સાહિત્યચર્યા/પ્રારંભિક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Ekatra}}
{{color|red|'''સાહિત્યચર્યા'''}}

<big...")

No edit summary

(One intermediate revision by one other user not shown)
Line 30: Line 30:
Gandhi Road, Ahmedabad, ૨૦૦૪
Gandhi Road, Ahmedabad, ૨૦૦૪

© નિરંજન ભગત
'''© નિરંજન ભગત'''
પહેલી આવૃત્તિ : ડિસેમ્બર ૨૦૦૪
પહેલી આવૃત્તિ : ડિસેમ્બર ૨૦૦૪
પૃષ્ઠસંખ્યા : ૧૨+૩૦૮
પૃષ્ઠસંખ્યા : ૧૨+૩૦૮
કિંમત : રૂ. ૧૪૦
કિંમત : રૂ. ૧૪૦

પ્રકાશક
'''પ્રકાશક'''
અમરભાઈ ઠાકોરલાલ શાહ
અમરભાઈ ઠાકોરલાલ શાહ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ,
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
અમદાવાદ-૩૮૦ ૦૦૧

'''ટાઇપસેટિંગ'''

ટાઇપસેટિંગ
શારદા મુદ્રણાલય
શારદા મુદ્રણાલય
૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન,
૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૬
આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૬

મુદ્રક
'''મુદ્રક'''
ભગવતી ઑફસેટ
ભગવતી ઑફસેટ
સી/૧૫, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા,
સી/૧૫, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦૦૦૪
અમદાવાદ-૩૮૦૦૦૪
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 87: Line 84:
‘સ્વાધ્યાયલોક’ના પ્રકાશનની જેમ ‘સાહિત્યચર્યા’ના પ્રકાશનમાં પણ ભાઈશ્રી ચિમનલાલ ત્રિવેદી અને ભાઈશ્રી મનુભાઈ શાહનું યોગદાન રહ્યું છે. આ બંને સ્નેહીજનોનો હૃદયથી આભાર માનું છું.
‘સ્વાધ્યાયલોક’ના પ્રકાશનની જેમ ‘સાહિત્યચર્યા’ના પ્રકાશનમાં પણ ભાઈશ્રી ચિમનલાલ ત્રિવેદી અને ભાઈશ્રી મનુભાઈ શાહનું યોગદાન રહ્યું છે. આ બંને સ્નેહીજનોનો હૃદયથી આભાર માનું છું.
૨૫ ડિસેમ્બર ૨૦૦૪
૨૫ ડિસેમ્બર ૨૦૦૪
{{Right |  ''' નિરંજન ભગત
{{Right |  ''' નિરંજન ભગત''' }}

{{Poem2Close}}
{{Poem2Close}}

{{Heading|  |  }}
{{Poem2Open}}
૨૦૦૧ના વર્ષમાં ગુજરાતી સાહિત્ય જ્યારે ૨૧મી સદીમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે મનુષ્યજાતિ યંત્રવૈજ્ઞાનિક યુગમાં પ્રવેશ કરી ચૂકી છે. આ કાળપુરુષનું વિધિનિર્માણ છે, એમાં કોઈ વિકલ્પ નથી. યંત્ર એ મંત્ર જેવું અને જેટલું જ મનુષ્યનું સર્જન છે. મંત્ર શ્રવણગમ્ય સર્જન છે, યંત્ર ચક્ષુગમ્ય સર્જન છે. પણ યંત્ર એ મંત્ર જેવું અને જેટલું જ આધ્યાત્મિક સર્જન છે. એથી યંત્ર એ જ મંત્ર છે. આજે કમ્પ્યુટર, ટેલિવિઝન આદિ સંદેશાવ્યવહારનાં અને જેટ, રોકેટ આદિ વાહનવ્યવહારનાં યંત્રો દ્વારા, સાધનો દ્વારા આ પૃથ્વી પર એક યંત્રવૈજ્ઞાનિક નગર, એક વૈશ્વિક નગર અસ્તિત્વમાં આવી રહ્યું છે. વળી મનુષ્યસર્જિત કૃત્રિમ ઉપગ્રહો આ પૃથ્વીની ભ્રમણકક્ષાની પેલી પાર અવકાશમાં ઘૂમી રહ્યા છે અને આપણી આ ચિરપરિચિત પૃથ્વીને અગમ્ય એવા અવકાશ સાથે સાંધી-બાંધી રહ્યા છે. એથી દૂર-અદૂરના ભવિષ્યમાં યંત્રવૈજ્ઞાનિક સમાજ અને સંસ્કૃતિ એટલે કે વૈશ્વિક સમાજ અને સંસ્કૃતિનું અનિવાર્યપણે નિર્માણ થશે. હવે પછી રવીન્દ્રનાથનું વૈશ્વિક માનવતાવાદનું સ્વપ્ન અને ગાંધીજીનું વિશ્વબંધુત્વનું સ્વપ્ન યંત્રવિજ્ઞાન દ્વારા સાકાર થશે. હવે પછી એક જગત, એક-કુટુંબ-ભાવના, વસુધૈવકુટુંબકમ્, એકનીડમ્ એ સ્વપ્ન નહિ હોય, એ વાસ્તવ હશે.
{{Poem2Close}}

