ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પરેશ નાયક /પરપોટો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|પરપોટો | પરેશ નાયક}} | |||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/f/f8/EKATRA_HITESH_PARPOTO.mp3 | |||
}} | |||
<br> | |||
પરપોટો • પરેશ નાયક • ઑડિયો પઠન: હિતેશ દરજી | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક હતો પરપોટો. હવાથી બનેલો ને પાણીથી મઢેલો. | એક હતો પરપોટો. હવાથી બનેલો ને પાણીથી મઢેલો. | ||
Line 33: | Line 50: | ||
તરાપામાં આવી ને એ તો ચત્તો પડ્યો પડ્યો બૂડબૂડ …બૂડબૂડ રડે. ને એને રડતો જોઈને દૂકાળ મૂછમાં ને મૂછમાં હસે. રાત પડી ગઈ. ચાંદો ઊગ્યો. જુએ છે તો આજુ ગામ ને બાજુ ગામ, સૂકો ને લીલો કોઈ મળે નહીં. ખાલી તરાપામાં પડ્યો પડ્યો બૂડબૂડ…બૂડબૂડ… રડતો પરપોટો દેખાય. ચાંદાને આ જોઈને એટલું બધું દુઃખ થયું, એટલું બધું દુ:ખ થયું કે એનાથી એક સૂડસૂડીયો નિસાસો નંખાઈ ગયો. ચાંદાનો સૂડસૂડીયો નિસાસો સીધો પરપોટાના પેટ પર જઈને તડીંગ દઈને ટકરાયો, ને પટાક કરતોક ને પરપોટો ફૂટી ગયો. ફૂડુક! | તરાપામાં આવી ને એ તો ચત્તો પડ્યો પડ્યો બૂડબૂડ …બૂડબૂડ રડે. ને એને રડતો જોઈને દૂકાળ મૂછમાં ને મૂછમાં હસે. રાત પડી ગઈ. ચાંદો ઊગ્યો. જુએ છે તો આજુ ગામ ને બાજુ ગામ, સૂકો ને લીલો કોઈ મળે નહીં. ખાલી તરાપામાં પડ્યો પડ્યો બૂડબૂડ…બૂડબૂડ… રડતો પરપોટો દેખાય. ચાંદાને આ જોઈને એટલું બધું દુઃખ થયું, એટલું બધું દુ:ખ થયું કે એનાથી એક સૂડસૂડીયો નિસાસો નંખાઈ ગયો. ચાંદાનો સૂડસૂડીયો નિસાસો સીધો પરપોટાના પેટ પર જઈને તડીંગ દઈને ટકરાયો, ને પટાક કરતોક ને પરપોટો ફૂટી ગયો. ફૂડુક! | ||
{{Right| | {{Right|(૧૯૯૩) (ખેવના)}}<br> | ||
{{Right| | {{Right|(૧૯૯૪ની શ્રેષ્ઠ વાર્તાઓ, આર. આર. શેઠ)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/પરેશ નાયક/તાંદળજાની ભાજી|તાંદળજાની ભાજી]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કાનજી પટેલ/ડેરો|ડેરો]] | |||
}} |
Latest revision as of 18:08, 22 January 2024
પરેશ નાયક
◼
પરપોટો • પરેશ નાયક • ઑડિયો પઠન: હિતેશ દરજી
◼
એક હતો પરપોટો. હવાથી બનેલો ને પાણીથી મઢેલો.
ખારી નદીની વચ્ચોવચ એનું ઘર. ઘરનું નામ તરાપો. નદીમાં તરાપો તય કરે ને તરાપામાં પરપોટો ફર્યા કરે.
નદીને બેઉ કિનારે બે ગામ. એકનું નામ આજુ ને બીજાનું નામ બાજુ. બન્ને ગામમાં પરપોટોના બે દોસ્ત રહે. એકનું નામ સૂકો ને બીજાનું નામ લીલો. સૂકો આજુ ગામ રહે ને લીલો બાજુ ગામ રહે. સૂકા પાસે એક સોનેરી રંગની ઝૂંપડી ને રૂપેરી રંગની બકરી, લીલા પાસે મસ મોટી હવેલી ને અધધધ ગાય-ભેંશ. સૂકો મહેનતુ ને લીલો મોજીલો. સૂકાનું જોર એના બાવડામાં ને લીલાની તાકાત એના ભેજામાં. મલક આખામાં સૂકાનું બાવડું ને લીલાનું ભેજું બહુ વખણાય.
પણ –
પરપોટાને કશીય પરવા નહીં. એ તો બસ તરાપે બેસી ને તર્યા કરે. તરાપા નીચે નદી વહ્યા કરે. આજુ ને બાજુ બેઉ ગામના લોકો ખારી નદીનું ખાટું-ખાટું પાણી પી ને ‘ટાબૂ…ટાબૂ…’ બોલાવી જલ્સા કરે.
