ગુજરાતી એકાંકીસંપદા/કારમી ચીસ: Difference between revisions
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(4 intermediate revisions by the same user not shown) | |||
Line 306: | Line 306: | ||
{{ps | {{ps | ||
|શંકરલાલઃ | |શંકરલાલઃ | ||
(મિજાજ ખોઈને) તમને કોઈ પણ વેળા ઊર્મિ થઈ છે ખરી? | |(મિજાજ ખોઈને) તમને કોઈ પણ વેળા ઊર્મિ થઈ છે ખરી? | ||
}} | }} | ||
{{ps | {{ps | ||
Line 316: | Line 316: | ||
|તમે બરફના ડુંગર જેવાં ઠંડાં થઈને બેસી રહ્યાં છો તેમાંથી ગરમ કરવાને હું ગમે તે કરવા તૈયાર છું. તમારી જ્યારે ખાતરી થાય છે કે સામો માણસ તમારું ખૂન કરવા જ માગે છે ત્યારે તમારે જે ચીસ પાડવાની છે તે ચીસ ખરેખર ભયંકર, કારમી હોવી જોઈએ. ધારો કે લાઇન ઉપર એક છોકરું એન્જિન ડ્રાઇવર જુએ અને જેવી તે કારમી સિસોટી વગાડે એવી એ ચીસ જોઈએ. | |તમે બરફના ડુંગર જેવાં ઠંડાં થઈને બેસી રહ્યાં છો તેમાંથી ગરમ કરવાને હું ગમે તે કરવા તૈયાર છું. તમારી જ્યારે ખાતરી થાય છે કે સામો માણસ તમારું ખૂન કરવા જ માગે છે ત્યારે તમારે જે ચીસ પાડવાની છે તે ચીસ ખરેખર ભયંકર, કારમી હોવી જોઈએ. ધારો કે લાઇન ઉપર એક છોકરું એન્જિન ડ્રાઇવર જુએ અને જેવી તે કારમી સિસોટી વગાડે એવી એ ચીસ જોઈએ. | ||
}} | }} | ||
અપર્ણાઃ તમે કહી રહ્યા! એક એન્જિનની વ્હિસલ જેવી ચીસ પાડતાં મને આવડતી નથી! | {{ps | ||
શંકરલાલઃ તો ત્યારે તમે પણ સાંભળી લો. બીજા બધા માણસો તો ઘેર પણ ગયા. આપણે આટલા જ અહીં છીએ. મારે પણ દૂર જવાનું છે. પણ જ્યાં સુધી તમે પેલી ખરેખર હૃદયદ્રાવક ચીસ નહિ પાડો ત્યાં સુધી હું અહીંથી તમને છોડવાનો નથી. પેલું તમે ‘ટૅક્નિક ટૅક્નિક’ બોલ્યાં કરો છો પણ એ ટૅક્નિક શું છે તે તમે જાણો છો? તમે જે ઊર્મિઓની કલ્પના કરી રાખી હોય તે ઊર્મિઓને અભિનયમાં વહેતી મૂકો તે ટૅક્નિક, પણ તમારામાં તો ઊર્મિ જ જણાતી નથી. | |અપર્ણાઃ | ||
|તમે કહી રહ્યા! એક એન્જિનની વ્હિસલ જેવી ચીસ પાડતાં મને આવડતી નથી! | |||
}} | |||
{{ps | |||
|શંકરલાલઃ | |||
|તો ત્યારે તમે પણ સાંભળી લો. બીજા બધા માણસો તો ઘેર પણ ગયા. આપણે આટલા જ અહીં છીએ. મારે પણ દૂર જવાનું છે. પણ જ્યાં સુધી તમે પેલી ખરેખર હૃદયદ્રાવક ચીસ નહિ પાડો ત્યાં સુધી હું અહીંથી તમને છોડવાનો નથી. પેલું તમે ‘ટૅક્નિક ટૅક્નિક’ બોલ્યાં કરો છો પણ એ ટૅક્નિક શું છે તે તમે જાણો છો? તમે જે ઊર્મિઓની કલ્પના કરી રાખી હોય તે ઊર્મિઓને અભિનયમાં વહેતી મૂકો તે ટૅક્નિક, પણ તમારામાં તો ઊર્મિ જ જણાતી નથી. | |||
}} | |||
(એટલામાં એક માણસ મોં પર ‘માસ્ક’ રાખીને દાખલ થાય છે. લૂટારા જેવો જણાય છે. અપર્ણા અને દોલત ચમકે છે. શંકરલાલ એટલો ચમકતો નથી.) | (એટલામાં એક માણસ મોં પર ‘માસ્ક’ રાખીને દાખલ થાય છે. લૂટારા જેવો જણાય છે. અપર્ણા અને દોલત ચમકે છે. શંકરલાલ એટલો ચમકતો નથી.) | ||
અપર્ણાઃ આ કોણ? મોંએ ‘માસ્ક’ પહેર્યો છે? | {{ps | ||
દોલતઃ અને… અને હાથમાં રિવૉલ્વર પણ છે! | |અપર્ણાઃ | ||
નવો માણસઃ હલ્લો! કાંઈ રિહર્સલ ચાલી રહેલું લાગે છે! | |આ કોણ? મોંએ ‘માસ્ક’ પહેર્યો છે? | ||
શંકરલાલઃ હા, હા, પણ ખાનગી છે. | }} | ||
નવો માણસઃ એ હું જાણું છું. તમારે ડહાપણ કરવાની જરૂર નથી. હું પૂછું તેના જવાબ આપશો તો સારું. અરે ભાઈ! તમે નાયકની ભૂમિકા ભજવો છો કે? | {{ps | ||
દોલતઃ હા. | |દોલતઃ | ||
નવો માણસઃ અને તમે? નાયિકાની ભૂમિકા? | |અને… અને હાથમાં રિવૉલ્વર પણ છે! | ||
અપર્ણાઃ હા…આ-અ, હા, (જરા ગભરાઈને). | }} | ||
નવો માણસઃ અને તમે મુરબ્બી? ડિરેક્ટર? | {{ps | ||
શંકરલાલઃ હા, હા, હું ડિરેક્ટર છું, પણ તમે કોણ છો? આમ શા માટે ધસી આવ્યા છો? | |નવો માણસઃ | ||
નવો માણસઃ મારું કાર્ડ આ રહ્યું. મુરબ્બી એમ ગરમ નહિ થવું જોઈએ. | |હલ્લો! કાંઈ રિહર્સલ ચાલી રહેલું લાગે છે! | ||
શંકરલાલઃ કાર્ડને નાખો ચૂલામાં. નીકળો બહાર–ચલે જાઓ. | }} | ||
નવો માણસઃ (કરડાકીમાં હસતો) હવે એમ ખોટી હિંદુસ્તાની ભાષા બોલવાની જરા પણ જરૂર નથી. હું તો તમારી સાથે એક સોદો કરવા આવ્યો છું. | {{ps | ||
શંકરલાલઃ હમણાં મારે સોદા કરવા નથી. મને મારું રિહર્સલ પૂરું કરવા દો. | |શંકરલાલઃ | ||
દોલતઃ પણ ભલા, આ મોં પર માસ્ક ઘાલીને સોદા કરવા આવ્યા છો? | |હા, હા, પણ ખાનગી છે. | ||
નવો માણસઃ જીભ પર અંકુશ રાખતાં શીખો, સમજ્યા નાયકસાહેબ! લો, આ કાર્ડ વાંચો – કે પછી ડિરેક્ટરો અને નાયક–નાયિકાઓને વાંચતાં આવડતું નથી? | }} | ||
શંકરલાલઃ અમને વાંચતાં આવડે છે. કાર્ડમાં તો લખ્યું છે, ‘નાટક સંરક્ષણ સંસ્થા’ એનો અર્થ શો? | {{ps | ||
નવો માણસઃ હં અં, હવે તમે ડહાપણભર્યા પ્રશ્નો પૂછવા માંડ્યા. આ સંસ્થા એક પ્રકારની પૈસા ઉઘરાવનાર કહો કે પછી પૈસા પડાવનાર સંસ્થા છે. | |નવો માણસઃ | ||
અપર્ણાઃ શું કહ્યું? આ અમેરિકાનું હૉલિવૂડ નથી! અમે પોલીસને બોલાવશું. | |એ હું જાણું છું. તમારે ડહાપણ કરવાની જરૂર નથી. હું પૂછું તેના જવાબ આપશો તો સારું. અરે ભાઈ! તમે નાયકની ભૂમિકા ભજવો છો કે? | ||