{{HeaderNav2
|next = કવિની સામાજિક ભૂમિકા

Latest revision as of 04:24, 19 July 2022

‘એકત્ર’નો ગ્રંથગુલાલ

Ekatra-foundation-logo.jpg

આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય

પરથી વાંચી શકશો.

અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.

સાહિત્યચર્યા

નિરંજન ભગત

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

sahityacharya : Glimpses of Literature by Niranjan Bhagat Published by Gurjar Grantha Ratna Karyalaya, Gandhi Road, Ahmedabad, ૨૦૦૪

© નિરંજન ભગત પહેલી આવૃત્તિ : ડિસેમ્બર ૨૦૦૪ પૃષ્ઠસંખ્યા : ૧૨+૩૦૮ કિંમત : રૂ. ૧૪૦
પ્રકાશક અમરભાઈ ઠાકોરલાલ શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
ટાઇપસેટિંગ શારદા મુદ્રણાલય ૨૦૧, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૦૬
મુદ્રક ભગવતી ઑફસેટ સી/૧૫, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-૩૮૦૦૦૪

અર્પણ

સંદીપ અને નિખિલને

કર્તા વિશે

નિરંજન નરહરિ ભગતનો જન્મ ૧૯૨૬ના મેની ૧૮મીએ અમદાવાદમાં થયો હતો. એમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં કાલુપુર શાળા નંબર ૧, પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ અને નવચેતન હાઈસ્કૂલમાં તથા ઉચ્ચશિક્ષણ અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજ અને મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રાપ્ત કર્યું હતું. ૧૯૫૦માં અંગ્રેજી સાથે એમ. એ.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા પછી એ જ વરસથી અમદાવાદમાં વિવિધ આર્ટ્સ કૉલેજોમાં અંગ્રેજીનું અધ્યાપન કર્યું હતું અને ૧૯૮૬માં નિવૃત્ત થયા હતા. તેઓ ૧૯૭૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૮મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે અને ૧૯૯૭-૧૯૯૯માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તથા ૧૯૭૮-૧૯૮૨માં સાહિત્ય અકાદમી, ન્યુ દિલ્હીની જનરલ કાઉન્સિલમાં સભ્ય તરીકે નિયુક્ત થયા હતા. એમને ૧૯૪૯માં ‘કુમાર ચન્દ્રક’, ૧૯૫૭માં ‘નર્મદ સુવર્ણ ચન્દ્રક’ અને ૧૯૬૯માં ‘રણજિતરામ સુવર્ણ ચન્દ્રક’ અર્પણ થયો હતો. ૧૯૯૮માં ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘સ્વાધ્યાયલોક-૧’ માટે અને ૧૯૯૯માં સાહિત્ય અકાદમી, ન્યુ દિલ્હીએ ‘સ્વાધ્યાયલોક-૫ અને ૬’ માટે પુરસ્કાર અર્પણ કર્યો હતો. ૧૯૯૪માં ગુજરાત સાહિત્ય અકાદમીએ ‘મૂર્ધન્ય સાહિત્યકાર’ તરીકે એમનું સન્માન કર્યું હતું. ૧૯૯૭માં ગુજરાત સાહિત્ય પરિષદે એમને ‘સચ્ચિદાનંદ સન્માન’ અર્પણ કર્યું હતું. ૨૦૦૧માં ‘આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ’એ એમને ‘નરસિંહ મહેતા એવોર્ડ’ અર્પણ કર્યો હતો. ‘છંદોલય’, ‘કિન્નરી’, ‘અલ્પવિરામ’, ‘છંદોલય’ (સંકલિત), ‘૩૩ કાવ્યો’, ‘છંદોલય’ (સમગ્ર) – એમના પ્રગટ કાવ્યસંગ્રહો છે. ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’, ‘સ્વાધ્યાયલોક ગ્રંથ ૧થી ૮’ – એમનાં પ્રગટ ગદ્યલખાણો છે. એમણે બંગાળીમાંથી ‘ચિત્રાંગદા’નો ગુજરાતીમાં ‘ચિત્રાંગદા’, હિબ્રુ-અંગ્રેજીમાંથી બાઇબલના ‘The Book of Job’નો ગુજરાતીમાં ‘યોબ’, સ્પૅનિશ-અંગ્રેજીમાંથી સેન્ટ જ્હોન ઑફ ધ ક્રોસનાં આઠ મુખ્ય કાવ્યોનો ગુજરાતીમાં ‘અષ્ટપદી’ અને સંસ્કૃતમાંથી ‘સ્વપ્નવાસવદત્તમ્’નો અંગ્રેજીમાં ‘The Vision of Vasavdatta’ – અનુવાદ કર્યો છે. હમણાં તેઓ ફ્રેન્ચમાંથી શાર્લ બૉદલેરના ‘Les Flears du Mal’ અને ‘Petits Poemes en Prose’નો ગુજરાતીમાં ‘દુરિતનાં પુષ્પો’ અને ‘લઘુ ગદ્યકાવ્યો’ શીર્ષકથી અનુવાદ કરી રહ્યા છે. છેલ્લા અઢી દાયકાથી તેઓ ઇંગ્લૅંડ, યુરોપ અને અમેરિકાનો વારંવાર પ્રવાસ કરે છે. તેઓ લંડન, પૅરિસ, રોમ, ઍથેન્સ અને ન્યુયોર્કના પ્રવાસ-અનુભવો વિશે પણ નોંધ કરી રહ્યા છે. વળી હમણાં તેઓ મેનહેટ્ટન (ન્યુયોર્ક) વિશે કાવ્યો રચી રહ્યા છે. ભવિષ્યમાં આ કાવ્યો ‘પક્ષીદ્વીપ’ શીર્ષકથી પ્રગટ થશે. ‘પ્રવાલદ્વીપ’ (૧૯૪૬-૧૯૫૬) પછીનું એમની નગરકવિતાનું આ બીજું કાવ્યગુચ્છ હશે. એમણે ૧૯૫૬-૧૯૫૮માં ‘સંદેશ’ દૈનિકમાં ‘સાહિત્ય-સાધના’ સાપ્તાહિક કૉલમ, ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિક અને ૧૯૭૮-૧૯૭૯માં ‘સાહિત્ય’ ત્રૈમાસિકનું સંપાદન કર્યું હતું. ૧૯૯૬માં ‘સ્વાધ્યાયલોક ૧-૮’માં ૧૯૫૧થી ૧૯૯૬ લગીના ચાર દાયકાનાં એમનાં સાહિત્ય વિશેનાં વિવિધ લખાણો પ્રગટ થયાં હતાં. આજે હવે ‘સાહિત્યચર્યા’માં એમનાં સાહિત્ય વિશેનાં કેટલાંક વધુ લખાણો પ્રગટ થાય છે.

