સોરઠી સંતવાણી/ઉપદેશનું પાત્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
[ગંગાસતી]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઉપદેશનું પાત્ર|}} <poem> સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું ને...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 21: | Line 21: | ||
:::: તમે સમજુ છો મહાપ્રવીણ રે. — સત્ય | :::: તમે સમજુ છો મહાપ્રવીણ રે. — સત્ય | ||
</poem> | </poem> | ||
<center>'''[ગંગાસતી]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = શિષ્ય કોને કરવો? | |||
|next = છેલ્લી શિખામણ | |||
}} |
Latest revision as of 11:09, 28 April 2022
ઉપદેશનું પાત્ર
સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું ને
ઈ ચાર વાણી થકી પાર રે,
સ્વપ્નામાં પણ એ ચળે નહીં ને
એ તો નિર્ભય નર ને નાર રે —
ભાઈ રે ભેદવાદીપણાનો સંશય ઢળી ગયો ને
મટી ગયો વર્ણવિકાર રે
તનમનધન પોતાનું નથી માન્યું ને
સતગુરુ સાથે એકતાર રે. — સત્ય.
ભાઈ રે એવાને ઉપદેશ તરત લાગે ને
જેખે પાળ્યો સાંગોપાંગ અધિકાર રે
આ અલૌકિક વસ્તુ એવાને કે’જોને
નહીં તો સમજીને રહેજો સમાઈ રે. — સત્ય.
ભાઈ રે હરિગુરુ સંતને એકરૂપ જાણજો ને
રહેજો સ્વરૂપમાં લીન રે,
ગંગાસતી એમ બોલિયાં ને
તમે સમજુ છો મહાપ્રવીણ રે. — સત્ય