અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/કાઠિયાણીનું ગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|કાઠિયાણીનું ગીત|ન્હાનાલાલ દ. કવિ}}
<poem>
<poem>
{{space}}મ્હારા સાવજશૂરા નાથ હો! ત્હારે દેશ કશા પરદેશ!
{{space}}મ્હારા સાવજશૂરા નાથ હો! ત્હારે દેશ કશા પરદેશ!
Line 26: Line 28:
પિયુના પંથ નિહાળતી કાંઈ વ્હાલમની જુએ વાટઃ<br>
પિયુના પંથ નિહાળતી કાંઈ વ્હાલમની જુએ વાટઃ<br>
આઘા ગીરના ડુંગરા, એથી આઘેરો ગુજરાત;
આઘા ગીરના ડુંગરા, એથી આઘેરો ગુજરાત;
રંગભીના! હવે આવજો, મ્હારી સૂની માઝમ રાતઃ
રંગભીના! હવે આવજો, મ્હારી સૂની માઝમ રાતઃ<br>
{{Right|(ચિત્રદર્શનો)}}
{{Right|(ચિત્રદર્શનો)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = વીરની વિદાય
|next = પાર્થને કહો ચડાવે બાણ
}}

Latest revision as of 11:53, 19 October 2021

કાઠિયાણીનું ગીત

ન્હાનાલાલ દ. કવિ

         મ્હારા સાવજશૂરા નાથ હો! ત્હારે દેશ કશા પરદેશ!
કેસરઘોળી કંકાવટી, ને કુંકુમઘોળ્યો થાળ;
સૂરજ! તુજને પૂજશું મ્હારે સૂરજદેવળ પાળઃ

આભ ઢળ્યાં ધરતી ઉરે, ત્ય્હાં ગોરંભે કાંઈ ગીર;
કુંજે બોલે મોરલો, મ્હારે હૈયે નણદલવીરઃ

રાતે ઊઘડે પોયણાં, ને દિવસે કમળની વેલ;
ભાદર ભરજોબન ભરી, એવી મુજ હૈયાની હેલઃ

ઊંચો ગઢ અલબેલડો, પડખે ચારણના નેહ;
ઝીણી ઝબૂકે વીજળી, મ્હારે ઝીણા વરસે મેહઃ

સાતમે માળ અટારીએ કાંઈ આછા વાય સમીર;
જીમી મ્હારી હેલે ચ્હડી, મ્હારાં ઝૂલે આછાં મલીરઃ

આડાં ન આવે ઝાડવાં, એવા લાંબા લાંબા પંથ;
માણકીએ ચ્હડી આવશે મ્હારો સૂરજમુખો કંથઃ

નેણથી ભાલા છોડતો, કાંઈ આંકડિયાળા કેશ,
ધણ વાળીને વળશે મ્હારો કંથડ જોબનવેશઃ

આભ ઝીલીને રેવત ઊભો, ફરતો ગિરિનો સાથ;
વનમાં ગાજે કેસરી, કાંઈ ધીંગાણે મુજ નાથઃ

કસુંબલ-રાતી આંખડી, રોમેરોમ ઢીંગલનાં દૂધ;
બળબાહુમાં બરછી ઊછળે, ઢાલે ઢળકે જુદ્ધઃ

સાગર સમ સોરઠ તણી રે હિલોળા લેતી ભોમ;
ભરતીને પૂર પધારશે મ્હારો છેલડ જળને જોમઃ

ભાલે ટમકે ટીલડી, મ્હારે હાથે હેમત્રિશૂળ;
સિંદૂરે છાંટી ચૂંદડી, મ્હારાં સોહે સૂરજકુળઃ

આશભરી અલબેલડી રે હીંચે હિંડોળાખાટ;
પિયુના પંથ નિહાળતી કાંઈ વ્હાલમની જુએ વાટઃ

આઘા ગીરના ડુંગરા, એથી આઘેરો ગુજરાત;
રંગભીના! હવે આવજો, મ્હારી સૂની માઝમ રાતઃ

(ચિત્રદર્શનો)