નવો માણસઃ જુવાન પોટ્ટી! બહુ ચાલાકીમાં સાર નહિ કાઢે! સમજી લે કે ગઈકાલે અમેરિકાના હૉલિવૂડમાં ફિલ્મમાં જે બને તે આજે ચિકાગોના મહોલ્લામાં બને અને આવતી કાલે મુંબઈમાં બને. | }} | ||
શંકરલાલઃ કદાચ ધારી લઈએ કે એમ બને, પછી? સમજાવો તો ખરા. | {{ps | ||
નવો માણસઃ હા, તે સમજાવું. તમે આ નાટક રજૂ કરો તે વખતે અમારા માણસો સડેલાં ઈંડાં રંગમંચ ઉપર ફેંકે. ટમેટાં પણ અમે વાપરીએ છીએ. | |દોલતઃ | ||
અપર્ણાઃ તમે હિંમત જ નહિ કરી શકો. | |હા. | ||
નવો માણસઃ તે તમે જોશો, પણ માત્ર ઈંડાં અને ટમેટાં જ અમારાં હથિયાર નથી. અમારી પાસે ગંધ – ખરાબમાં ખરાબ ગંધ મારતા બૉમ્બ પણ છે. એકાદ બૉમ્બ રંગમંચ ઉપર ફેંક્યો કે પછી જોઈ લો મજા! | }} | ||
દોલતઃ એથી શું થાય? | {{ps | ||
નવો માણસઃ મહેરબાન, રંગમંચ ઉપર એવી ભયાનક બદબો ફેલાઈ રહે કે તમારાં ભાષણો તો ભૂલી જ જાઓ. | |નવો માણસઃ | ||
અપર્ણાઃ ઓ બોપ રે! | |અને તમે? નાયિકાની ભૂમિકા? | ||
નવો માણસઃ એથી વધારે સૂક્ષ્મ હથિયારો પણ છે. | }} | ||
અપર્ણાઃ આથી સૂક્ષ્મ? | {{ps | ||
નવો માણસઃ હા, બાઈસાહેબ, અમારામાંના પાંચસાત માણસો છૂટા છૂટા ઑડિટોરિયમમાં બેસી જઈએ અને પછી વાત કરવા માંડીએ કે નાયિકા ત્રાંસી છે, એની આંખ લંકામાં બાણ મારે છે! | |અપર્ણાઃ | ||
અપર્ણાઃ તમે એમ કહો સાચું? | |હા…આ-અ, હા, (જરા ગભરાઈને). | ||
નવો માણસઃ હાજી, તમારો સારામાં સારો સીન ચાલતો હશે તે વખતે અમારામાંથી એક ઊભો થઈને ઑડિટોરિયમમાંથી બૂમ પાડી ઊઠે: “ઓહો હો! આ મોટી નાયિકા થઈને ઊભી છે, પણ એની આંખ તો જુઓ. લંકામાં આવું બાણ તો કોઈએ માર્યું નથી!” | }} | ||
અપર્ણાઃ (ગુસ્સામાં) પણ મારી આંખને થયું છે શું? એ તો સારી છે. | {{ps | ||
નવો માણસઃ હજી છોકરી! તું નાદાન છે. જાહેરમાં આવી ટીકા થઈ કે માણસો એ માનવાના જ. માનસશાસ્ત્રનો એ એક અફર નિયમ છે. છોકરી તું પરણેલી છે? | |નવો માણસઃ | ||
અપર્ણાઃ ના. | |અને તમે મુરબ્બી? ડિરેક્ટર? | ||
નવો માણસઃ હં અં. તો પછી તમારે ત્યાં નાટક જોવા આવનાર ચારસો–પાંચસો માણસો આ વાત દસ દસ માણસોને કહે તો પણ ક્યાં વાત જાય! હવે તને મુરતિયો મળી રહ્યો! | }} | ||
અપર્ણાઃ શંકરલાલ, દોલત, તમે શું સાંભળી રહ્યા છો? તમે કેમ કશું કરતા નથી? | {{ps | ||
નવો માણસઃ એમાં છોકરી, તું સાર નહિ કાઢે. એના કરતાં મારી વાત સાંભળી લે. આપણે પ્રેક્ષકની સંખ્યા ચારસોની ગણીએ. એકેક પ્રેક્ષક દીઠ ચાર આના ગણીએ, તો કુલ્લે સો રૂપિયા થાય. આ સો રૂપિયા અમને તમે અત્યારે ને અત્યારે આપી દો તો તમારા નાટકમાં જરા પણ ખલેલ નહિ પહોંચે, એટલું જ નહિ પણ અમારા માણસોને તમે પાસ આપજો એટલે થોડી થોડી વારે તેઓ તાળીઓ પાડી તમારા નાટકનાં વખાણ કર્યાં કરશે. લાવો સો રૂપિયા. | |શંકરલાલઃ | ||
શંકરલાલઃ પણ ભાઈ, અત્યારે સો રૂપિયા રોકડા લાવું ક્યાંથી? | |હા, હા, હું ડિરેક્ટર છું, પણ તમે કોણ છો? આમ શા માટે ધસી આવ્યા છો? | ||
નવો માણસઃ હા, એ વાત સાચી. પણ આ છોકરીના હાથમાં સોનાની બંગડી છે અને કાનમાં હીરાનાં લવંગિયાં છે, એટલું બસ થશે. વેચતાં વધારે પૈસા ઊપજશે તો હું પાછા મોકલી આપીશ. | }} | ||
અપર્ણાઃ હું નહિ કાઢવા દઉં. | {{ps | ||
નવો માણસઃ તો મારે બધાંને ખુરશી જોડે બાંધવા પડશે. | |નવો માણસઃ | ||
દોલતઃ મારી પાસે આ રિવૉલ્વર છે તે જોઈ છે કે? | |મારું કાર્ડ આ રહ્યું. મુરબ્બી એમ ગરમ નહિ થવું જોઈએ. | ||
નવો માણસઃ નાટકમાં વપરાતી રિવૉલ્વરથી બીતા ફરતા હોઈએ તો આવા ધંધા અમારાથી થાય પણ નહિ ને! મહેરબાન, મૂકી દો એ રમકડાની બંદૂક આ ટેબલ પર. અને સાચી ભરેલી રિવૉલ્વર જોવી જ હોય તો આ રહી. (ગજવામાંથી બંદૂક કાઢે છે. દોલત પોતાની બંદૂક ટેબલ ઉપર પછાડે છે.) – હં અં, હવે કાંઈક રીતભાત શીખ્યા. ચાલો, કાઢી આપો દાગીના. | }} | ||
અપર્ણાઃ હું ચીસ પાડીશ. | {{ps | ||
નવો માણસઃ ચીસ અરધી પડશે ત્યાં તો તું મુડદું થઈને પડશે. મારા જેવો બંદૂક વાપરનાર સરકસમાં પણ તને નહિ જડે, પણ કદાચ તને એમ હશે કે મારી બંદૂક પણ આ તારા દોસ્તની બંદૂક જેવી રમકડાની હશે, ખરું ને! આપે છે કે નહિ? | |શંકરલાલઃ | ||
અપર્ણાઃ પણ–પણ. | |કાર્ડને નાખો ચૂલામાં. નીકળો બહાર–ચલે જાઓ. | ||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|(કરડાકીમાં હસતો) હવે એમ ખોટી હિંદુસ્તાની ભાષા બોલવાની જરા પણ જરૂર નથી. હું તો તમારી સાથે એક સોદો કરવા આવ્યો છું. | |||
}} | |||
{{ps | |||
|શંકરલાલઃ | |||
|હમણાં મારે સોદા કરવા નથી. મને મારું રિહર્સલ પૂરું કરવા દો. | |||
}} | |||
{{ps | |||
|દોલતઃ | |||
|પણ ભલા, આ મોં પર માસ્ક ઘાલીને સોદા કરવા આવ્યા છો? | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|જીભ પર અંકુશ રાખતાં શીખો, સમજ્યા નાયકસાહેબ! લો, આ કાર્ડ વાંચો – કે પછી ડિરેક્ટરો અને નાયક–નાયિકાઓને વાંચતાં આવડતું નથી? | |||
}} | |||
{{ps | |||
|શંકરલાલઃ | |||
