યાત્રા/અહો ગગનચારિ!: Difference between revisions
Jump to navigation
Jump to search
(પ્રૂફ રીડિંગ સંપન્ન) |
(formatting corrected.) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|અહો ગગનચારિ!|}} | {{Heading|અહો ગગનચારિ!|}} | ||
<poem> | {{block center|<poem> | ||
અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને, | અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને, | ||
ઝુકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને | ઝુકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને | ||
Line 18: | Line 18: | ||
અહો ગગનનાથ! આવ પવનોની પાંખે ચડી, | અહો ગગનનાથ! આવ પવનોની પાંખે ચડી, | ||
ભલે તું લઈ આવ સાથ શત મૃત્યુ કેરી ઝડી. | ભલે તું લઈ આવ સાથ શત મૃત્યુ કેરી ઝડી. | ||
{{Right|જુલાઈ, ૧૯૪૦}} | |||
</poem> | <small>{{Right|જુલાઈ, ૧૯૪૦}}</small> | ||
</poem>}} | |||
<br> | <br> |
Latest revision as of 01:51, 19 May 2023
અહો ગગનચારિ!
અહો ગગનચારિ! આવ, ઝડપી તું લે લે મને,
ઝુકી ગહન ગુંબજોથી તવ ઉગ્ર પંજે મને
ઉઠાવ, મુજ ભોં-ઢળી શિથિલ મૃણ્મયી કાયને.
ભલે ત્વચ તુટો, ફુટો હૃદય, માંસમજ્જા બધું
બનો સમિધ તાહરા ઉદરઅગ્નિમાં ઉજ્જ્વલ,
કશું ન વસમું જ એ, વસમું માત્ર આ જીવવું
ધરા-તમસમાં પ્રમગ્ન મૃદભક્ષી આ કીટનું.
મહા ઉદર તાહરે રુધિર માંસ મજ્જા થશે
તવાંશ, ગગનો ઘુમંતી તવ ઊર્મિ થૈ ઘૂમશે;
નથી અધિક સિદ્ધિ એથી — તવ હસ્તના મૃત્યુથી.
અહો ગગનનાથ! આવ પવનોની પાંખે ચડી,
ભલે તું લઈ આવ સાથ શત મૃત્યુ કેરી ઝડી.
જુલાઈ, ૧૯૪૦