શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૫૦. કોના માટે?: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૦. કોના માટે?|}} <poem> અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૮)}} | {{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૮)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૯. ક્યાંક નજરમાં નામ અને અહીં... | |||
|next = ૫૧. કોનું અજવાળું | |||
}} |
Latest revision as of 08:33, 15 July 2022
૫૦. કોના માટે?
અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું?
કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું? –
કોના માટે શ્વાસે શ્વાસે
કૂવો ઉલેચી કુંભ ભરું?
કોના માટે મારી અંદર
એક ઉછેરું તેજ-તરુ?
કોના માટે ઘરના ખૂણે દુનિયાનો દરબાર ભરું? –
કોના માટે યમુના આવી
આ માટીને પાય અમી!
કદંબડાળી કોના માટે
અંદર આવી રહે નમી?
કોના માટે ઘૂઘર બાંધી મને જ હું તૈયાર કરું? –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૭૮)