|અમને વાંચતાં આવડે છે. કાર્ડમાં તો લખ્યું છે, ‘નાટક સંરક્ષણ સંસ્થા’ એનો અર્થ શો? | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|હં અં, હવે તમે ડહાપણભર્યા પ્રશ્નો પૂછવા માંડ્યા. આ સંસ્થા એક પ્રકારની પૈસા ઉઘરાવનાર કહો કે પછી પૈસા પડાવનાર સંસ્થા છે. | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|શું કહ્યું? આ અમેરિકાનું હૉલિવૂડ નથી! અમે પોલીસને બોલાવશું. | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|જુવાન પોટ્ટી! બહુ ચાલાકીમાં સાર નહિ કાઢે! સમજી લે કે ગઈકાલે અમેરિકાના હૉલિવૂડમાં ફિલ્મમાં જે બને તે આજે ચિકાગોના મહોલ્લામાં બને અને આવતી કાલે મુંબઈમાં બને. | |||
}} | |||
{{ps | |||
|શંકરલાલઃ | |||
|કદાચ ધારી લઈએ કે એમ બને, પછી? સમજાવો તો ખરા. | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|હા, તે સમજાવું. તમે આ નાટક રજૂ કરો તે વખતે અમારા માણસો સડેલાં ઈંડાં રંગમંચ ઉપર ફેંકે. ટમેટાં પણ અમે વાપરીએ છીએ. | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|તમે હિંમત જ નહિ કરી શકો. | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|તે તમે જોશો, પણ માત્ર ઈંડાં અને ટમેટાં જ અમારાં હથિયાર નથી. અમારી પાસે ગંધ – ખરાબમાં ખરાબ ગંધ મારતા બૉમ્બ પણ છે. એકાદ બૉમ્બ રંગમંચ ઉપર ફેંક્યો કે પછી જોઈ લો મજા! | |||
}} | |||
{{ps | |||
|દોલતઃ | |||
|એથી શું થાય? | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|મહેરબાન, રંગમંચ ઉપર એવી ભયાનક બદબો ફેલાઈ રહે કે તમારાં ભાષણો તો ભૂલી જ જાઓ. | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|ઓ બોપ રે! | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|એથી વધારે સૂક્ષ્મ હથિયારો પણ છે. | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|આથી સૂક્ષ્મ? | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|હા, બાઈસાહેબ, અમારામાંના પાંચસાત માણસો છૂટા છૂટા ઑડિટોરિયમમાં બેસી જઈએ અને પછી વાત કરવા માંડીએ કે નાયિકા ત્રાંસી છે, એની આંખ લંકામાં બાણ મારે છે! | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|તમે એમ કહો સાચું? | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|હાજી, તમારો સારામાં સારો સીન ચાલતો હશે તે વખતે અમારામાંથી એક ઊભો થઈને ઑડિટોરિયમમાંથી બૂમ પાડી ઊઠે: “ઓહો હો! આ મોટી નાયિકા થઈને ઊભી છે, પણ એની આંખ તો જુઓ. લંકામાં આવું બાણ તો કોઈએ માર્યું નથી!” | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|(ગુસ્સામાં) પણ મારી આંખને થયું છે શું? એ તો સારી છે. | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|હજી છોકરી! તું નાદાન છે. જાહેરમાં આવી ટીકા થઈ કે માણસો એ માનવાના જ. માનસશાસ્ત્રનો એ એક અફર નિયમ છે. છોકરી તું પરણેલી છે? | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|ના. | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|હં અં. તો પછી તમારે ત્યાં નાટક જોવા આવનાર ચારસો–પાંચસો માણસો આ વાત દસ દસ માણસોને કહે તો પણ ક્યાં વાત જાય! હવે તને મુરતિયો મળી રહ્યો! | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|શંકરલાલ, દોલત, તમે શું સાંભળી રહ્યા છો? તમે કેમ કશું કરતા નથી? | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|એમાં છોકરી, તું સાર નહિ કાઢે. એના કરતાં મારી વાત સાંભળી લે. આપણે પ્રેક્ષકની સંખ્યા ચારસોની ગણીએ. એકેક પ્રેક્ષક દીઠ ચાર આના ગણીએ, તો કુલ્લે સો રૂપિયા થાય. આ સો રૂપિયા અમને તમે અત્યારે ને અત્યારે આપી દો તો તમારા નાટકમાં જરા પણ ખલેલ નહિ પહોંચે, એટલું જ નહિ પણ અમારા માણસોને તમે પાસ આપજો એટલે થોડી થોડી વારે તેઓ તાળીઓ પાડી તમારા નાટકનાં વખાણ કર્યાં કરશે. લાવો સો રૂપિયા. | |||
}} | |||
{{ps | |||
|શંકરલાલઃ | |||
|પણ ભાઈ, અત્યારે સો રૂપિયા રોકડા લાવું ક્યાંથી? | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|હા, એ વાત સાચી. પણ આ છોકરીના હાથમાં સોનાની બંગડી છે અને કાનમાં હીરાનાં લવંગિયાં છે, એટલું બસ થશે. વેચતાં વધારે પૈસા ઊપજશે તો હું પાછા મોકલી આપીશ. | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|હું નહિ કાઢવા દઉં. | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|તો મારે બધાંને ખુરશી જોડે બાંધવા પડશે. | |||
}} | |||
{{ps | |||
|દોલતઃ | |||
|મારી પાસે આ રિવૉલ્વર છે તે જોઈ છે કે? | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|નાટકમાં વપરાતી રિવૉલ્વરથી બીતા ફરતા હોઈએ તો આવા ધંધા અમારાથી થાય પણ નહિ ને! મહેરબાન, મૂકી દો એ રમકડાની બંદૂક આ ટેબલ પર. અને સાચી ભરેલી રિવૉલ્વર જોવી જ હોય તો આ રહી. (ગજવામાંથી બંદૂક કાઢે છે. દોલત પોતાની બંદૂક ટેબલ ઉપર પછાડે છે.) – હં અં, હવે કાંઈક રીતભાત શીખ્યા. ચાલો, કાઢી આપો દાગીના. | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|હું ચીસ પાડીશ. | |||
}} | |||
{{ps | |||
|નવો માણસઃ | |||
