ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયપ્રભ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયપ્રભ'''</span> [ઈ.૧૪મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિના શિષ્ય. ઈ.૧૩૨૬માં દીક્ષા. એમણે ૬ ભાસમાં વિભાજિત રોળા, ચરણાકુળ, દોહરા, સોરઠા અને વસ્તુ છંદની ૬૩ કડીમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિનયધીર | ||
|next = | |next = વિનયપ્રમોદ | ||
}} | }} |
Latest revision as of 04:37, 16 September 2022
વિનયપ્રભ [ઈ.૧૪મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિના શિષ્ય. ઈ.૧૩૨૬માં દીક્ષા. એમણે ૬ ભાસમાં વિભાજિત રોળા, ચરણાકુળ, દોહરા, સોરઠા અને વસ્તુ છંદની ૬૩ કડીમાં રચેલો ‘ગૌતમસ્વામી-રાસ’ (ર.ઈ.૧૩૫૬/સં.૧૪૧૨, કરતક સુદ ૧; મુ.) જૈન સંપ્રદાયમાં ખૂબ લોકપ્રિય બનેલો છે. ગૌતમસ્વામીની તપસ્વિતાનો મહિમા કરતો આ રાસ તેની રચનાગત વિશિષ્ટતાથી અને આલંકરિક વર્ણનોમાં પ્રગટ થતા કવિના કવિત્વથી ધ્યાનપાત્ર બને છે. આ રાસ ઉદયવંત/મંગલપ્રભ/વિજ્યભદ્ર/વિનયવંત એવાં કર્તાનામોથી પણ મળે છે. પરંતુ વસ્તુત: તે આ કર્તાની રચના છે. એ સિવાયનું ૪૧ કડીનું ‘ચૈત્યપરિપાટી-સ્તવન’ એમણે રચ્યું છે. ૨૧ કડીનું ‘સીમંધરસ્વામી-સ્તવન’ તથા ૧૩ કડીનું ‘વિમલાચલ-આદિનાથ-સ્તવન’ એ આ કવિની કૃતિઓ ‘બોધીબીજ’ એવાં અપરનામથી મળે છે. કૃતિ : ૧. જૈગૂસારત્નો : (+સં.); ૨. પ્રાગુકાસંચય (+સં.). સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તરઅપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. જૈસાઇતિહાસ; ૪. પડિલેહા, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯-‘વિનયપ્રભરચિત ગૌતમસ્વામીનો રાસ’; ૫. આલિસ્ટઑઇ : ૨; ૬. જૈમગૂકરચનાએં : ૧; ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગબીજે; ૯. ડિકૅટલૉગભાવિ : ૧૯(૨); ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]