સોરઠી સંતવાણી/ક્રિયાશુદ્ધિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ક્રિયાશુદ્ધિ|}} <poem> વચન સુણીને બેઠાં એકાંતમાં ને :::: સુરતા લ...")
 
No edit summary
 
Line 21: Line 21:
કીધો વાસનાનો સરવત્યાગ રે. — વચન.
કીધો વાસનાનો સરવત્યાગ રે. — વચન.
</poem>
</poem>
<center>'''[ગંગાસતી]'''</center>
<br>
{{HeaderNav2
|previous = ત્રિગુણની પાર
|next = ગુરુ-શિષ્યની એકતા
}}

Latest revision as of 10:36, 28 April 2022


ક્રિયાશુદ્ધિ

વચન સુણીને બેઠાં એકાંતમાં ને
સુરતા લગાડી ત્રાટક માંય રે,
સંકલ્પ વિકલ્પ સરવે છૂટી ગયા ને
ચિત્ત લાગ્યું વચનુંની માંય રે —
ભાઈ રે! ખાનપાનની ક્રિયા શુદ્ધ પાળે ને
જમાવી આસન એકાંત માંય રે,
જાતિ અભિમાનનો ભેદ મટી ગયોને
વરતે છે એવાં વ્રતમાન રે. — વચન.
ભાઈ રે! ચંદ્રસૂરજની નાડી જે કહીએ ને
તેનું પાળે છે વ્રતમાન રે,
ચિત્તમાં માત્ર જે વચન મૂકે રે
એથી આવી ગઈ છે સાન રે. — વચન.
ભાઈ રે! ક્રિયા શુદ્ધ થઈ ત્યારે અભિયાસ જાગ્યો ને
પ્રકટ્યું નિરમળ જ્ઞાન રે,
ગંગાસતી એમ બોલિયાં ને
કીધો વાસનાનો સરવત્યાગ રે. — વચન.

[ગંગાસતી]