|ચીસ અરધી પડશે ત્યાં તો તું મુડદું થઈને પડશે. મારા જેવો બંદૂક વાપરનાર સરકસમાં પણ તને નહિ જડે, પણ કદાચ તને એમ હશે કે મારી બંદૂક પણ આ તારા દોસ્તની બંદૂક જેવી રમકડાની હશે, ખરું ને! આપે છે કે નહિ? | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|પણ–પણ. | |||
}} | |||
(નવો આવનાર માણસ સામી ભીંતે બંદૂક તાકી મોટો ભડાકો કરે છે. અપર્ણા ભયંકર ચીસ પાડે છે.) | (નવો આવનાર માણસ સામી ભીંતે બંદૂક તાકી મોટો ભડાકો કરે છે. અપર્ણા ભયંકર ચીસ પાડે છે.) | ||
શંકરલાલઃ શાબાશ, અપર્ણા શાબાશ, બસ એવી જ ચીસ મારે જોઈએ છે! | {{ps | ||
અપર્ણાઃ (અતિશય ગભરાયેલી) શું? શું? | |શંકરલાલઃ | ||
શંકરલાલઃ હા, એવી જ ચીસ તમારે રંગમંચ ઉપર પાડવાની. | |શાબાશ, અપર્ણા શાબાશ, બસ એવી જ ચીસ મારે જોઈએ છે! | ||
અપર્ણાઃ (હજી ગભરાયેલી અને ધ્રૂજતી) પણ… પણ… | }} | ||
શંકરલાલઃ હવે એ તો સમજ્યા! આ આપણા ચન્દ્રમોહનને તમે ઓળખ્યો નહિ? | {{ps | ||
ચંદ્રમોહનઃ (નવો માણસ માસ્ક કાઢી નાખીને) મને અપર્ણા તમે ઓળખ્યો નહિ? હું ચંદ્રમોહન – મારું લાડનું નામ ચંદુ ચકરમ! | |અપર્ણાઃ | ||
અપર્ણાઃ (ખૂબ ગુસ્સે થઈને) ઓહ! સમજી! આ કાવતરું શંકરલાલ, તમે કરેલું કે? | |(અતિશય ગભરાયેલી) શું? શું? | ||
શંકરલાલઃ હા જી, કેમ શું છે? | }} | ||
{{ps | |||
|શંકરલાલઃ | |||
|હા, એવી જ ચીસ તમારે રંગમંચ ઉપર પાડવાની. | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|(હજી ગભરાયેલી અને ધ્રૂજતી) પણ… પણ… | |||
}} | |||
{{ps | |||
|શંકરલાલઃ | |||
|હવે એ તો સમજ્યા! આ આપણા ચન્દ્રમોહનને તમે ઓળખ્યો નહિ? | |||
}} | |||
{{ps | |||
|ચંદ્રમોહનઃ | |||
|(નવો માણસ માસ્ક કાઢી નાખીને) મને અપર્ણા તમે ઓળખ્યો નહિ? હું ચંદ્રમોહન – મારું લાડનું નામ ચંદુ ચકરમ! | |||
}} | |||
{{ps | |||
|અપર્ણાઃ | |||
|(ખૂબ ગુસ્સે થઈને) ઓહ! સમજી! આ કાવતરું શંકરલાલ, તમે કરેલું કે? | |||
}} | |||
{{ps | |||
|શંકરલાલઃ | |||
|હા જી, કેમ શું છે? | |||
}} | |||
{{ps | {{ps | ||
|અપર્ણાઃ | |અપર્ણાઃ | ||
Line 395: | Line 566: | ||
|તો હું અત્યારથી જ માફી માંગી લઉં છું. અપર્ણા, તમે અતિશય નિષ્ણાત અભિનેત્રી, અને તમે ઠંડા માટલા જેવી ચીસ પાડો તે કેમ ચલાવી લેવાય! ઊલટાની મેં તમને આવી સરસ ચીસ પાડવાની ‘ટૅક્નિક’ બતાવી એ બદલ તમારે મારો અંતઃકરણપૂર્વક આભાર માનવો જોઈએ. | |તો હું અત્યારથી જ માફી માંગી લઉં છું. અપર્ણા, તમે અતિશય નિષ્ણાત અભિનેત્રી, અને તમે ઠંડા માટલા જેવી ચીસ પાડો તે કેમ ચલાવી લેવાય! ઊલટાની મેં તમને આવી સરસ ચીસ પાડવાની ‘ટૅક્નિક’ બતાવી એ બદલ તમારે મારો અંતઃકરણપૂર્વક આભાર માનવો જોઈએ. | ||
}} | }} | ||
(પડદો પડે છે.) | {{સ-મ||(પડદો પડે છે.)}} | ||
(રંગમાધુરી) | {{સ-મ|||(રંગમાધુરી)}}<br> | ||
* | <center>*</center> | ||
{{HeaderNav2 | |||
|previous = પ્રારંભિક | |||
|next = હંસા | |||
}} |
Latest revision as of 18:51, 20 May 2022
ધનસુખલાલ મહેતા
દોલત — નાયક
ચંદ્રમોહન — લૂંટારાના વેશમાં એક અભિનેતા
અપર્ણા — નાયિકા
શંકરલાલ — ડિરેક્ટર
સ્થળ — એક નાનો બંગલો
સમય — રાત
દોલતઃ | લોકો ધારે છે એના કરતાં ખૂન વધારે સામાન્ય વસ્તુ છે, સમજી અપર્ણા? |
અપર્ણાઃ | અહીં આવી વેરાન જગ્યાએ તમે વિષય બહુ સારો પસંદ કર્યો જણાય છે, દોલત! |
દોલતઃ | મૂંગી મૂંગી સાંભળ, પોલીસો ધારે છે તેના કરતાં ખૂન ઘણાં વધારે થાય છે. સફળ ખૂનીઓ ઉપર ઘણી વાર શક જતો જ નથી. ખૂનના બે મુખ્ય વિભાગ છે. પહેલો, તે ખૂની સામા માણસને મારી નાંખે છે, માણસ મૃત્યુ પામે છે. ખૂન કરવાની રીત એક હજાર અને એક છે, કેટલીક તો એવી જડ અને જંગલી હોય છે કે મને યાદ કરતાં પણ ચીડ ચડે છે; પણ પછી બીજો અને વધારે મુશ્કેલ વિભાગ આવે છે તે ખૂની નાસી જાય છે તે. તેં પેલા એક લેખકે લેખ લખ્યો છે તે વાંચ્યો છે? ખૂન – લલિતકળાનું એક અંગ! |
અપર્ણાઃ | ના મેં વાંચ્યો નથી અને મારે વાંચવો પણ નથી. |
દોલતઃ | કદાચ તું નહિ જ વાંચે પણ તને એ વિશેનો ખ્યાલ તો આવ્યો ને? પોતાના ઉપરથી શક ટાળવો એ ખરા કલાકાર ખૂનીનું વિશિષ્ટ કાર્ય છે. જ્યારથી તેણે કોનું ખૂન કરવું એ નક્કી કર્યું ત્યારથી તે એ માણસનું ખૂન કરે ત્યાં સુધી ખૂનીના મનમાં આ વિચાર પ્રાધાન્ય ભોગવે છે. આ ખૂન કેવી રીતે કરવું, હોશિયારમાં હોશિયાર ડિટેક્ટિવની જાળમાં નહિ સપડાવું એટલું જ નહિ, પણ તેના મનમાં પોતાને માટે શક પણ ઉત્પન્ન નહિ થવા દેવો આ બધું ખૂનીએ કરવાનું છે. કલા શું છે? પોતાનાં સાધન-સામગ્રી ઉપર વિજય મેળવી લક્ષ્યની સિદ્ધિ પ્રાપ્ત કરવી તે જ ને? |
અપર્ણાઃ | હા, હું સમજી, ચિત્રકારને પણ પોતાની કલામાં ઘણા વિકટ પ્રશ્નો ઉપસ્થિત થાય છે. |
દોલતઃ | હંઅં. બરાબર છે. પણ ચિત્રકાર પરથી આપણે પાછા ખૂની ઉપર દૃષ્ટિ નાખીએ. ખૂનીના ટૅક્નિકલ પ્રશ્નોમાં સૌથી પ્રધાન પ્રશ્ન એ છે કે પોતાના પ્રત્યે શકની સહેજ પણ લાગણી પોલીસો અને ડિટેક્ટિવોમાં નહિ થાય તે છે. તેં ડિટેક્ટિવ નવલો વાંચી છે? |
અપર્ણાઃ | થોડી વાંચી છે. |
