કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૩૩.રણની વચ્ચે લીલોતરી ને...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૩.રણની વચ્ચે લીલોતરી ને...|}} <poem> રણની વચ્ચે લીલોતરી ને લીલો...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૩૩.રણની વચ્ચે લીલોતરી ને...|}}
{{Heading|૩૩.રણની વચ્ચે લીલોતરી ને...|રાવજી પટેલ}}


<poem>
<poem>

Latest revision as of 12:08, 17 June 2022


૩૩.રણની વચ્ચે લીલોતરી ને...

રાવજી પટેલ

રણની વચ્ચે લીલોતરી ને
લીલોતરીમાં નાગ
હે મા ! તને ડસે.
ખેતર વચ્ચે ઝાકળિયું
ઝાકળમાં ઝૂલી આંખ,
કેર કાંટાળી, આંબલી ને
આંબલિયા પર મોર,
આંબો ઝૂક્યો આંખમાં ને
આંખ ઝૂકી ચોપાસ,
કાલી કાલી ભાષામાં
ભગવાન રડે ભેંકાર,
કાજળકાળું અંધારું ને
કાલા કાલા રામ.
રણની વચ્ચે લીલોતરી ને
લીલોતરીમાં નાગ
હે મા ! તને ડસે.
(અંગત, પૃ. ૫૨)