શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮૩. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી: Difference between revisions
Jump to navigation
Jump to search
૧
૨
૩
૪
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૩. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી|}} <poem> <center>'''૧'''</center> આકાશનાં મોતી તો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
{{right|(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)}} | {{right|(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૮૨. જળ વાદળ ને વીજ | |||
|next = ૮૪. ‘मा निषाद...’ | |||
}} |
Latest revision as of 09:27, 15 July 2022
૮૩. ‘બાર ઉન્મેષિકાઓ’માંથી
આકાશનાં મોતી તો
મળી ગયેલાં માટીમાં;
પાછાં બંધાઈને આવ્યાં બહાર,
ઝબક્યાં ડૂંડે ડૂંડે.
શું તારો જ ખર્યો છે?
જોનારનું તો આકાશ પણ ખરી ગયું,
આંખમાંથી!
નાવ ભાંગી ખડક પર,
ને મોજું ભાંગ્યું કાંઠે,
ને એ જોતાં જ ભાંગ્યું આકાશ
મારી અંદર દરિયે!
અંદર હચમચી ગયાં છે મૂળિયાં,
પાન, ફૂલ, ફળના નહીં;
ખાલીપાના ભારે!
(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૭૯)