દોલતઃ | કાંઈ વાંધો નહિ. એ બધા ડિટેક્ટિવોની કથામાં એમ હોય છે કે ખૂની એક ભૂલ તો કરે છે. હું કહું છું કે ખરો કલાકાર ખૂની એક પણ ભૂલ નથી કરતો. જો તને શક આવતો હોય તો આજે અત્યારે આપણી સ્થિતિનો જ વિચાર કર. તું આજે મારી સાથે એકલી આ નિર્જન બંગલામાં છે તે વિશે કોઈને પણ જરા સરખો પણ વહેમ છે ખરો? |
અપર્ણાઃ | કોઈ નહિ જાણે તે જ સારું છે ને? હું એ જ ઇચ્છું છું. |
દોલતઃ | એમાં ઇચ્છવાનું પૂરતું નથી. મારી ખાતરી છે કે કોઈ જ જાણતું નથી. આમ થવા માટે અમુક કારણો કોણે અસ્તિત્વમાં આણ્યાં? કોણે તારી પાસે તારા ધણીને કાગળ લખાવ્યો કે તું એક રાત તારી બહેનપણી સુધાને ત્યાં રહેવાની છે? અને એમ બને જ નહિ, પણ ધાર કે કોઈ માણસે મને અને તને એક કારમાં જોયાં હોય તો પણ શું થયું? એ માણસ હું જ હતો એમ કોણ કહે? એ કાર મારી હતી એમ પણ કોણ કહે? વળી મેં તારી જોડે જાહેરમાં કદી પણ પ્રેમ કરેલો? |
અપર્ણાઃ | આમ કેમ બોલે છે, દોલત? તેં જો પ્રેમ કર્યો જ નહિ હોત તો હું આજે અત્યારે તારી સાથે હોત કેમ? |
દોલતઃ | નહિ, તું ભૂલે છે. મેં પ્રેમ કરેલો પણ ખાનગીમાં. જાહેરમાં પ્રેમ કરનાર તારા પ્રેમીઓ તો બીજા હતા – પેલો નરેન્દ્ર – પેલો જયન્ત. |
અપર્ણાઃ | ઓહ! |
દોલતઃ | હવે તારા ધ્યાનમાં ઊતર્યું ને? જ્યારે આપણે કારમાં ઊપડ્યાં ત્યારે કાર ઉપર નરેન્દ્રની કારનો નંબર હતો. વળી વચમાં એક જગ્યાએ પોલીસે વધુ ઝડપથી ચલાવવા માટે મારી કારનો નંબર લીધો ત્યારે તે જયંતની કારનો નંબર હતો. ત્રીજે ઠેકાણે પોલીસે નંબર લીધેલો તે પેલા ખુશાલદાસની કારનો હતો. આ અને એવા બીજાની કારના નંબર મેં જાણીજોઈને પોલીસને બતાવેલા તે બધા તારા પ્રેમીઓની કારના હતા. પણ આ બધામાં હું તો પરદા પાછળ જ રહ્યો હતો. હું તો સાદા, સીધા, મારી પત્નીને ખૂબ ચાહતા માનવી તરીકે પંકાયેલો છું – અને મને કહે ને? હમણાં આપણે કોના બંગલામાં છીએ? |
અપર્ણાઃ | કેમ વળી? તારા કાકાના બંગલામાં. |
દોલતઃ | પણ એ કાકાનો બંગલો ક્યાં આવ્યો? |
અપર્ણાઃ | એકાદ ગામડામાં. |
દોલતઃ | બસ, એટલું જ જાણે છે ને! અને કાકાને ખબર સુધ્ધાં નથી કે તેના આ ભત્રીજા પાસે તેના બંગલાની ચાવી છે. આ તરફ રડ્યોખડ્યો એકાદ પોલીસ હશે. હું અહીંથી જઈશ ત્યારે એવું કરતો જઈશ કે કોઈ એમ જ જાણે કે કોઈ માણસે તાળું તોડ્યું હશે ને ચોરી કરવાના ઇરાદે ઘરમાં પેઠો હશે. સવાર પડતાં તો હું મારી પત્ની સાથે પ્રેમગોષ્ઠિ કરતો બેઠો હોઈશ. આ કારને રસ્તામાં હું છોડતો જઈશ. સવારે પાંચ વાગે ફરવાની મને રોજની ટેવ છે, એ વાત મારી પત્ની, આસપાસના મારા પડોશી તેમજ અમારો પોલીસ પણ જાણે છે. હવે તારા ભેજામાં આવ્યું કે તારા ખૂન માટે મેં કેવી સંભાળપૂર્વક તૈયારીઓ કરી છે? |
અપર્ણાઃ | મારું ખૂન? |
દોલતઃ | ત્યારે શું ચિતોડની રાણી પદ્મિનીના ખૂનની વાત કરી રહ્યો છું? એ ખૂનનો આરોપ આવશે તારા પાંચેક પ્રેમીઓમાંથી એક ઉપર. કારણ અરસપરસની ઈર્ષ્યા! કદાચ તારા ધણી ઉપર પણ એ શક આવે – તારા ખરાબ ચારિત્રથી કંટાળીને એણે તારું ખૂન કર્યું હોય! કોનું ખૂન કરવું એ વિશે હું બહુ જ ધ્યાનપૂર્વક વિચાર કરું છું. તારા મોતથી જગત એક ભયંકર બલામાંથી છૂટશે એમ હું માનું છું. |
અપર્ણાઃ | પણ… પણ તું… (ઉશ્કેરાઈને બારણા ઉપર હાથ પછાડે છે અને પાછી ગભરાઈને બૂમ પાડે છે.) કોઈ મદદ કરો! મદદ કરો! |
દોલતઃ | (ભયાનક હાસ્ય કરીને) ગાંડી રે ગાંડી! મેં આ બંગલો એથી તો પસંદ કર્યો છે. આસપાસ ત્રણ ત્રણ માઈલ સુધી કોઈ માણસનો પગરવ સુધ્ધાં નથી. તારી બૂમ સાંભળવામાં તો આસપાસનાં ઝાડ છે, ઉપર આકાશના તારા છે. |
અપર્ણાઃ | પણ… પણ નહિ. તું મશ્કરી કરે છે! તું… તું આમ કરે જ નહિ. |
દોલતઃ | એ માત્ર તારો ભ્રમ છે. હું મશ્કરી કરતો જ નથી, પણ મરનારને પહેલેથી ચેતાવીને પછી જ તેનું ખૂન કરવાની મારી ઇચ્છા એવી પ્રબળ હોય છે કે હું તેને દબાવી શકતો જ નથી. |
અપર્ણાઃ | તું… તું ગાંડો થઈ ગયો છે. દીવાનો બની ગયો છે! |
દોલતઃ | ઘણાં એમ જ કહે છે. મરનાર માણસો પોતે ગાંડા આદમીના હાથથી મરણ પામ્યા છે એમ ધારવામાં કાંઈક સંતોષ અનુભવતા જણાય છે! ભલે એ લોકો એમ સંતોષ માને. આખરે એ મરણ તો પામવાના જ! |
(વળી પાછાં બારણાં ઉઘાડવા અપર્ણા યત્ન કરે છે, પણ યત્નો મોળા હોય છે.)
ઘણા માણસો આ પ્રમાણે બારણાં ઉઘાડવા પણ જાય છે. પણ ઘણુંખરું એમાં તેઓ નિષ્ફળ જ જાય છે. છતાં ધારો કે બારણું ઊઘડી ગયું તો પણ શું થયું? મારી પાસે રિવૉલ્વર છે. હું પાછળથી ગોળી છોડીશ. મેં હાથે મોજાં પહેર્યાં છે એટલે બંદૂક ઉપર કોઈ નિશાની પણ નહિ રહે! |
અપર્ણાઃ | ગોળી! ગોળી! |
દોલતઃ | હા જી, બંદૂક વાપરવામાં હું નિષ્ણાત છું. અને બંદૂકથી કામ પણ સરળ થઈ જાય છે. હું તને ત્રીસ સેકન્ડ આપું છું. બોલ! તારી કાંઈ અંતિમ ઇચ્છા છે? (ગજવામાંથી રિવૉલ્વર કાઢીને ધરે છે.) આ રહી રિવૉલ્વર! |
(અપર્ણા ચીસ પાડે છે, પણ સાંભળનારને હસવું આવે એવી એ ચીસ હોય છે.)
અપર્ણાઃ | નહિ, નહિ, બરાબર ચીસ પડાઈ નહિ. હું ફરીથી ચીસ પાડું. (પાડે છે.) નહિ નહિ. સૉરી. પણ કોણ જાણે શાથી એ ચીસ પાડવાને જે પ્રકારની તીવ્રેચ્છા થવી જોઈએ તે જ મને થતી નથી. |
(વિંગમાંથી શંકરલાલ ધસી આવે છે. દોલત રિવૉલ્વર ગજવામાં મૂકે છે અને હાથે મોજાં પહેર્યાં હોય છે તે કાઢી નાખે છે.)