સૂકા ને લીલાને જેટલી પરપોટા સાથે દોસ્તી એટલું જ એકબીજા માટે વેર. પણ પરપોટાને કશી પરવા નહીં. એ તો આંખ આડા કાન કરે ને કાન આડું નાક ધરે. ને લ્હેરથી તય કરે. હા. રોજ એક્કેક વાર બને દોસ્તો જોડે રમવા જાય. રોજ સવારે માથે ટોપી મૂકી, હાથમાં સોટી લઈ પહેલા જાય આજુ ગામ સૂકા સાથે સાત તાળી રમવા. બપોરે પાછો તરાપે આવી હવાનો લાડુ જમે ને સાંજ પડતાં ‘પીંગ પપોંગ પીંગ પોંગ’ ઊડતો ઊડતો પહોંચે બાજુ ગામ લીલા ભેગો પકડદાવ રમવા. રાતે વળી તરાપે જઈ હવાનો લાડુ જમે ને ચાંદો ઊગતા પહેલા જ બૂડબૂડ બૂડબૂડ નસ્કોરા બોલાવતો ઘસઘસાટ ઊંઘી જાય.
એક વાર એવું બન્યું કે મલકમાં ચાર આંખો ને ચાળીસ હાથવાળો દુકાળ આવ્યો. કોઈ એને જુએ નહીં પણ એ બધાય ને જુએ. ચારે તરફ એની ગરમ ગરમ આંખો ફેરવે ને વીસ-વીસ ખોબે જમે. મલક તો આખો મૂંઝાઈ ગયો. વાદળ ગરજે નહીં ને પાણી વરસે નહીં. કોયલ ટહૂકે નહીં ને મોર ગહેકે નહીં. ખેતરમાં ધાન પાકે નહીં ને ધાન વિના જીવન ચાલે નહીં. કોયલ ને કૂતરા, માણસ ને મોર બધાયનાં ગળા સૂકાવા લાગ્યાં.
પણ પરપોટાને કશીય પરવા નહીં. એ તો માથે ટોપી મૂકી ને ‘પીંગ-પોંગ-પીંગ-પોંગ’ ઊડતો ઊડતો જાય આજુ ગામ, સાતતાળી રમવા. બપોરે તરાપે જઈ હવાનો લાડુ જમે ઓઈયા. સાંજે ઊપડે બાજુ ગામ પકડદાવ રમવા. ને ચાંદો ઊગતા પહેલા તો હવાનો લાડુ જમી ને મંડે બૂડબૂડ બૂડબૂડ ઘોરવા.
આજુ ગામનો સૂકો તો દિવસ ને રાત ભેગા કરે, ને બાવડાના જોરે માંડ રોટલો રળે. ને બાજુ ગામનો લીલો ભેજું લડાવે ને પકવાન જમે. પણ દૂકાળને તો ચા૨ આંખે ને ચાળીસ હાથ. એ તો લ્હાય-લ્હાય આંખો ફેરવે ને કૂવા-તળાવ સૂકવતો જાય. વીસ વીસ ખોબે જમે ને ખેતર ખૂટાડતો જાય.
સૂકો ને લીલો બે ય મૂંઝાયા. સૂકાને આજની ચિંતા ને લીલાને આવતી કાલનો ડ૨. દૂકાળે તો જોતજોતામાં આખો મલક સૂકવવા માંડ્યો. વરસાદ વિના કરવું શું? ખેતર વિના રાંધવું શું? રાંધ્યા વિના જમવું શું? જમ્યા વિના જીવવું શું?
રાત પડી ગઈ. ચાંદો ઊગ્યો. બગાસું ખાતા ખાતાં ચાંદાએ જોયું તો પરપોટો તો છીપલાને ઓશીકે માથું મૂકી ને નિરાંતે ઊંઘે બૂડબૂડ બૂડબૂડ. ચાંદાએ એક નજરે આજુ ગામ જોયું ને બીજી નજર બાજુ ગામ તરફ કરી. જૂએ છે તો આજુ ગામનો સૂકો બાવડાના જોરે નદીને ખેંચે છે એના ખેતર તરફ. ને બાજૂ ગામનો લીલો ભેજના જોરે નદીને ખેંચે છે એના ખેત૨ તરફ. ચાંદાને ચિંતા થઈ. એણે તો ઠંડા ઠંડા ચૂંટલા ખણી ને પરપોટા ને ઊઠાડવા માંડ્યો પણ પરપોટાને તો કશીય પરવા નહીં. એ તો તરાપે પડ્યો પડ્યો ઘોરે બૂડબૂડ બૂડબૂડ ને તરાપા નીચે નદી તો ચીરાવા માંડી ચ૨૨૨… ચ૨૨૨…નદીનો ડાબો હાથ સૂકાના દોરડે બંધાયો છે ને જમણો હાથ લીલાના ભેર જોડે વીંટાયો છે. નદી તો કંઈ મૂંગી મૂંગી ચીસો પાડે, કંઈ ચીસો પાડે. પણ સાંભળે કોણ. મલક આખો મરવા પડ્યો છે ને પરપોટો તો બૂડબૂડ… બૂડબૂડ ઘોરે છે.