– ચિમનલાલ ત્રિવેદી

નિવેદન

‘સ્વાધ્યાયલોક’ના આઠ ગ્રંથો ૧૯૯૭માં પ્રગટ થયા હતા. એમાં ૧૯૫૧થી ૧૯૯૬ લગીનાં સાડા ચાર દાયકાના દીર્ઘ સમયનાં લખાણો પ્રસ્તુત થયાં હતાં. એથી એ આઠ ગ્રંથોમાં વિષયના સંદર્ભમાં વિભાગ-વ્યવસ્થા કરવાનું શક્ય હતું. ‘સાહિત્યચર્યા’માં ૧૯૯૭ પૂર્વેનાં લખાણોમાંથી અને ૧૯૯૭થી આજ લગીનાં લખાણોમાંથી કેટલાંક લખાણો પ્રગટ થયાં છે. એથી એમાં વિષયના સંદર્ભમાં વિભાગ-વ્યવસ્થા કરવાનું શક્ય નથી. ‘સ્વાધ્યાયલોક’ના ‘નિવેદન’માં આ અંગેનો ઇશારો હતો. એથી વિવિધ સાહિત્યિક વિષયનાં લખાણો ‘સ્વાધ્યાયલોક-૯’ શીર્ષકથી નહિ, પણ ‘સાહિત્યચર્યા’ શીર્ષકથી અહીં પ્રગટ થાય છે. ‘સ્વાધ્યાયલોક’નાં લખાણોની લખાવટ, એમાંનાં પુનરાવર્તનો, અવતરણો આદિ અંગે એ શ્રેણીના ‘નિવેદન’માં જે નોંધ હતી એ ‘સાહિત્યચર્યા’નાં લખાણો અંગે પણ એટલી જ પ્રસ્તુત છે. હજુ પણ સામયિકોમાંથી કેટલાંક લખાણો સુલભ થયાં નથી, તો કેટલાંક લખાણો અપૂર્ણ રહ્યાં છે. એ સૌ લખાણોએ ભવિષ્યમાં પ્રકાશન માટે પ્રતીક્ષા કરવી રહી. ‘સાહિત્યચર્યા’માંનાં કેટલાંક લખાણો વિવિધ સામયિકોમાં પ્રસિદ્ધ થયાં હતાં.એ સૌ સામયિકોના તંત્રીઓ-પ્રકાશકોનો અહીં એક સાથે આભાર માનું છું. ‘સ્વાધ્યાયલોક’ના પ્રકાશનની જેમ ‘સાહિત્યચર્યા’ના પ્રકાશનમાં પણ ભાઈશ્રી ચિમનલાલ ત્રિવેદી અને ભાઈશ્રી મનુભાઈ શાહનું યોગદાન રહ્યું છે. આ બંને સ્નેહીજનોનો હૃદયથી આભાર માનું છું. ૨૫ ડિસેમ્બર ૨૦૦૪ નિરંજન ભગત

૨૦૦૧ના વર્ષમાં ગુજરાતી સાહિત્ય જ્યારે ૨૧મી સદીમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે મનુષ્યજાતિ યંત્રવૈજ્ઞાનિક યુગમાં પ્રવેશ કરી ચૂકી છે. આ કાળપુરુષનું વિધિનિર્માણ છે, એમાં કોઈ વિકલ્પ નથી. યંત્ર એ મંત્ર જેવું અને જેટલું જ મનુષ્યનું સર્જન છે. મંત્ર શ્રવણગમ્ય સર્જન છે, યંત્ર ચક્ષુગમ્ય સર્જન છે. પણ યંત્ર એ મંત્ર જેવું અને જેટલું જ આધ્યાત્મિક સર્જન છે. એથી યંત્ર એ જ મંત્ર છે. આજે કમ્પ્યુટર, ટેલિવિઝન આદિ સંદેશાવ્યવહારનાં અને જેટ, રોકેટ આદિ વાહનવ્યવહારનાં યંત્રો દ્વારા, સાધનો દ્વારા આ પૃથ્વી પર એક યંત્રવૈજ્ઞાનિક નગર, એક વૈશ્વિક નગર અસ્તિત્વમાં આવી રહ્યું છે. વળી મનુષ્યસર્જિત કૃત્રિમ ઉપગ્રહો આ પૃથ્વીની ભ્રમણકક્ષાની પેલી પાર અવકાશમાં ઘૂમી રહ્યા છે અને આપણી આ ચિરપરિચિત પૃથ્વીને અગમ્ય એવા અવકાશ સાથે સાંધી-બાંધી રહ્યા છે. એથી દૂર-અદૂરના ભવિષ્યમાં યંત્રવૈજ્ઞાનિક સમાજ અને સંસ્કૃતિ એટલે કે વૈશ્વિક સમાજ અને સંસ્કૃતિનું અનિવાર્યપણે નિર્માણ થશે. હવે પછી રવીન્દ્રનાથનું વૈશ્વિક માનવતાવાદનું સ્વપ્ન અને ગાંધીજીનું વિશ્વબંધુત્વનું સ્વપ્ન યંત્રવિજ્ઞાન દ્વારા સાકાર થશે. હવે પછી એક જગત, એક-કુટુંબ-ભાવના, વસુધૈવકુટુંબકમ્, એકનીડમ્ એ સ્વપ્ન નહિ હોય, એ વાસ્તવ હશે.