અપર્ણાઃ | કોણ! કોણ! શંકરલાલ? |
શંકરલાલઃ | હા જી, આ તમારી ચીસ કહેવાય? કૉલેજમાં ભણતી છોકરીઓ ટેનિસ અને બેડમિન્ટન રમતી વખતે ચીસ પાડે છે તે પણ આના કરતાં તો વધારે અસરકારક અને જોરદાર હોય છે! |
અપર્ણાઃ | હું અત્યારે કૉલેજમાં ટેનિસ રમતી હોત તો તો સારું જ ને! |
શંકરલાલઃ | પણ તો પછી કારમી ચીસ પાડતાં શું થયું? |
અપર્ણાઃ | કારમી ચીસ! કઈ રીતે પાડું? આ છેલ્લી છ મિનિટ થઈ આ સીનમાં આ ભમરડાનું ભાષણ મારે સાંભળ્યા કરવાનું અને બહેરામૂંગા માણસ પેઠે શાંત બેસી રહેવાનું! એમાં ક્રિયા ક્યાં આવી? વેગ ક્યાં આવ્યો? એમાં ટેમ્પો જામે જ કેમ? |
શંકરલાલઃ | દોલતે પોતાનો પાર્ટ તો ઘણો સારો ભજવ્યો. |
દોલતઃ | થૅંક યૂ. |
શંકરલાલઃ | પણ તમે તો અપર્ણા! જ્યારે તમારે ભયંકર બીકથી થરથર ધ્રૂજીને કારમી ચીસ પાડવી જોઈએ ત્યારે તમે તો શાંત ઠંડા માટલા પેઠે બૂમ મારી! આ બાઈ મોતને આરે ઊભેલી છે અને એક ક્ષણમાં તો એનું કારમું મોત થવાનું છે અને તો – |
અપર્ણાઃ | પણ અંતે તો એને એનો ધણી બચાવી લે છે ને! પછી એ મોતને આરે ક્યાં ઊભી? અને એક ક્ષણમાં એનું મોત કેવી રીતે થવાનું? |
શંકરલાલઃ | તમે આવી કોહેલી વાત નહિ કરો. આ ક્ષણે તે બાઈ જાણતી નથી કે એને બચાવી લેવામાં આવનાર છે. |
અપર્ણાઃ | નહિ. એ પ્રેરણાથી જાણે છે કે એને કશું થવાનું નથી. વળી એ બહાદુર છોકરી છે. આજકાલની પોચી, બીકણ ગુજરાતણ નથી. |
શંકરલાલઃ | તમે નાયિકાને એવી ધારતા હશો પણ મારે એવી બતાવવી નથી, મારે તો એને ખૂબ ખરાબ અને દુર્ગુણી બતાવવી છે – જોનારાઓનું લોહી થીજી જાય એવી બતાવવી છે. |
અપર્ણાઃ | તે એવી બતાવો. એની કોણ ના કહે છે? પણ તે એવી બીકણ નથી કે એમ ચીસ પાડે! |
શંકરલાલઃ | મારે તમારી સાથે ચર્ચા કરવી નથી. હું તમને એટલું પૂછું છું કે તમે કોઈ પણ દિવસ બીધાં છો ખરાં? ઉગ્રતમ ભયથી થરથર કમ્પ્યાં છો ખરાં? તમે કોઈ દિવસ કોઈ અકસ્માતમાં પણ નથી સપડાયાં? |
અપર્ણાઃ | અરે હા, એક વખત હું ટ્રેનમાં હતી ત્યારે એ ટ્રેનનું એન્જિન એક ખાલી વેગન જોડે અથડાયેલું. કેટલાય માણસોએ બૂમાબૂમ કરી મૂકી. બૈરાં ચીસ પાડીને રડવા બેઠાં અને… |
શંકરલાલઃ | પણ તમે? |
અપર્ણાઃ | ના, હું તો જરા પણ બીધી નહિ. પણ એથી તમે એમ નહિ સમજશો કે હું ભય કે બીક બતાવી નહિ શકું! હું અભિનય જાણું છું. |
શંકરલાલઃ | તો પછી આમાં– |
અપર્ણાઃ | આમાં હું માનું કે પેલા માણસના સંવાદમાં એવું કશું જ નથી જેથી સ્ત્રીને ડર લાગે. કેટલાંક વાક્યો તો હસવું આવે એવાં છે. |
દોલતઃ | માફ કરજે, અપર્ણા! પણ એ હસવું આવે તેવાં છે ખરાં, પણ ભયાનક હાસ્ય ઉત્પન્ન થાય તેવાં છે. અંગ્રેજીમાં જેને ‘મેકેબર’ કહે છે. લગભગ બીભત્સ રસ પેદા કરે તેવાં છે. |
અપર્ણાઃ | તમારું ડહાપણ જવા દો, દોલત! આ સાંભળીને ઑડિયન્સમાંથી માણસો માત્ર હસી પડશે. |
દોલતઃ | કદાચ બેચાર માણસો હસે પણ ખરાં, પણ તું તો એક ભયાનક હાસ્યનો ભોગ બને છે. એટલે તારે હસવું નહિ જોઈએ. ધાર કે હું તને શારીરિક દુઃખ આપું! |
અપર્ણાઃ | એટલે? |
દોલતઃ | એટલે હું તારો હાથ લઈને મરડી નાખું. હાથનો આકાર હસવા જેવો થાય પણ તને હસવું નહિ આવે. |
અપર્ણાઃ | ઓહ! તમે ત્યારે આ શંકરલાલ જોડે સંમત થાઓ છો? |
દોલતઃ | જી હા, તારે તો ભયથી થરથર ધ્રૂજવું જોઈએ, ત્યારે તું તો લાકડાના પૂતળા પેઠે બેસી રહી, જાણે જિંદગીમાં ભય શો એ જ તને ખબર નથી. |
અપર્ણાઃ | પણ ભય બતાવવા માટે જિંદગીમાં ભય જાણવાની જરૂર નથી. |
દોલતઃ | હું માની શકતો નથી. |
અપર્ણાઃ | જુઓ ને! તમે જ કહો છો અને શંકરલાલ ટેકો આપે છે કે બીજા અંકમાં મેં બહુ સારો અભિનય કર્યો હતો. |
દોલતઃ | હા, અમે હજી પણ કહીએ છીએ. |
અપર્ણાઃ | એમાં બહુ જ ખરાબ થઈ ગયેલ સ્ત્રીનો અભિનય બતાવવાનો છે. હવે હું એવી સ્ત્રી નથી એ તો તમે જાણો છો ને? શું તમારે એક પાત્ર વેશ્યાનું બતાવવું હોય તો ખરી વેશ્યા લાવવી પડે? |
શંકરલાલઃ | એમ કરવું પણ પડે! |
અપર્ણાઃ | શું મારું કપાળ! તમારે કોઈ ખૂની પાત્ર બતાવવું હોય તો જેલમાં જઈને ખૂનીને પકડી લાવીને તેની પાસે એ પાત્ર ભજવાવું? ન્યાયની રીતે એમ કરવું જ પડે. પણ એની એક બાજુ છે. હું અભિનેત્રી છું. બગડી ગયેલી સ્ત્રીની ભૂમિકા મેં બહુ સારી રીતે ભજવી બતાવેલી કે નહિ? |
શંકરલાલઃ | (દોલત સામે નિશાની કરીને) હારે હા, તમે કુશળ અભિનેત્રી છો એમાં કશો શક જ નહિ. |
અપર્ણાઃ | થૅંક યૂ. |
શંકરલાલઃ | બીજા અંકમાં તે સ્ત્રી એક પછી એક પ્રેમીને સ્વીકારે છે પણ તેમાં ઊર્મિને સ્થાન નથી. બરફ જેવી ઠંડી રહીને તે વર્તન કરે છે. તમે તે આબાદ કરી બતાવ્યું હતું. |
અપર્ણાઃ | તો પછી? |
શંકરલાલઃ | આમાં – આ અંકમાં – તમે એ સ્ત્રીની ઊર્મિઓ બરાબર સમજી શક્યાં લાગતાં નથી. આ જે સીન છે તે તમારો સીન છે – દોલતને કદાચ એમ લાગતું નહિ હોય. પેલા એક મહાન નાટ્યકારના નાટકમાં છે તેમ મૌન ધારણ કરેલ સ્ત્રી આખરે વિજય મેળવે છે. મેં આ સીનમાં જાણીજોઈને વીજળી નથી રાખી, પણ એક ફાનસ બતાવ્યું છે. દોલત એવી રીતે ઊભો રહે છે કે તેનું મોં અરધું પ્રકાશમાં હોય છે. બિલકુલ અંધારામાં હું પાત્રોને રાખવામાં માનતો નથી. જે પાત્ર જણાય નહિ તે પાત્રની અસર રંગમંચ ઉપર થાય નહિ. આ અર્ધ અંધકારમાં ફાયદો એ કે દોલતનું ભાષણ સાફ સંભળાય. મોંના ભાવ કરતાં એના ભાષણની અસર પ્રેક્ષકો ઉપર વધારે જમાવવાનો મનસૂબો છે. |
અપર્ણાઃ | હા હા, હું સમજી, પછી? |
શંકરલાલઃ | પણ તમારી વાત જુદી છે. તમારે સાંભળ્યા કરવાનું છે. બોલવાનું નથી પણ મોંના ક્ષણે ક્ષણે બદલાતા ભાવ તાદૃશ બતાવવાના છે. સામો પુરુષ શબ્દ બોલે છે એ શબ્દોની પ્રક્રિયા તમારે મોં ઉપરના ભાવોથી બતાવવાની છે. આમાં તમે ધ્યાન આપો તો ક્રિયા પણ કેવી બદલાતી જાય છે! આરંભમાં તમે પુરુષના ભાષણથી કંટાળો છો, પછી તમને એમાં રસ પડવા માંડે છે. શબ્દોમાં બીભત્સ રસ છે પણ તમે તમારી ભૂમિકા ખરાબ સ્ત્રીની છે એટલે તમે એ ભાષણથી આકર્ષાઓ છો, પણ ધીમે ધીમે તમને સમજાવા માંડે છે કે આ બધી વાત કેવળ વાત નથી, એમાં સત્યનો અંશ છે. એટલે તમે ભયથી કંપવા માંડો છો. અને અપર્ણા, એટલું તમારે યાદ રાખવું કે તમે એક વહી ગયેલી સ્ત્રી છો. તમારે કોઈ બીજાનો આધાર નથી. એથી છેલ્લે જ્યારે તમને પ્રતીતિ થાય છે કે સામો માણસ તમારું ખૂન કરવા માગે છે ત્યારે ભય જ્વાલામુખી પેઠે તમને ઘેરી વળે છે. એના પ્રચંડ વમળમાં તમે સપડાઈ જાઓ છો. એક પતંગિયું ભીંત સાથે અફળાય, બીકથી અફળાયા કરે તેમ તમે બારણાં અફાળો છો. તમે મોં ફેરવો ત્યારે તમારું મોં ભયથી – અવર્ણનીય ભયથી તરડાઈ ગયેલું હોય છે – હોવું જોઈએ. |
(બિચારો ડિરેક્ટર શંકરલાલ – તેણે મહેનત બહુ કરી પણ અપર્ણા ઉપર અસર થતી જણાતી નથી.)
