ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયવિજય વાચક: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉદયવિજય(વાચક)'''</span>-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ઉદયવિજય_વાચક-૧ | ||
|next = | |next = ઉદયવિજય-૩ | ||
}} | }} |
Latest revision as of 06:25, 1 August 2022
ઉદયવિજય(વાચક)-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવની પરંપરામાં વિજયસિંહસૂરિના શિષ્ય. તેમની ૪ કથાત્મક કૃતિઓ મળે છે - ૨૭૨ કડીની ‘સમુદ્રકલશ-સંવાદ’ (૨.ઈ.૧૬૫૮/સં. ૧૭૧૪, આસો વદ ૩૦), ૬ ખંડ, ૭૭ ઢાળની દુહા-ચોપાઈબદ્ધ ‘શ્રીપાલ-રાસ’ (૨.ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, આસો વદ ૩૦), ૨૩૩ કડીની ‘રોહિણીતપ-રાસ’ તથા ‘મંગલકલશ-રાસ’. તેમની અન્ય કૃતિઓમાં, જેની સઝાયો છૂટી નોંધાયેલી છપાયેલી પણ મળે છે તે ‘ઉત્તરાધ્યયન-સૂત્રની છત્રીસ સઝાયો’ (મુ.)માં કેટલેક સ્થાને તળપદાં દૃષ્ટાંતોનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. આંતરયમકવાળા દુહા તથા છંદની ૫૩ કડીમાં રચાયેલી ‘પાર્શ્વનાથ-રાજગીતા/શંખેશ્વરમંડનપાર્શ્વનાથ-સ્તવન’ (મુ.) મોહ મહિમાનું વર્ણન કરી તેને દૂર કરવા જ્ઞાનનો આશ્રય લેવાનું સૂચવે છે. ૭ કડીની ‘ગોડીપાર્શ્વનાથપ્રભાતી-છંદ’ (મુ.) અને ૭ કડીની ‘પ્રમાદવર્જનની સઝાય’ (મુ.) તથા ‘ચોવીસજિન-સ્તવન’, ૨૧ ઢાળની ‘વીસવિહરમાનજિન-ગીત’, ૧૩૫ કડીની ‘શંખેશ્વરપાર્શ્વનાથજિન-સ્તવન’, ૨૬ કડીની ‘વિમલાચલ-સ્તવન’, ૭ કડીની ‘વિજયરત્નસૂરિ-સઝાય’, ૭ કડીની ‘નેમિનાથ-પદ’, ‘ત્રિષષ્ટિશલાકાપુરુષ-સઝાય’ એ આ કવિની અન્ય કૃતિઓ છે. ૯ અને ૧૨ કડીની ‘વિજયસિંહસૂરિ-સઝાય’ પણ એમની જ હોવાની શક્યતા છે. કૃતિ : ૧. જૈસસંગ્રહ (ન); ૨. પ્રાફાગુસંગ્રહ; ૩. પ્રાસ્મરણ; ૪. મોસસંગ્રહ. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨,૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]