કાવ્યમંગલા/છેલ્લી આશા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|છેલ્લી આશા|}} <poem> (ખંડ શિખરિણી) અહા ! મારી આશા, હવે છેલ્લી આશા ::: ક્ષુધિત જનનિદ્રા શું સરશે? ડુબેલાં જહાજો પે જળ સમ નિરાશા શું તરશે? ::: ઉદધિ અળખાયો ગરજશે? ભરીને ગોઝારું ધનિક જન શું પ...")
 
(પ્રૂફ)
 
(One intermediate revision by one other user not shown)
Line 3: Line 3:


<poem>
<poem>
(ખંડ શિખરિણી)
<center>(ખંડ શિખરિણી)</center>
અહા ! મારી આશા,
અહા ! મારી આશા,
હવે છેલ્લી આશા
હવે છેલ્લી આશા
Line 16: Line 16:


::: અમર સફરે સૌ ઉપડિયા,
::: અમર સફરે સૌ ઉપડિયા,
અહા, કેવા કેવા શિશુદિલ વિષે કોડ ભરિયા !
અહા, કેવા કેવા શિશુદિલ વિષે કોડ ભરિયા ! ૧૦
::: મગન મનડે હંસ ઉડિયા :
::: મગન મનડે હંસ ઉડિયા :
મળે મોતીચારો, નિત નિરખવા દિવ્ય દરિયા.
મળે મોતીચારો, નિત નિરખવા દિવ્ય દરિયા.
Line 42: Line 42:
મહાયજ્ઞે થાવા બલિ તલ સમું એક જ ચહું,
મહાયજ્ઞે થાવા બલિ તલ સમું એક જ ચહું,
::: વિમલ જલબિન્દુ થઈ કહું :
::: વિમલ જલબિન્દુ થઈ કહું :
લિયો મા ! સ્વીકારી, વિલય મુજ થાઓ ઉદય તું.
લિયો મા ! સ્વીકારી, વિલય મુજ થાઓ ઉદય તું. ૩૦


ઉડો ત્યારે, આશા !
ઉડો ત્યારે, આશા !
Line 48: Line 48:


::: બળ સકળ પાંખે ઉતરજો,
::: બળ સકળ પાંખે ઉતરજો,
કંપાતા પાંખો યે, હૃદયનસની પાંખ કરજો,
કપાતાં પાંખો યે, હૃદયનસની પાંખ કરજો,
::: પણ ડયન ના મંદ કરજો,
::: પણ ડયન ના મંદ કરજો,
બૃહદ્-યજ્ઞે લઘુક બલિદાને ય ધરજો.
બૃહદ્‌યજ્ઞે લઘુક બલિદાને ય ધરજો.
(માર્ચ, ૧૯૩૦)  
(માર્ચ, ૧૯૩૦)  
</poem>
</poem>

Latest revision as of 01:25, 22 November 2023

છેલ્લી આશા
(ખંડ શિખરિણી)

અહા ! મારી આશા,
હવે છેલ્લી આશા

ક્ષુધિત જનનિદ્રા શું સરશે?
ડુબેલાં જહાજો પે જળ સમ નિરાશા શું તરશે?
ઉદધિ અળખાયો ગરજશે?
ભરીને ગોઝારું ધનિક જન શું પેટ હસશે?

અમે તેવે ટાણે,
ભરી સાતે વ્હાણે,

અમર સફરે સૌ ઉપડિયા,
અહા, કેવા કેવા શિશુદિલ વિષે કોડ ભરિયા ! ૧૦
મગન મનડે હંસ ઉડિયા :
મળે મોતીચારો, નિત નિરખવા દિવ્ય દરિયા.

અને ગાતા જાશું,
સદા ગંગા ન્હાશું,

અમિત બળ હૈયે ભરી ભરી,
વિપત્તિઝંઝાના પવન કંઈ જાશું તરી તરી,
વિજયમધુ પીશું દિલ ભરી,
મહા પ્રેમોર્મિથી જગકલહ ચૂસીશું ઉભરી.

સુનેરી આશાઓ !
ઉડી ક્યાં સંતાઓ !

અધવચ તજ્યો સાથી કુમળો,
દગાબાજી ખેલી, મૃગજળ શું રેલી પથ ભર્યો,
નકલી સુખનો સિન્ધુ ઉછળ્યો.
ઉડી સૌ એકેકી રણપટ મહા રૌદ્ર પસર્યો.

હવે છેલ્લી આશા,
મહામૈયા ! આશા :

નહિ પતન આથી વધુ સહું,
મહાયજ્ઞે થાવા બલિ તલ સમું એક જ ચહું,
વિમલ જલબિન્દુ થઈ કહું :
લિયો મા ! સ્વીકારી, વિલય મુજ થાઓ ઉદય તું. ૩૦

ઉડો ત્યારે, આશા !
ઉડો છેલ્લી આશા !

બળ સકળ પાંખે ઉતરજો,
કપાતાં પાંખો યે, હૃદયનસની પાંખ કરજો,
પણ ડયન ના મંદ કરજો,
બૃહદ્‌યજ્ઞે લઘુક બલિદાને ય ધરજો.
(માર્ચ, ૧૯૩૦)