શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૬૩. ભલે કિનારા અલગ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૩. ભલે કિનારા અલગ|}} <poem> ભલે કિનારા અલગ, આપણે દરિયે એક ઊછળીએ;...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 26: | Line 26: | ||
{{Right|(‘શગે એક ઝળહળીએ’, ૧૯૯૯, પૃ. ૧૬)}} | {{Right|(‘શગે એક ઝળહળીએ’, ૧૯૯૯, પૃ. ૧૬)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = VI. કવિતા – શગે એક ઝળહળીએ (૧૯૯૯) | |||
|next = ૬૪. એક માછલી | |||
}} |
Latest revision as of 08:49, 15 July 2022
૬૩. ભલે કિનારા અલગ
ભલે કિનારા અલગ, આપણે દરિયે એક ઊછળીએ;
ભલે ફૂલ બે અલગ, મ્હેકતાં એક લહરમાં લળીએ.
એક મૂળ છે, એક ગગન છે,
એક બારી આ મનની:
ત્યાંથી એવું કૌતુક હેર્યું;
વાત વીસર્યાં તનની!
ભલે આપણા અલગ રાહ, પણ એક વિસામે વળીએ,
ભલે કોડિયાં અલગ, આપણે શગે એક ઝળહળીએ.
એક માટીની કથા આપણી,
એક શિખરની વાત;
તાણા-વાણા અલગ, આપણી
એક પટોળે ભાત :
સૂર આપણા ભલે અલગ, પણ એક જ રાગે ઢળીએ,
દૂર આપણા ભલે દેહ, પણ હરદમ હૈયે હળીએ.
(‘શગે એક ઝળહળીએ’, ૧૯૯૯, પૃ. ૧૬)