જોતજોતામાં તો પોણા ભાગની નદી ચોરી ગયો લીલો, ને પા ભાગની નદી ખેંચી ગયો સૂકો. પરપોટાનો તરાપો તો ભખાંગ દઈને નદીની રેતીમાં ખૂંપાઈ ગયો. પણ ઊંઘમાંથી ઊઠે તો પરપોટો નહીં. એ તો બસ ઘોયા કરે બૂડબૂડ…બૂડબૂડ…
આમ ને આમ દિવસો વીતતા ગયા ને રાતો ખૂટતી ગઈ. વરસાદ આવે નહીં ને દૂકાળ જાય નહીં. રોજ રાતે ચાંદો પરપોટાને ઢંઢોળે પણ પરપોટો ઊઠે નહીં. ને દૂકાળ તો રાત ને દિવસ ખડખડ ખડખડ હસતો જાય ને વીસ-વીસ ખોબે જમતો જાય. પાણી ને પકવાન, રોટલા ને રાબ બધું ય સબડકા બોલાવતો પી જાય. આ જોઈને ચાંદો તો સૂડસૂડ… સૂડસૂડ… નિસાસા નાંખે.
એક રાતે ઓહીયા ઓડકાર ખાતો દૂકાળ નદીની રેતમાં પડ્યો પડ્યો હસતો હતો તે ચાંદાથી રહેવાયું નહીં. ચાંદો દૂકાળને કહે કે ભાઈ તું જવાનું શું લઈશ? દુકાળ તો હસ્યા કરે ખડખડ ખડખડ. ચાંદાએ બહુ પૂછયું, બહુ પૂછ્યું, તો દૂકાળ કહે, પરપોટો ઊઠે તો હું જઉં. ચાંદો કહે એ કઈ રીતે? દૂકાળ કહે પરપોટો ઊઠે ને સૂકાના બાવડાનું ને લીલાના ભેજાનું જોર ભેગું કરીને એક ફૂંક મારે તો હું ઊડી જઉં. આટલું કહીને દૂકાળ તો મંડ્યો પેટ પકડીને ખડખડ હસવા. ને ચાંદો સૂડસ્ડ નિસાસા બોલાવવા લાગ્યો. પણ પરપોટો તો એઈ ને ઘોરે છે બૂડબૂડ… બૂડૂબૂડ.
થોડા દિવસ પછી એકવાર સવારે પરપોટો તો માથે ટોપી પહેરીને ઊપડ્યો આજુ ગામ સૂકા જોડે સાતતાળી ૨મવા. જઈને જુએ છે તો ગામમાં કોઈ નહીં. નહીં સૂકો, નહીં સૂકાનું સોનેરી પડું. પરપોટો તો મૂંઝાયો. બપોરે હવાનો લાડુ જમીને વળી ઊપડ્યો બાજુ ગામ પકડદાવ રમવા. જઈને જુએ છે તો ગામમાં કોઈ નહીં. નહીં લીલો, નહીં લીલાની હવેલી. દૂકાળ તો આ જોઈ ને એની મૂછમાં ને મૂછમાં એટલું હસે એટલું હસે કે ઊછળી ઊછળી ને મૂછ બેવડ વળી ગઈ.
પરપોટો તો રોવા જેવો થઈ ગયો. હવે? હવે કરવું શું? પકડદાવ ને સાતતાળી કોની જોડે રમવા? ને રમ્યા વગર તો ઊંઘે ય ન આવે ને લાડુ ય ન ભાવે.
તરાપામાં આવી ને એ તો ચત્તો પડ્યો પડ્યો બૂડબૂડ …બૂડબૂડ રડે. ને એને રડતો જોઈને દૂકાળ મૂછમાં ને મૂછમાં હસે. રાત પડી ગઈ. ચાંદો ઊગ્યો. જુએ છે તો આજુ ગામ ને બાજુ ગામ, સૂકો ને લીલો કોઈ મળે નહીં. ખાલી તરાપામાં પડ્યો પડ્યો બૂડબૂડ…બૂડબૂડ… રડતો પરપોટો દેખાય. ચાંદાને આ જોઈને એટલું બધું દુઃખ થયું, એટલું બધું દુ:ખ થયું કે એનાથી એક સૂડસૂડીયો નિસાસો નંખાઈ ગયો. ચાંદાનો સૂડસૂડીયો નિસાસો સીધો પરપોટાના પેટ પર જઈને તડીંગ દઈને ટકરાયો, ને પટાક કરતોક ને પરપોટો ફૂટી ગયો. ફૂડુક!
(૧૯૯૩) (ખેવના)
(૧૯૯૪ની શ્રેષ્ઠ વાર્તાઓ, આર. આર. શેઠ)