સાહિત્યિક સંરસન — ૩/યોગેશ જોશી: Difference between revisions

No edit summary |

(3 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
__NOTOC__ | |||
{{SetTitle}} | {{SetTitle}} | ||

Line 4: | Line 6: | ||

'''૧ : તણખલું —'''  | |||
<poem> | <poem> | ||
ત્રણેક કાળાં વાદળો | ત્રણેક કાળાં વાદળો | ||
Line 17: | Line 19: | ||
સુક્કું સોનેરી તણખલું લઈને ! | સુક્કું સોનેરી તણખલું લઈને ! | ||
</poem> | </poem> | ||

૨ : હોડીમાં… —  | |||
<poem> | <poem> | ||
હોડીમાં | હોડીમાં | ||
Line 26: | Line 29: | ||
આખુંયે આકાશ… | આખુંયે આકાશ… | ||
</poem> | </poem> | ||

'''૩ : મારું આખુંય ઘર… —'''  | |||
<poem> | <poem> | ||
મારું આખુંય ઘર | મારું આખુંય ઘર | ||
Line 35: | Line 39: | ||

તન્ત્રીનૉંધ :  | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''૧ : તણખલું —''' | '''૧ : તણખલું —''' |
Latest revision as of 21:11, 27 October 2023
૧ : તણખલું —
ત્રણેક કાળાં વાદળો
એકમેકને છેદતાં હતાં ત્યાં
દેખાતું હતું
અજવાળાની બખોલ જેવું.
આકાશમાં માળો ન બંધાય
એ જાણવા છતાંય હું
ઊડવા લાગ્યો એ બખોલ તરફ;
ચાંચમાં
સુક્કું સોનેરી તણખલું લઈને !
૨ : હોડીમાં… —
હોડીમાં
બેઠો.
સઢની જેમ જ
ખોલી દીધું
આખુંયે આકાશ…
૩ : મારું આખુંય ઘર… —
મારું આખુંય ઘર
દોડતું જઈને ઊભું રહ્યું પાદરે;
હાથની છાજલી કરી.
તન્ત્રીનૉંધ :
૧ : તણખલું — નાની કે ટૂંકી દેખાતી કાવ્યરચનાઓ ઘણી વાર મોટાં અને દીર્ઘ દૃશ્યો પ્રગટાવતી હોય છે. દૃશ્યો એટલા માટે કહ્યું કે એ રચનાઓ માણસના ભાવજગતની કે વિચારજગતની ઝાઝી પંચાતમાં નથી પડતી. એમના સર્જકોએ એમને એટલી મોટી જગ્યા પણ નથી આપી હોતી. એ સર્જકોએ વિસ્તારને બદલે ઊંડાણ તાક્યું હોય છે. આ લક્ષણો આ ત્રણેય કાવ્યોમાં ઘણે ભાગે વરતાય છે.
પણ ઓછી જગ્યાને કારણે સર્જનપરક પડકારો ઊભા થાય છે. એક પડકાર એ કે ઝટ કશોક કાવ્યાત્મક ચમત્કાર થવો જોઈએ, જાદુ ! આ રચનામાં વાદળો એકમેકને છેદે એ દેખાય એ તો ઠીક છે, પણ ત્યાં ‘અજવાળાની બખોલ જેવું’ જે રચાયું એ જાદુ છે. અજવાળું બધે હોય પણ એની ‘બખોલ’ તો કવિતામાં જ હોય, કેમકે એમ દેખાય પણ સર્જકને જ. કાવ્યકથકે એ બખોલને ભાળી ને ચાંચમાં તણખલું લઈ એ તરફ ઊડ્યો. એ માણસ હતો કેમકે બોલતો હતો માણસની ભાષા, પણ પળવારમાં, એ ચાંચવાળું પક્ષી બની ગયો, રચનામાં થયેલો એ બીજો જાદુ છે. રચનાની નજાકત હણાઈ જાય એટલે વધારે નથી કહેવું.
૨ : હોડીમાં… — ઓછી જગ્યાને કારણે સર્જનપરક ઊભા થતા પડકારોમાં એક એ પણ હોય છે કે બસ, કશુંક દૃશ્ય ચીતરી આપો. આ રચનાનો કથક ‘હોડીમાં બેઠો’ એમ કહે ને આપણે એમ સાંભળી રહીએ ત્યાં તો એ હોડીમાં બેઠેલો દેખાય છે. કેમ એમ? એટલે એમ કે એની ચોપાસ ઘણી જગ્યા છે -એટલે કે અવકાશ છે -સ્પેસ. જે સર્જકો સ્પેસમાં વિષયવસ્તુના કે વિચારોના કારણ વગરના ઢગલા કરી મૂકે છે, નિષ્ફળ જાય છે -એટલે કે માંડ મળી આવેલા ભાવકો ગુમાવે છે. અહીં પણ જાદુ થયો છે -હોડીમાં બેઠેલો એ માણસ હોડીનો સઢ ખોલી દે છે પણ એ સઢ તો આખુંયે આકાશ હતો ! આકાશનો સઢ આપણે જોઈ શકીએ છીએ જે કવિતામાં જ હોય કેમકે એને સર્જકે સરજ્યો હોય. હું તો એ હોડીને સરતી પણ જોઈ શકું છું ! હતા શબ્દો જ પણ આમ દૃશ્ય બનીને સાર્થક થઈ ગયા.
૩ : મારું આખુંય ઘર… — આ ત્રીજી રચના તો સાવ લઘુ છે. કાવ્યકથક એમ કહેવા માંડે કે મારું આખુંય ઘર -તેમ એ ચીતરાય- દોડતું જઈને ઊભું રહ્યું પાદરે -તેમ ઘર દોડે, જે ગતિ, સ્થિર એવા ઘરની ગતિ, કવિતામાં જ સંભવે કેમકે સર્જકે સરજી હોય, ઉમેરે કે, હાથની છાજલી કરી -તેમ ઘર છાજલી કરતું દેખાય. આખી રચનાને એક નાની વિડીઓ-ક્લિપ કલ્પો, મારું કહેવું સમજાઈ જશે.
નૉંધી લો કે આમ, આવી લઘુકાય રચનાઓ ‘સર્જન’ શબ્દના શુદ્ધ અર્થના સાક્ષાત્કાર કરાવે છે. એમ પણ નૉંધી લો કે ઊડતાં પહેલાં જ એક-બે ઠુનકામાં ફસકાઇ જતા પતંગની જેમ લઘુકાય રચનાઓ ફસકાઈ પણ જાય છે. એમ પણ નૉંધી લો કે સર્જનસાહસ અને તે માટેનું શૌર્ય હોય તો જ આ ચેષ્ટા કરાય.