અપર્ણાઃ | શંકરલાલ! તમે ખરેખર આ સીન બહુ સરસ સમજાવ્યો, પણ તે તમારી દૃષ્ટિથી. મને તે બરાબર જણાતો નથી. મને એવી ઊર્મિ થતી નથી. |
શંકરલાલઃ | (મિજાજ ખોઈને) તમને કોઈ પણ વેળા ઊર્મિ થઈ છે ખરી? |
અપર્ણાઃ | સાચી અભિનેત્રીએ કોઈ પણ ઊર્મિ અનુભવવી જોઈએ એ જરૂરનું નથી. તે તો માત્ર ટૅક્નિકનો ઉપયોગ કરે છે. કલ્પનાથી તેને પાત્રના જીવનમાં ઉતારે છે. આમ બોલીને તો તમે મારું અપમાન કરો છો! |
શંકરલાલઃ | તમે બરફના ડુંગર જેવાં ઠંડાં થઈને બેસી રહ્યાં છો તેમાંથી ગરમ કરવાને હું ગમે તે કરવા તૈયાર છું. તમારી જ્યારે ખાતરી થાય છે કે સામો માણસ તમારું ખૂન કરવા જ માગે છે ત્યારે તમારે જે ચીસ પાડવાની છે તે ચીસ ખરેખર ભયંકર, કારમી હોવી જોઈએ. ધારો કે લાઇન ઉપર એક છોકરું એન્જિન ડ્રાઇવર જુએ અને જેવી તે કારમી સિસોટી વગાડે એવી એ ચીસ જોઈએ. |
અપર્ણાઃ | તમે કહી રહ્યા! એક એન્જિનની વ્હિસલ જેવી ચીસ પાડતાં મને આવડતી નથી! |
શંકરલાલઃ | તો ત્યારે તમે પણ સાંભળી લો. બીજા બધા માણસો તો ઘેર પણ ગયા. આપણે આટલા જ અહીં છીએ. મારે પણ દૂર જવાનું છે. પણ જ્યાં સુધી તમે પેલી ખરેખર હૃદયદ્રાવક ચીસ નહિ પાડો ત્યાં સુધી હું અહીંથી તમને છોડવાનો નથી. પેલું તમે ‘ટૅક્નિક ટૅક્નિક’ બોલ્યાં કરો છો પણ એ ટૅક્નિક શું છે તે તમે જાણો છો? તમે જે ઊર્મિઓની કલ્પના કરી રાખી હોય તે ઊર્મિઓને અભિનયમાં વહેતી મૂકો તે ટૅક્નિક, પણ તમારામાં તો ઊર્મિ જ જણાતી નથી. |
(એટલામાં એક માણસ મોં પર ‘માસ્ક’ રાખીને દાખલ થાય છે. લૂટારા જેવો જણાય છે. અપર્ણા અને દોલત ચમકે છે. શંકરલાલ એટલો ચમકતો નથી.)
અપર્ણાઃ | આ કોણ? મોંએ ‘માસ્ક’ પહેર્યો છે? |
દોલતઃ | અને… અને હાથમાં રિવૉલ્વર પણ છે! |
નવો માણસઃ | હલ્લો! કાંઈ રિહર્સલ ચાલી રહેલું લાગે છે! |
શંકરલાલઃ | હા, હા, પણ ખાનગી છે. |
નવો માણસઃ | એ હું જાણું છું. તમારે ડહાપણ કરવાની જરૂર નથી. હું પૂછું તેના જવાબ આપશો તો સારું. અરે ભાઈ! તમે નાયકની ભૂમિકા ભજવો છો કે? |
દોલતઃ | હા. |
નવો માણસઃ | અને તમે? નાયિકાની ભૂમિકા? |
અપર્ણાઃ | હા…આ-અ, હા, (જરા ગભરાઈને). |
નવો માણસઃ | અને તમે મુરબ્બી? ડિરેક્ટર? |
શંકરલાલઃ | હા, હા, હું ડિરેક્ટર છું, પણ તમે કોણ છો? આમ શા માટે ધસી આવ્યા છો? |
નવો માણસઃ | મારું કાર્ડ આ રહ્યું. મુરબ્બી એમ ગરમ નહિ થવું જોઈએ. |
શંકરલાલઃ | કાર્ડને નાખો ચૂલામાં. નીકળો બહાર–ચલે જાઓ. |
નવો માણસઃ | (કરડાકીમાં હસતો) હવે એમ ખોટી હિંદુસ્તાની ભાષા બોલવાની જરા પણ જરૂર નથી. હું તો તમારી સાથે એક સોદો કરવા આવ્યો છું. |
શંકરલાલઃ | હમણાં મારે સોદા કરવા નથી. મને મારું રિહર્સલ પૂરું કરવા દો. |
દોલતઃ | પણ ભલા, આ મોં પર માસ્ક ઘાલીને સોદા કરવા આવ્યા છો? |
નવો માણસઃ | જીભ પર અંકુશ રાખતાં શીખો, સમજ્યા નાયકસાહેબ! લો, આ કાર્ડ વાંચો – કે પછી ડિરેક્ટરો અને નાયક–નાયિકાઓને વાંચતાં આવડતું નથી? |
શંકરલાલઃ | અમને વાંચતાં આવડે છે. કાર્ડમાં તો લખ્યું છે, ‘નાટક સંરક્ષણ સંસ્થા’ એનો અર્થ શો? |
નવો માણસઃ | હં અં, હવે તમે ડહાપણભર્યા પ્રશ્નો પૂછવા માંડ્યા. આ સંસ્થા એક પ્રકારની પૈસા ઉઘરાવનાર કહો કે પછી પૈસા પડાવનાર સંસ્થા છે. |
અપર્ણાઃ | શું કહ્યું? આ અમેરિકાનું હૉલિવૂડ નથી! અમે પોલીસને બોલાવશું. |
નવો માણસઃ | જુવાન પોટ્ટી! બહુ ચાલાકીમાં સાર નહિ કાઢે! સમજી લે કે ગઈકાલે અમેરિકાના હૉલિવૂડમાં ફિલ્મમાં જે બને તે આજે ચિકાગોના મહોલ્લામાં બને અને આવતી કાલે મુંબઈમાં બને. |
શંકરલાલઃ | કદાચ ધારી લઈએ કે એમ બને, પછી? સમજાવો તો ખરા. |
નવો માણસઃ | હા, તે સમજાવું. તમે આ નાટક રજૂ કરો તે વખતે અમારા માણસો સડેલાં ઈંડાં રંગમંચ ઉપર ફેંકે. ટમેટાં પણ અમે વાપરીએ છીએ. |
અપર્ણાઃ | તમે હિંમત જ નહિ કરી શકો. |
નવો માણસઃ | તે તમે જોશો, પણ માત્ર ઈંડાં અને ટમેટાં જ અમારાં હથિયાર નથી. અમારી પાસે ગંધ – ખરાબમાં ખરાબ ગંધ મારતા બૉમ્બ પણ છે. એકાદ બૉમ્બ રંગમંચ ઉપર ફેંક્યો કે પછી જોઈ લો મજા! |
દોલતઃ | એથી શું થાય? |
નવો માણસઃ | મહેરબાન, રંગમંચ ઉપર એવી ભયાનક બદબો ફેલાઈ રહે કે તમારાં ભાષણો તો ભૂલી જ જાઓ. |
અપર્ણાઃ | ઓ બોપ રે! |
