સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/કંકણવંતો હાથ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કંકણવંતો હાથ | }} {{Poem2Open}} યાત્રિકોનો સંઘ હસતો હસતો ચાલ્યો ગયો....")
 
No edit summary
 
Line 8: Line 8:
કાંઠે ઊભેલો સંઘ સ્તબ્ધ બન્યો. એણે નદીને સંબોધી : હે લોકમાતા, ચમારનું શ્રીફળ તમે હાથોહાથ ઝીલ્યાનું અમે કહેશું તો કેમ મનાશે? કશીક એંધાણી આપશો?
કાંઠે ઊભેલો સંઘ સ્તબ્ધ બન્યો. એણે નદીને સંબોધી : હે લોકમાતા, ચમારનું શ્રીફળ તમે હાથોહાથ ઝીલ્યાનું અમે કહેશું તો કેમ મનાશે? કશીક એંધાણી આપશો?
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = રોઈદાસનો ચર્મ-કુંડ
|next = એકરાષ્ટ્રતાના સ્થંભો
}}

Latest revision as of 11:32, 13 July 2022


કંકણવંતો હાથ

યાત્રિકોનો સંઘ હસતો હસતો ચાલ્યો ગયો. કાશીધામમાં પહોંચીને યાત્રિકોએ ઠેકડી કરી. શ્રીફળ લઈને એક જણાએ ગંગાતીરે ઊભાં ઊભાં કહ્યું : “માતાજી, રોઈદાસ ચમારે શ્રીફળ મોકલ્યું છે, પણ હાથોહાથ લ્યો તો જ આપવાનું છે.” હાંસી યાત્રીઓના હોઠમાં સમાઈ ગઈ. ગંગાના નીર વચ્ચેથી કોઈ કંકણે રણઝણતો એક હાથ કોણી સુધી ઊંચો થયો. ફેંકાયેલું શ્રીફળ એ હાથની હથેળીમાં ઝિલાયું. શ્રીફળવંતો હાથ પાછો જળમાં સમાયો. કાંઠે ઊભેલો સંઘ સ્તબ્ધ બન્યો. એણે નદીને સંબોધી : હે લોકમાતા, ચમારનું શ્રીફળ તમે હાથોહાથ ઝીલ્યાનું અમે કહેશું તો કેમ મનાશે? કશીક એંધાણી આપશો?