાં મોટાં પડીકાં વળાવ્યા કરે! રોજ મોડો આવીને રમલો શાંતામાને ફરિયાદ કરે,  

18,450

edits