નવો માણસઃ | એથી વધારે સૂક્ષ્મ હથિયારો પણ છે. |
અપર્ણાઃ | આથી સૂક્ષ્મ? |
નવો માણસઃ | હા, બાઈસાહેબ, અમારામાંના પાંચસાત માણસો છૂટા છૂટા ઑડિટોરિયમમાં બેસી જઈએ અને પછી વાત કરવા માંડીએ કે નાયિકા ત્રાંસી છે, એની આંખ લંકામાં બાણ મારે છે! |
અપર્ણાઃ | તમે એમ કહો સાચું? |
નવો માણસઃ | હાજી, તમારો સારામાં સારો સીન ચાલતો હશે તે વખતે અમારામાંથી એક ઊભો થઈને ઑડિટોરિયમમાંથી બૂમ પાડી ઊઠે: “ઓહો હો! આ મોટી નાયિકા થઈને ઊભી છે, પણ એની આંખ તો જુઓ. લંકામાં આવું બાણ તો કોઈએ માર્યું નથી!” |
અપર્ણાઃ | (ગુસ્સામાં) પણ મારી આંખને થયું છે શું? એ તો સારી છે. |
નવો માણસઃ | હજી છોકરી! તું નાદાન છે. જાહેરમાં આવી ટીકા થઈ કે માણસો એ માનવાના જ. માનસશાસ્ત્રનો એ એક અફર નિયમ છે. છોકરી તું પરણેલી છે? |
અપર્ણાઃ | ના. |
નવો માણસઃ | હં અં. તો પછી તમારે ત્યાં નાટક જોવા આવનાર ચારસો–પાંચસો માણસો આ વાત દસ દસ માણસોને કહે તો પણ ક્યાં વાત જાય! હવે તને મુરતિયો મળી રહ્યો! |
અપર્ણાઃ | શંકરલાલ, દોલત, તમે શું સાંભળી રહ્યા છો? તમે કેમ કશું કરતા નથી? |
નવો માણસઃ | એમાં છોકરી, તું સાર નહિ કાઢે. એના કરતાં મારી વાત સાંભળી લે. આપણે પ્રેક્ષકની સંખ્યા ચારસોની ગણીએ. એકેક પ્રેક્ષક દીઠ ચાર આના ગણીએ, તો કુલ્લે સો રૂપિયા થાય. આ સો રૂપિયા અમને તમે અત્યારે ને અત્યારે આપી દો તો તમારા નાટકમાં જરા પણ ખલેલ નહિ પહોંચે, એટલું જ નહિ પણ અમારા માણસોને તમે પાસ આપજો એટલે થોડી થોડી વારે તેઓ તાળીઓ પાડી તમારા નાટકનાં વખાણ કર્યાં કરશે. લાવો સો રૂપિયા. |
શંકરલાલઃ | પણ ભાઈ, અત્યારે સો રૂપિયા રોકડા લાવું ક્યાંથી? |
નવો માણસઃ | હા, એ વાત સાચી. પણ આ છોકરીના હાથમાં સોનાની બંગડી છે અને કાનમાં હીરાનાં લવંગિયાં છે, એટલું બસ થશે. વેચતાં વધારે પૈસા ઊપજશે તો હું પાછા મોકલી આપીશ. |
અપર્ણાઃ | હું નહિ કાઢવા દઉં. |
નવો માણસઃ | તો મારે બધાંને ખુરશી જોડે બાંધવા પડશે. |
દોલતઃ | મારી પાસે આ રિવૉલ્વર છે તે જોઈ છે કે? |
નવો માણસઃ | નાટકમાં વપરાતી રિવૉલ્વરથી બીતા ફરતા હોઈએ તો આવા ધંધા અમારાથી થાય પણ નહિ ને! મહેરબાન, મૂકી દો એ રમકડાની બંદૂક આ ટેબલ પર. અને સાચી ભરેલી રિવૉલ્વર જોવી જ હોય તો આ રહી. (ગજવામાંથી બંદૂક કાઢે છે. દોલત પોતાની બંદૂક ટેબલ ઉપર પછાડે છે.) – હં અં, હવે કાંઈક રીતભાત શીખ્યા. ચાલો, કાઢી આપો દાગીના. |
અપર્ણાઃ | હું ચીસ પાડીશ. |
નવો માણસઃ | ચીસ અરધી પડશે ત્યાં તો તું મુડદું થઈને પડશે. મારા જેવો બંદૂક વાપરનાર સરકસમાં પણ તને નહિ જડે, પણ કદાચ તને એમ હશે કે મારી બંદૂક પણ આ તારા દોસ્તની બંદૂક જેવી રમકડાની હશે, ખરું ને! આપે છે કે નહિ? |
અપર્ણાઃ | પણ–પણ. |
(નવો આવનાર માણસ સામી ભીંતે બંદૂક તાકી મોટો ભડાકો કરે છે. અપર્ણા ભયંકર ચીસ પાડે છે.)
શંકરલાલઃ | શાબાશ, અપર્ણા શાબાશ, બસ એવી જ ચીસ મારે જોઈએ છે! |
અપર્ણાઃ | (અતિશય ગભરાયેલી) શું? શું? |
શંકરલાલઃ | હા, એવી જ ચીસ તમારે રંગમંચ ઉપર પાડવાની. |
અપર્ણાઃ | (હજી ગભરાયેલી અને ધ્રૂજતી) પણ… પણ… |
શંકરલાલઃ | હવે એ તો સમજ્યા! આ આપણા ચન્દ્રમોહનને તમે ઓળખ્યો નહિ? |
ચંદ્રમોહનઃ | (નવો માણસ માસ્ક કાઢી નાખીને) મને અપર્ણા તમે ઓળખ્યો નહિ? હું ચંદ્રમોહન – મારું લાડનું નામ ચંદુ ચકરમ! |
અપર્ણાઃ | (ખૂબ ગુસ્સે થઈને) ઓહ! સમજી! આ કાવતરું શંકરલાલ, તમે કરેલું કે? |
શંકરલાલઃ | હા જી, કેમ શું છે? |
અપર્ણાઃ | હું હું– |
શંકરલાલઃ | તમે કહેતાં હતાં ને કે તમે બીતાં નથી એટલે તમારાથી ખરી ચીસ પડાતી નથી. હવે તો તમે ભયથી ચીસ પાડી. એ યાદ રાખજો અને નાટકમાં જ્યારે યોગ્ય પ્રસંગ આવે ત્યારે આવી જ હૃદયદ્રાવક ચીસ પાડજો. એ તમારું અભિનયનું ‘ટૅક્નિક’. કેમ દોલત ખરું ને? કેમ ચંદુ? |
દોલતઃ | (હસતાં હસતાં) હા, બરાબર, શંકરલાલ, તમે પણ ભારી કરી હોં! |
અપર્ણાઃ | હું આ માટે તમારા ઉપર કેસ માંડી શકું. |
શંકરલાલઃ | તો હું અત્યારથી જ માફી માંગી લઉં છું. અપર્ણા, તમે અતિશય નિષ્ણાત અભિનેત્રી, અને તમે ઠંડા માટલા જેવી ચીસ પાડો તે કેમ ચલાવી લેવાય! ઊલટાની મેં તમને આવી સરસ ચીસ પાડવાની ‘ટૅક્નિક’ બતાવી એ બદલ તમારે મારો અંતઃકરણપૂર્વક આભાર માનવો જોઈએ. |