ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોતીરામ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મોતીરામ-૧'''</span> [ઈ.૧૮૩૪માં હયાત] : ભરૂચના શ્રીમાળી વણિક. એમની કાફી રાગના નિર્દેશવાળી, ૨૩ પદની ‘નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ’(મુ.) તથા ૯ પદની ‘સુદામાચરિત્ર/સુદા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = મોતીમાલુ | ||
|next = | |next = મોતીરામ-૨ | ||
}} | }} |
Latest revision as of 05:02, 8 September 2022
મોતીરામ-૧ [ઈ.૧૮૩૪માં હયાત] : ભરૂચના શ્રીમાળી વણિક. એમની કાફી રાગના નિર્દેશવાળી, ૨૩ પદની ‘નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ’(મુ.) તથા ૯ પદની ‘સુદામાચરિત્ર/સુદામાપુરી’(મુ.) એમ ૨ પદમાળાઓ પ્રેમાનંદની તદ્વિષયક આખ્યાનકૃતિઓ સાથે નિરૂપણની દૃષ્ટિએ કેટલુંક સામ્ય ધરાવે છે. એ સિવાય ‘શામળદાસનો વિવાહ’, ‘કુંવરબાઈનું મોસાળું/મામેરું’ તથા અન્ય પદોની રચના પણ એમણે કરી છે. કૃતિ : ૧. બૃકાદોહન : ૭; ૨. મહાકવિ પ્રેમાનંદ તથા બીજા આઠ કવિઓનાં સુદામાચરિત્ર, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૨; ૩. બુદ્ધિપ્રકાશ, ડિસે. ૧૯૦૨-‘સુદામાચરિત્ર અથવા સુદામાપુરી’, ચમનલાલ આ. પારધી (+સં.); ૪. ડિકૅટલૉગભાવિ.[ર.સો.]