ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/સર આઈઝેક ન્યુટન: Difference between revisions
(+1) |
No edit summary |
||
Line 35: | Line 35: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = સરગવો | |previous = સરગવો | ||
|next = | |next = શોધ્યા કરું છું | ||
}} | }} |
Latest revision as of 17:33, 2 January 2024
સર આઈઝેક ન્યુટન
ભરત નાયક
હવામાં એક લીસોટો પડ્યો
એ લીસોટો રતુંબડો થઈ ગયો.
તમે બેઠા હતા ત્યાંથી સાત ડગ દૂર સફરજન પડી ચૂક્યું હતું...
ત્યારે યાદ છે તમને?
છ વર્ષનું એક બાળ
એના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી છટકી, હડી કાઢી
એ સફરજન ઉઠાવી બચકાટતું ભાગ્યું હતું?
ત્યારે થડની ઓથે લંબાયેલા પગનાં બૂટ તાકતું
તમારું ચિત્ત ચગડોળે હતુંઃ
સફરજન હેઠે કેમ પડ્યું?
ઉપર કાં ન ગયું?
પછી તમે ઉપર, ટાવર પર ગયા.
ઠેઠ ત્યાંથી બીજા મેઘધનુષી લીસોટા પાડ્યા.
પછી સરવાળા ગુણાકારમાં ગતિ પકડી...
બરાબર ત્યારે, ત્યારે જ હું ચૌદ વર્ષનો, ગણિતમાં નાપાસ થયો.
છતાં અચરજ તો એ,
ચુંબકથી ખેંચી હું પાંચપંદર ટાંચણીઓની ભાત પાડતો હતો.
પછી તો કંઈ કેટલી ટાંચણીઓનાં માથાં જેટલાં વર્ષો વીતી ગયાં
આજે હું સિત્તેરનો –
હાથમાં છે છરી
ને સામે જમણના ટેબલ પર એક પ્લેટ, એમાં એક સફરજનઃ
આઘે આઘેની ઠેઠ યુરોપની વાડીના વૃક્ષનું.
ન ઉપર ગયું,
ને ભોંય પર પડ્યું –
સીધું મારી કને ખેંચાઈ આવ્યું!
હું તમને ચાહતો રહીશ, સર આઈઝેક ન્યુટન!